________________
શ્રી જીવદેવસૂરિ ચરિત્ર
147
કરો અને અમને જીવિતદાન આપો પોતાના નામાંતરરૂપે રહેલ એવા તે દેવના તમે જો જામીન થવા માગતા હો, તો સ્થાનનું રક્ષણ કરો, નહિ તો અધૈર્ય અને દુર્યશ સ્થિર થઈ જશે.”
એ પ્રમાણે સાંભળતાં આચાર્ય મૌન ધરી રહ્યા, એવામાં યશસ્વી લલ્લ શેઠ કહેવા લાગ્યો કે-“હે બ્રાહ્મણો ! તમે મારી એક સત્ય વિનંતિ સાંભળો હું જીવવધ થતો જોઈને તમારા ધર્મથી વિરક્ત થયો અને પોતાના જ દષ્ટાંત પરથી આ દયાપ્રધાન ધર્મમાં હું અનુરાગી થયો. જેથી તમે અદેખાઈ અને ઈર્ષ્યાને લીધે જૈનો પર ઉપદ્રવો કરવા લાગ્યા. તમારા વિરોધી અલ્પ છે, તેથી અહીં તમારી સામે કોણ થાય? હવે જો તમે આ સંબંધમાં કોઈ સ્થિર મર્યાદા બતાવતા હો, તો ગુરુ મહારાજને વિનંતિ કરીને હું કંઈક પ્રતીકાર કરાવું.'
ત્યારે મુખ્ય વિપ્રો બોલ્યા–તમે યુક્ત કહો છો. અમારા દુર્વાર્ય ઉપદ્રવમાં એમની ક્ષમાની બરોબરી કરી શકે, એવો કોણ છે? હવે પોતાની ઈચ્છાનુસાર જૈનધર્મમાં સતત મહોત્સવો કરતા ધર્મી જનોને કોઈ પણ વિઘ્ન કરનાર નથી.” ત્યાં લલ્લ શેઠે કહ્યું–‘શ્રી વીરના સાધુઓની જે પ્રથમની આચાર વ્યવસ્થા છે, તે ભલે સદાને માટે કાયમ રહે. હવે પછી બ્રાહ્મણોએ તેમાં અંતરાય કદિ ન કરવો, વળી સુવર્ણની જનોઈ પહેરાવીને પ્રતિષ્ઠિત નવા આચાર્યને બ્રાહ્મણોએ બ્રહ્મમંદિરમાં અભિષેક કરવો.’
એ પ્રમાણે જયારે વિપ્રોએ બધું કબુલ કર્યું, એટલે લલ્લ શેઠ સદગુરુના ચરણે મસ્તક નમાવીને કહેવા ' લાગ્યો કે “હે ભગવન્ મહાસ્થાનનો ઉદ્ધાર કરો.”
ત્યારે ઉપશમયુક્ત શ્રી જીવદેવસૂરિ બોલ્યા કે-લોકના શત્રુ રૂપ એવા રોષ કે તોષ તો ત્રણે કાળે પણ અમને થવાના નથી. પણ વિપ્ન કે ઉપદ્રવનો નાશ કરનાર તો શાસન દેવતા છે. તેથી અત્યારે પણ મારા સ્મરણથી તે જ તમારા ઉપદ્રવને ટાળશે.”
એ પ્રમાણે કહી ઉપાશ્રયમાં આચાર્ય ધ્યાનાસન પર બેસી, નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી તથા પ્રાણાયામથી રેચકને અટકાવીને તે એક મુહૂર્તમાત્ર સ્થિર રહ્યા. તેવામાં તે ગાય બ્રહ્મભવનમાંથી ઉઠી અને પોતે ચાલીને બહાર નીકળી ત્યારે હર્ષથી તાળીઓ દેતા બ્રાહ્મણો તેને જોઈ રહ્યા, એવામાં નગરની બહાર પાદરે જતાં ત્યાં નિરાલંબ થઈને તે જમીન પર તરત પડી ગઈ. પછી ગુણગરિષ્ઠ ગુરુ પુનઃ પોતાની સભામાં આવ્યા. આ બૈનાવથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો તે વખતે વેદોક્ત આશિષથી જયધ્વનિ કરવા લાગ્યા. ત્યારથી વાયડ નગરમાં જાણે ભ્રાતૃભાવથી તેમણે સ્નેહ સ્થાપન કરેલ હોય, તેમ અદ્યાપિ જૈનો સાથે સ્નેહ સંબંધ ત્યાં ચાલ્યો આવે છે.
પછી શ્રી આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. એવામાં પોતાનો મૃત્યુ સમય નજીક આવેલ જાણીને તે પુનઃ પોતાના સ્થાને આવ્યા અને ત્યાં પોતાના પદ પર એક યોગ્ય શિષ્યને સ્થાપન કર્યો. વળી પોતે સર્વ સંગનો પરિત્યાગ કરતાં ધ્યાનમાં મન લગાવવાની ઈચ્છાથી તેમણે પોતાના ગચ્છ અને નવા આચાર્યને શિક્ષા આપી તે વખતે ગચ્છ-પ્રવર્તકને તેમણે ગુપ્ત આદેશ કર્યો કે “જે સિદ્ધ યોગીને અમે પૂર્વે પ્રતિહત કર્યો છે. કે જે અનેક સિદ્ધિ યુક્ત છે, તેને ખોપરીનો એક ખંડ હાથ લાગ્યો છે, અમારું મરણ તેના જાણવામાં આવતાં તે અવશ્ય અહીં આવશે એટલે જો તે પાપમતિ અમારી પણ ખોપરી પામી જશે, તો શાસનને તે અનેક પ્રકારના ઉપદ્રવ કરશે, માટે હે ભદ્ર ! અમારા નિર્જીવ કલેવર પર સ્નેહની દરકાર ન કરતાં ખોપરીના ભૂકેભૂકા કરી નાખજે, કે જેથી તેના ઉપદ્રવનો સંભવ ન રહે, આ સંબંધમાં મારી આજ્ઞાનું પાલન કરવું એ જ તારી કુલીનતા