________________
શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર
139
એકવાર પોતાના આયુષ્યની પ્રાંતસ્થિતિ જાણીને જિન સિદ્ધાંતરૂપ નાવના કર્ણધાર (સુકાની) સમાને એવા શ્રી વિજયસિંહસૂરિ અનશન લઈને સ્વર્ગે ગયા. તેમના વંશમાં અદ્યાપિ પ્રભાવક આચાર્યો ઉદય પામે (ઉન્નત થાય) છે, કે જેમના પ્રસરતા અસાધારણ તેજથી જિનશાસન જયવંત વર્તે છે.
એ પ્રમાણે અલ્પ સત્ત્વ પ્રાણીઓને અતિદુષ્કર, અશ્વાવબોધ ઉત્તમ તીર્થના વૃત્તાંતથી રમણીય ઉત્તમ સુદર્શનાના ચરિત્રથી વધારે સુંદર, અંબાદેવીના ચરિત્રથી પવિત્ર, શ્રી સંઘને પુષ્ટિ આપનાર અને પ્રગટ પ્રભાવયુક્ત એવું વિજયસિંહ મુનીશ્વરનું આ અતિ પવિત્ર અને અતુલ ચરિત્ર, તે અભ્યાસમાં આવતાં સમસ્ત જિનશાસનની ઉન્નતિ નિમિત્તે થાઓ.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે સુધારેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને :વિષે ગુટિકાસિદ્ધ શ્રી વિજયસિંહસૂરિના ચરિત્રરૂપ આ છઠું શિખર થયું.