________________
શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર
149
છે શ્રી વૃદ્ધવાદિસૂરિ ચરિત્ર
સરસ્વતીના શ્રેષ્ઠ પ્રવાહને માટે સાગર સમાન તથા શમ, દમરૂપ ઉર્મિ-તરંગયુક્ત એવા શ્રી વૃદ્ધવાદી મુનીંદ્રને નમસ્કાર હો.
જગતનો ઉદ્ધાર કરનારા એવા શ્રી સિદ્ધસેનસૂરિ તમારું રક્ષણ કરો કે જે શંકરના હૃદયને ભેદનાર આત્ બ્રહ્મમય તેજને ધારણ કરનાર હતા.
કલિકાળરૂપ પર્વતને ભેદવામાં વજ સમાન એવા તે બંને આચાર્યના અનેક આશ્ચર્ય યુક્ત ચરિત્રને હું વર્ણવું છું.
જૈન શાસનરૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન, સર્વ શ્રુતના અનુયોગરૂપ કંદને વિકસિત કરવામાં મેઘ સમાન, તથા વિદ્યાધરોના ઉત્તમ આમ્નાય (વંશ)માં વાંછિત આપનાર ચિંતામણી સમાન શ્રી પાદલિપ્ત સૂરિના વંશમાં શ્રી સ્કંદિલાચાર્ય થયા. અસંખ્ય શિષ્યોરૂપ માણિક્યના રોહણાચલ સમાન તે મુનિશ્વરે એકવાર ગૌડ દેશમાં વિહાર કર્યો. ત્યાં કોશલા ગામમાં નિવાસ કરનાર એક મુકુંદ નામે શ્રેષ્ઠ બ્રાહ્મણ કે જે સત્વમાં સાક્ષાત મુકુંદ (કૃષ્ણ) જેવો હતો. એકવાર બાહ્ય ભૂમિમાં વિચરતા સૂરિમહારાજની સાથે કોઈ પ્રસંગે તે વિપ્રનો સમાગમ થયો. કારણ કે સર્વ કાર્યોમાં સર્વની ભવિતવ્યતા તો જાગ્રત જ હોય છે. તેણે ગુરુ પાસે અતિવૈરાગ્યથી રંગાએલા સંયમધારી મુનિઓને સુસાધ્ય અને પ્રાણીઓની દયારૂપ એવો સુખકારી ધર્મ સાંભળ્યો. એટલે તે કહેવા લાગ્યો - કે–“અનાર્ય દુર્જનોની જેમ અકાર્ય કરાવનાર તથા ભ્રમ ઉપજાવનાર ચિત્રોની જેમ વિષયોથી હું છેતરાયો છું. માટે હે ગુરુરાજ ! હે આંતર શત્રુનો ધ્વંસ કરનાર ! અને હે દયાના નિધાન ! પલાયન કરવામાં પણ કાયર એવા મને તે વિષયોથી સત્વર બચાવો.' એમ બોલતાં તે વિપ્રને જૈનદીક્ષા આપીને ગુરુ મહારાજે તેના પર પ્રસાદ કર્યો. કારણ કે સુકાર્યમાં ઉતાવળ કરવી જ સારી કહેલ છે. વિલંબ કરવાથી તેમાં અવશ્ય વિપ્ન આવે છે.
પછી એકવાર ગુરુ મહારાજ વિહાર કરતા કરતા લાટ દેશના મંડનરૂપ અને રેવાનદીની સેવાથી પવિત્ર થયેલ એવા ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા. ત્યાં શ્રુતપાઠના મહાઘોષથી આકાશને પ્રતિદ્ધિત કરતા, સાગર તરંગના ઘોર અવાજની જેમ દુ:ખ ઉપજાવતા, સ્વાધ્યાયનો અભ્યાસ કરતા તથા વૃદ્ધપણાને લીધે અત્યંત આગ્રહી બનેલા એવા મુકુંદ મુનિ નિદ્રાથી પ્રમાદી થયેલા અન્ય મુનિઓને અહર્નિશ જગાડવા લાગ્યા. ત્યારે બુદ્ધિશાળી એક યુવાન મુનિએ તેને શિખામણ આપતાં જણાવ્યું કે “હે મુનિ ! આ તમારા ધ્વનિથી જાગ્રત થયેલા હિંસક પ્રાણીઓ જીવવધ કરે, માટે સાધુએ ધ્યાનરૂપ ઉત્તમ અત્યંતર તપ આચરવું. હે મહાત્મનું ! શાંત સમયે વચનયોગનો સંકોચ રાખવો તે ઉચિત છે.”
એ પ્રમાણે સાંભળ્યા છતાં વૃદ્ધપણાથી ઉત્પન્ન થયેલ જડતાને લીધે શિક્ષાનો આદર ન કરતાં તેજ પ્રમાણે તે મુનિ પ્રગટ રીતે ઘોષ કરવા લાગ્યા. ત્યારે તેના નાદથી ભારે કંટાળી ગયેલ તે અણગાર પ્રથમ પોતાના