________________
140
શ્રી પ્રભાવક ચરિત્ર
શ્રી જીવદેવસૂરિ ચરિત્ર
જેમણે આર્હત વાણીરૂપ ધેનુને પ્રાણોલ્લાસ પમાડી ચરણ (ચારિત્ર)નો ઉદય કર્યો એવા શ્રી જીવદેવસૂરિ તમને કલ્યાણદાયક થાઓ. પોતાના અંગનું દાન કરતાં પૂર્વમાં મહાપુરુષોએ પણ પોતાના પ્રાણ આપતાં પરના પ્રાણ બચાવ્યા છે, પરંતુ પર જીવોના જીવનરૂપ છતાં અક્ષત એવા શ્રી જીવદેવ સમાન અન્ય કોણ છે ? આજે તેનું વર્ણન કરવામાં મારા જેવા જીર્ણ પુરુષનું શું ગજું ? તથાપિ તેમની ભક્તિ મને વાચાળ બનાવવા સમર્થ થઈ છે, તેથી અજ્ઞાનરૂપ ઘાસને કાપવામાં દાતરડા સમાન, પાપ સાગરથી પાર પામવાને વહાણ સમાન તથા દુઃખ—દૌર્ભાગ્યને દૂર કરનાર એવું તેમનું ચરિત્ર હું વર્ણવું છું.
પોતે સદા અનવસ્થિત છતાં જગતમાં સ્થાનને ઈચ્છનાર તથા જગતને પ્રાણદાયક એવા વાયુદેવે પૂર્વે સાક્ષાત્ બ્રહ્મ (બ્રહ્મા) સમાન એવા બ્રાહ્મણોને ગુર્જરભૂમિના ભૂષણરૂપ એવું બાયડ (ટ) નામનું મહાસ્થાન આપ્યું. તે વખતે તેણે દ્વારાદિકના સાધન રચવાપૂર્વક બ્રહ્મશાલા અને ચૈત્યમાં પરમેષ્ઠીને સ્થાપન કર્યા. જેમ મલયાચલમાં બધા વૃક્ષો ચંદનરૂપ છે, તેમ ત્યાં બ્રાહ્મણો અને વણિકો બધા બાયડ એવા નામથી પ્રસિદ્ધ થયા. સ્ફુરાયમાન જાઈપુષ્પના પરિમલ સમાન રસિક જનરૂપ મધુકરોને સેવનીય એવી જાતિ તે નામથી સર્વ કરતાં શ્રેષ્ઠ ગણાવા લાગી. ત્યાં ધર્મથી શ્રેષ્ઠ, ન્યાયોપાર્જિત દ્રવ્યનું દાન કરવાથી સાક્ષાત્ ધર્મરૂપ તથા લક્ષ્મીના સ્થાનરૂપ એવો ધર્મદેવ નામે પ્રખ્યાત શેઠ હતો, તેની શીલવતી નામે કાંતા કે જે શીલગુણથી વિરાજિત હતી અને આનંદયુક્ત શીતલ વચનથી ચંદ્રમા અને ચંદનને હંમેશાં જીતી લેતી હતી. તેમના મહીધર અને મહીપાલ નામના બે પુત્રો કે જે પુણ્યકર્મમાં સદા સાવધાન હતા. કર્મના દોષથી મહીપાલ સદા દેશાંતરમાં ભમતો હતો અને તેથી એ સુબંધુના સ્નેહને લીધે મહીધર વૈરાગ્ય પામ્યો. ત્યાં જંગમ તીર્થરૂપ એવા જિનદત્ત ગુરુ પૂર્વે રહેતા કે જે સંસાર સાગરથી તારનાર અને કામાદિ શત્રુઓનો નાશ કરનાર હતા. સત્ કાષ્ઠ (નિષ્ઠા)નો ઉત્કર્ષ કરનાર જે ગુરુ રૂપ સૂત્રધારને પામીને ભવ્યાત્માઓ સંપૂર્ણ સિદ્ધિરૂપ પ્રાસાદમાં નિવાસ કરનાર થયા.
એક વખતે સંસારથી કંટાળી ગયેલ મહીધરે આવીને તે ગુરુને નમસ્કાર કર્યા અને બંધુના વિરહથી વૈરાગ્ય પામેલ તેણે ગુરુ પાસે જૈની દીક્ષાની પ્રાર્થના કરી, એટલે આચાર્ય મહારાજે તેને યોગ્ય જાણી, તેના માતા પિતાને પૂછીને મહીધરને ભાગ્યહીન પ્રાણીઓને અલભ્ય એવી પ્રવ્રજ્યા આપી. પછી બે પ્રકારની ગુરુશિક્ષા મેળવીને મહીધર મુનિ અનેક વિદ્યારૂપ સાગરના પારગામી અને અતિપ્રજ્ઞાના બળથી તે પરવાદીઓને અજેય થયા, એટલે ભવસાગરથી ભવ્યજનોને તારવામાં નાવ સમાન એવા તે કુશળ શિષ્યને પોતાના પાટે સ્થાપન કરીને ગુરુ મહારાજ સ્વર્ગવાસી થયા. શાખાના અનુસારે મહીધરસૂરિ શ્રીરાસીલ ગુરુ એવા નામથી પ્રસિદ્ધ થયા, વિદ્યાવિનોદથી તે જતા કાળને પણ જાણતા ન હતા.
હવે તેમનો બંધુ મહીપાલ રાજગૃહ નગરમાં શ્રુતકીર્તિ નામના દિગંબરાચાર્ય પાસે ગયો. તેને પ્રતિબોધ પમાડીને દિગંબરસૂરિએ તેને દીક્ષા આપી. તેનું સુવર્ણકીર્તિ એવું નામ રાખ્યું અને તે નવીન મુનિને તેણે પોતાની