________________
શ્રી જીવદેવસૂરિ ચરિત્ર
143
અને પરની શક્તિનું અંતર તું જાણતો નથી, આથી ભય પામતાં તે યોગી બોલ્યો કે-“એના શિરે પાણી છાંટો. એટલે સાવધાન અને સ્વસ્થ થઈને તે પોતાના સ્થાને જશે.'
પછી યોગીના કહ્યા પ્રમાણે શ્રાવકોએ કર્યું. ત્યાં સાધ્વી સાવધાન થઈ, અને પોતાના સ્થાન પર આવીને તેણે આલોચના લીધી. પેલો યોગી ભયભીત થઈ દેશાંતરમાં પલાયન કરી ગયો, કારણ કે તેવા તુચ્છજનો શું એવા પ્રભાવી ગુરુ પાસે આવી શકે ?
હવે અહીં અવંતી નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજય કરતો હતો. તેણે પૃથ્વીને ઋણરહિત કરતાં પોતાનું સંવત્સર ચલાવ્યું. એક વખતે તે રાજાએ લોકોને ઋણરહિત કરવા પોતાના લિંબ નામના અમાત્યને વાયડ નગરમાં મોકલ્યો. ત્યાં શ્રીવીરપ્રભુનું જીર્ણ મંદિર તેના જોવામાં આવ્યું. એટલે પોતાના વંશની સાથે તેણે તે જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, અને વિક્રમસંવત્સરના છ વર્ષ વ્યતીત થયા બાદ સાતમે વર્ષે તેણે સુવર્ણકુંભ, દંડ અને ધ્વજાની શ્રેણીયુક્ત તેમાં શ્રીજીવદેવસૂરિ પાસે ધ્વજ-કુંભની પ્રતિષ્ઠા કરાવી. તેવા સમર્થ આચાર્યે પ્રતિષ્ઠા કરેલ હોવાથી અદ્યાપિ તે તીર્થ અભંગ છે.
હવે મહાસ્થાન નગરમાં વણિકોને વિષે પ્રધાન; દારિયરૂપ શત્રુનો જય કરવામાં મલ્લ સમાન અને કળાઓના નિધાનરૂપ લલ્લ નામે શ્રેષ્ઠી હતો, કે જે મહાશ્રીમંત અને કરોડો દ્રવ્યથી તેજસ્વી ગણાતો હતો. તે સૂર્યગ્રહણના દિવસે આનંદપૂર્વક મહાદાન આપતો હતો. વળી હોમનો સમારંભ કરતાં તેણે યજ્ઞદીક્ષીત ઉત્તમ બ્રાહ્મણોને, મંત્ર બોલનારા ઋત્વિજોને તથા હોમ કરનારા યાજકોને બોલાવ્યા. પછી વેદ વિદ્યામાં વિશારદ એવા તેમનો મહાભક્તિથી સત્કાર-પૂજન કરીને પ્રૌઢ મંત્રના ગર્જારવ સાથે હોમ શરૂ કરાવ્યો. ત્યાં યજ્ઞકુંડ પાસે રહેલ આંબલીનાં વૃક્ષ પર રહેલ એક સર્પ ધુમાડાથી આંખે વ્યાકુળ થતાં ફટફટ કરતો તે ત્યાંથી નીચે પડ્યો. એવામાં વાચાલ વિપ્રોમાંથી એક બ્રાહ્મણ કહેવા લાગ્યો કે–“અહો ! આહુતી આપવાને આ સર્પ પોતે અહીં આવ્યો’ એમ બોલતાં તેણે તે સર્પને હોમાગ્નિમાં નાંખી દીધો. એટલે તેને બળતો જોઈને સુજ્ઞ યજમાન, દયાથી શરીરે કંપતા તેમને કહેવા લાગ્યો કે–અરે ! આ તમે શું દુષ્કૃત કર્યું? સાક્ષાત્ સચેતન દેખાતો જીવતો પંચેદ્રિય જીવ એકદમ તમે બળતા અગ્નિમાં નાંખી દીધો, એ કેવો ધર્મ ?'
ત્યારે વિપ્ર બોલ્યો-“હે શેઠ ! સુમંત્રોથી સંસ્કાર પામેલા અગ્નિમાં એ પુણ્યવાન સર્પ પડ્યો, તેથી કોઈ પ્રકારે દોષ નથી કારણ કે આ અગ્નિમાં મહાપાપી હિંસક જીવો પણ મરણ પામીને મનુષ્યો સહિત તે અવશ્ય દેવપણાને પામે છે. તેથી આ બટુક બ્રાહ્મણે તો ઉલટો ઉપકાર કર્યો. માટે તે શેઠ ! તમારે લેશ પણ સંતાપ કરવો ઉચિત નથી. જો તું દયાળુ અને આસ્તિક હોય, તો પ્રાયશ્ચિત્ત કર અને તેથી બમણા સુવર્ણનો સર્પ કરાવીને બ્રાહ્મણોને દાનમાં આપ.'
આ તેના આદેશથી શ્રેષ્ઠીએ સત્વર સુવર્ણનો સર્પ તૈયાર કરાવ્યો. પછી મંત્રો વડે તેને સંસ્કારયુક્ત કરવામાં આવતાં છેદન વખતે શેઠ તે વિપ્રને કહેવા લાગ્યો-“પૂર્વના સર્પની હિંસાના પાપમાંથી મુક્ત થવા મેં આ સર્પ કરાવ્યો, અને હવે આના વધથી લાગેલ પાપના પ્રાયશ્ચિત્ત માટે મારે પાછો બીજો સુવર્ણસર્પ કરાવવો પડશે, તેથી અનવસ્થાદોષ ઉપસ્થિત થશે, તો હું આ ધર્મને સમજી શકતો નથી. તમે ખોટી રીતે મને શા માટે છેતરો છો ? માટે હું બધાને વિસર્જન કરું છું.'
એ પ્રમાણે કહીને તેણે અગ્નિ બુઝાવી નાખ્યો, કંડ પુરાવી દીધો અને બ્રાહ્મણોને વિસર્જન કર્યા. કારણ