________________
શ્રી જીવદેવસૂરિ ચરિત્ર
141.
ક્રિયા શીખવી. પછી વખત જતાં એકવાર શ્રુતકીર્તિએ તેને પોતાના સૂરિપદપર સ્થાપ્યો અને ધરણંદ્ર-અધિષ્ઠિત શ્રીમતી અપ્રતિચક્રાદેવીની વિદ્યા આપી; તથા કળિકાળમાં દુર્લભ અને ભાગ્યથી સિદ્ધ થઈ શકે તેવી પરકાયપ્રવેશની ગુરુએ તેને વિદ્યા આપી કારણ કે તેવી વિદ્યા તેવા પુરુષને જ યોગ્ય હોય છે.
એવામાં તે નગરથી આવનાર વેપારીઓ પાસેથી પોતાના પુત્રનો વૃત્તાંત સાંભળવામાં આવતા પોતાનો પતિ મરણ પામ્યા પછી શીલવતી તેને મળવા માટે ગઈ. ત્યાં આવતાં તે પોતાના પુત્ર-મુનિને મળી અને તેના અનુયાયીઓએ તેનો સત્કાર કર્યો, કારણ કે ગુરુની તેવી માનનીય માતા રત્નખાણની જેમ કોને અધિક આદર પાત્ર ન થાય ? - હવે ત્યાં જિનેશ્વર ભાષિત તત્ત્વોની સમાનતા છતાં પોતાના બંને પુત્રમાં સમાચારીનો કંઈક ભેદ જોવામાં આવતાં શીલવતી શંકા પામીને કહેવા લાગી—“હે વત્સ ! તમે બંને બંધુઓ જિનમતના અનુયાયી છતાં 'તમારામાં અંતર દેખાય છે. શ્વેતાંબર અત્યંત નિષ્ઠાયુક્ત અને નિષ્પરિગ્રહ દેખાય છે અને તું સુખી; પૂજાકાંક્ષી તથા અધિક પરિગ્રહી લાગે છે, તો મને સમજાવો કે વ્યાકુળજનો શી રીતે સિદ્ધિ પામી શકે ? માટે મારી સાથે તું તારા પૂર્વજોના સ્થાન પર ચાલ કે જેથી તમે બંને ભ્રાતા, શાસ્ત્ર અને પ્રમાણ–સિદ્ધાંતોથી આર્યસંમત ધર્મનો પરસ્પર પૂરતો વિચાર કરીને સત્ય નિર્ણય પર આવી શકો, અને પછી બંને એકમત થઈને મને ધર્મમાં સ્થાપન કરો.
પોતાની માતાના આગ્રહથી મહીપાલ મુનિએ બાયડ નગર તરફ વિહાર કર્યો. પછી અશ્વિનીકુમારોની જેમ અભિન્ન રૂપવાળા શ્વેતાંબર અને દિગંબરાચાર્ય બંને ભ્રાતા ત્યાં સાથે મળ્યા અને પોતપોતાના આચાર તથા તત્ત્વવિચાર સ્ફટ રીતે કહેવા લાગ્યા; ત્યાં પાપનું શોધન કરનાર શ્વેતાંબર સૂરિએ સદ્વ્રતવાળા, નિર્મમાભાસ, અને પ્રૌઢ વચન-શક્તિવાળા છતાં દિગંબર મુનિને બોધ પમાડ્યો.
એવામાં એકવાર તેમના આચારને કંઈક જોવા માટે તેમની માતાએ મહાભક્તિપૂર્વક તેમને ભિક્ષાને માટે નિમંત્રણ કર્યું. ત્યાં સારાં ભાજનોમાં એક સામાન્ય આહાર મૂકી રાખ્યો અને બીજું પ્રવર ભોજન સાધારણ પાત્રોમાં ભરી રાખ્યું, ત્યારે પ્રથમ દિગંબર મુનિ આવ્યા, તેમને શીલવતીએ બંને પ્રકારના આહારના ભાજનો બતાવ્યાં. એટલે સારા આહારનો તેમણે આદર કર્યો, તેથી તે લુબ્ધ, આળસુ અને સંસ્કાર રહિત દેખાઈ આવ્યો અને સવિકાર મુખને ધારણ કરતાં તેણે માતા તરફ જોયું. એવામાં બીજા પુત્રના બે સાધુઓ ત્યાં આવ્યા. તેમને બંને પ્રકારનો આહાર બતાવતી તે હર્ષપૂર્વક કહેવા લાગી કે–આ બંને આહારમાં તમને રૂચે તે ગ્રહણ કરો.'
ત્યારે સાધુઓ વિચાર કરીને બોલ્યા કે—“અમારે શુદ્ધ આહાર જ લેવાનો છે. જેમાં આધાકર્મિક દોષનો સંશય આવે, તે ભોજન પણ અમને ન કલ્પે.” એમ કહેતાં તે બંને આહાર લીધા વિના તે બંને મુનિ ચાલ્યા ગયા.
એટલે ધર્મ-કર્મ સાધનાર એવી શીલવતી દિગંબરાચાર્ય પુત્રને કહેવા લાગી કે “તારા ભ્રાતાનું વ્રત જોયું ? શુભ અભ્યાસ બહારથી રમ્ય લાગતો હોય, છતાં રક્તજનોને તે અલ્પ ફળદાયક થાય છે. આહારની જેમ ધર્મને વિષે પણ એવી જ રીતે સમજી લેવું, માટે એ ધર્મમાં તું રૂચિ કર.'
એ પ્રમાણે માતાએ પ્રતિબોધ પમાડતાં અને બંધુના વચનથી સન્મતિ આવતાં તેજસ્વી મહીપાલ મુનિએ અધિક આત્મબળ મેળવવાને શ્વેત વસ્ત્રને ધારણ કરી લીધા, અને શ્રી રાશીલ ગુરની પાસે દીક્ષા અને શિક્ષા