________________
142
શ્રી પ્રભાવક ચરિત્ર
સ્વીકારતા તે જૈનાગમનાં રહસ્યને જાણીને ગીતાર્થ થયા. એટલે સદ્ગુરુએ તેમને યોગ્ય સમજીને બંધુસૂરિના પાટે સ્થાપન કર્યા અને જીવદેવ એવા નામથી વિખ્યાત થયેલા તે સદ્દગુરુ શોભવા લાગ્યા. પાંચસે મુનિઓના પરિવારથી વિરાજિત અને પોતે દયાવાન છતાં અંતરના શત્રુઓનો સંહાર કરવામાં નિર્દય તથા ઉત્કટ તેજયુક્ત એવા મહીપાલ ગુરને એકવાર શ્રી વીરભવનમાં વ્યાખ્યાન કરતાં દૃષ્ટિવિષ સર્પ સમાન એક યોગીએ જોયા એટલે વિસ્મય પામતો તે ચિંતવવા લાગ્યો કે– મહાતેજસ્વી અને કળાવાન આ શ્વેતાંબર ગુરુ આ લોકોમાં સાર્વભૌમ (ચક્રવર્તી) સમાન શોભે છે. સામાન્ય જનોને ઉપદ્રવ કરવામાં જે મારી શક્તિ ચાલે છે તે શું માત્ર છે ? જો આ મુનિને કંઈ અનિવાર્ય વિપ્ન ઉપજાવું તો હું સમર્થ પુરુષ ખરો !' એમ ચિંતવીને લીલાપૂર્વક તે સભામાં બેઠો અને પૃથ્વીતલ પર તેણે અમ્મલિત આસન લગાવ્યું, પછી મૌન ધારણ કરીને વ્યાખ્યાન કરનારની રચના (જીભ) તંભિત કરી. ત્યાં ઈંગિત ચેષ્ટાથી ગુરુએ તે યોગીનું કૃત્ય બધું જાણી લીધું. એટલે પોતાની શક્તિથી વ્યાખ્યાનમાં પોતાના શિષ્યને શક્તિમાન બનાવીને ગુરુએ મનમાં લેશ પણ વ્યાકુળતા લાવ્યા વિના તે શિષ્યને વ્યાખ્યાન કરવા બેસાર્યો. એવામાં બેસવાની ભૂમિ પર યોગીનું આસન જાણે પત્થરથી બનાવીને લગાડેલ હોય તેમ વજ લેપ તુલ્ય સચોટ થઈ ગયું. ત્યારે અંજલિ જોડી મિથ્યા પ્રણામ કરતાં તે યોગી કહેવા લાગ્યો કે—હે મહાશક્તિના નિધાન ! મને મુક્ત કરો.”
એવામાં કેટલાક શ્રદ્ધાળુ લોકોએ પણ ગુરુને વિનંતિ કરી; જેથી દયા લાવીને ગુરુએ મુક્ત કરતાં તે ચાલ્યો ગયો, કારણ કે ઈશુભક્ષણ કરતાં કુંજર (હસ્તી)ની સાથે કોણ સમાનતા કરી શકે ? પછી તે કુયોગીએ સ્વીકારેલ ઉત્તર દિશામાં, ગુરુએ સાધુ સાધ્વીઓને ગમન કરવાનો નિષેધ કર્યો, તથાપિ કોઈવાર કર્મસંયોગે બે સાધ્વીઓ વડીનીતિ નિમિત્તે તે દિશા તરફ ગઈ. એવામાં તળાવની પાળ પર બેઠેલ તે યોગીના જોવામાં આવી. એટલે નીચ આશયવાળા અને નિર્દય એવા તેણે સન્મુખ આવીને હસ્તલાઘવથી એક સાધ્વીના મસ્તક પર કંઈક ચૂર્ણ નાખ્યું, ત્યારે તે પાછળ જઈને તેની પાસે બેસી ગઈ, ત્યાં વૃદ્ધ સાધ્વીએ તેને સમજાવ્યા છતાં તે આવી નહિ. અહીં પૂજયના વચનનું ઉલ્લંઘન કરવું, એ પણ કષ્ટરૂપ જ છે. એટલે વૃદ્ધ સાધ્વીએ આવીને અશ્રુપૂર્વક ગુરુમહારાજને તે વૃત્તાંત નિવેદન કર્યો અને જણાવ્યું કે-“આ કામમાં અમને વિષાદ ન થાય, તેમ કરો.'
ત્યારે ગુરુ બોલ્યા- હે ભદ્ર ! તમે ખેદ ન કરો.” પછી ઘાસનું એક પુતળું બનાવી, ચાર શ્રાવકોને શિખામણ આપીને તેમણે તે પૂતળું શ્રાવકોને આપ્યું. એટલે ચિત્યની બહાર જઈ શ્રાવકોએ તે પૂતળાની કનિષ્ઠ અંગુલિ છેદી નાખી. પછી યોગી પાસે આવીને જોયું, તો યોગીનો હાથ અંગુલિ રહિત તેમના જોવામાં આવ્યો. આથી તેમણે યોગીને પૂછ્યું કે “આ અંગુલી કેમ કપાઈ ?' તે બોલ્યો—‘એ તો અકસ્માત થયું છે.” ત્યારે શ્રાવકોએ કહ્યું “ઘણા કષ્ટ ઉપજાવનાર એ સાધ્વીને તું મૂકી દે.”
આ તેમનું વચન જયારે તેણે ન માન્યું, ત્યારે તે યોગીના દેખતાં તેમણે પૂતળાની બીજી આંગળી કાપી નાખી, એટલે તરત તે યોગીની આંગળી કપાઈ ગઈ.
પછી તેમણે આક્ષેપપૂર્વક જણાવ્યું કે-નીચ પુરુષો દંડ આપવાથી સાધ્ય થાય છે. આ તો દયા લાવીને માત્ર તારી આંગળી છેદી છે, એમ જો આ પૂતળાનું શિર છેદી નાખીએ, તો તારું શિર પણ ક્યાં રહે તેમ છે ? માટે હે પાપાત્મા ! એ સાધ્વીને મૂકી દે, નહિ તો તારું મસ્તક અમે છેદી નાખીશું. હે મુર્ખ ! પોતાની