________________
શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર
135
પોતાના જીવિત, ગૃહ, ધનના મોહથી આર્તધ્યાનમાં તે મરણ પામીને શનિ (શમળી) થઈ, અને તે સર્પ મરણ પામીને શિકારી થયો.
એકવાર ભાદરવા મહિનામાં ઘણા દિવસે વરસાદ ઉપશાંત થતાં વટવૃક્ષ પર રહેલ તે શમળી શુધિત થઈ, એટલે પોતાના સાત બચ્ચાં અને પોતાને માટે ખોરાકને શોધતાં તે શિકારીના ઘરે ગઈ અને ત્યાંથી તેણે એક માંસનો કટકો ચાંચમાં ઉપાડ્યો, પછી ઉડીને આકાશમાં જતાં તેને શિકારીએ બાણ છોડીને ઘાયલ કરી, ત્યારે તે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્ય આગળ પડી અને લગભગ મરવાની અણી પર આવી. એવામાં તેણીના પુણ્યયોગે ત્યાં ભાનુ અને ભૂષણ નામના બે સાધુ આવ્યા. તેમણે દયા લાવી જળસિંચનથી તેને આશ્વાસન * આપ્યું અને પંચપરમેષ્ઠીરૂપ મંત્ર સંભળાવ્યો, એટલે તે તીર્થના ધ્યાનમાં લીન થયેલ શમળી બે પહોરમાં મરણ પામી.
હવે સાગરના કિનારા પર દક્ષિણ ખંડમાં સિંહલ નામે દ્વીપ છે. ત્યાં કામદેવ સમાન રૂપવાન ચંદ્રશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. રૂપમાં રતિ અને પ્રીતિને જીતનાર એવી ચંદ્રકાંતા નામે તેની રાણી હતી. શનિ (સમળી) તેમની સુદર્શના નામે પુત્રી થઈ.
એવામાં એકવાર ભૃગુપુરથી વહાણ લઈને જિનદાસ નામે સાર્થવાહ ત્યાં આવ્યો તેણે ભેટ ધરીને રાજાને સંતુષ્ટ કર્યો. તે વખતે કોઈ વૈદ્યરાજે કફનાશક સુંઠ, મરી અને પીપરનું તીવ્ર ચૂર્ણ રાજાને આપ્યું, તેમાંથી સ્ટેજ ચૂર્ણ ઉડ્યું. એટલે તે નાકમાં જતાં વણિકને જોરથી છીંક આવી, ત્યારે તેણે પ્રભાવ પૂર્ણ એવા પંચપરમેષ્ઠી મંત્રનો ઉચ્ચાર કર્યો. જે સાંભળતાં રાજપુત્રીને મુર્છા આવી અને તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. આથી રાજાએ પૂછતાં તેણે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત પિતાને કહી સંભળાવ્યો. પછી તે તીર્થને વંદન કરવાને ઉકંઠિત થયેલ રાજપુત્રીએ અત્યાગ્રહથી પિતાની અનુજ્ઞા માગી, છતાં રાજાએ તેને જવાની અનુમતી ન આપી. તેથી તેણે અનશન કરવાની પ્રતિજ્ઞા લીધી. એટલે અતિપ્રિય હોવા છતાં તેણે પોતાની પુત્રીને જિનદાસ સાર્થવાહની સાથે જવાની અનુજ્ઞા આપી ત્યારે અઢાર સખીઓ, સોળ હજાર સૈનિકો, મણિ, સુવર્ણ, રજત અને મોતીઓથી ભરેલા અઢાર વાહન, આઠ કંચુકી તથા આઠ અંગ રક્ષકો-એ બધો પરિવાર સાથે લઈને તે જલ્દીથી ચાલી નીકળી, અને ઉપવાસ કરતાં એક મહિને રાજપુત્રી તે તીર્થમાં આવી. ત્યાં શ્રીમુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેણે ઓચ્છવ કર્યો, અને ભાગ્યવંતમાં મુગટમણિ સમાન એવી તેણીએ ભાનુ તથા ભૂષણ મુનિને વંદન કરી પછી કૃતજ્ઞપણાથી સાથે લાવેલ બધુ ધન તેણીએ તે મુનિઓ આગળ ધરી દીધું. નિઃસંગપણાથી તેમણે તેનો નિષેધ કર્યો, તેણી સંસારથી વિરક્ત બની અને કનક અને રત્નના સમુહથી તેણે તે જીર્ણ તીર્થનો ઉદ્ધાર કર્યો, ત્યારથી તે તીર્થ શકુનિકાવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. પછી બાર વરસ દુષ્કર તપ તપી પ્રાંતે અનશન લઈ મરણ પામીને તે સુદર્શના નામે દેવી થઈ. એક લાખ દેવીઓના પરિવાર સહિત રહેતાં વિદ્યાદેવીઓ સાથે તેની મિત્રતા થઈ. વળી પૂર્વભવને યાદ કરીને તેણી દિવ્ય પુષ્પોથી જિનેશ્વર ભ. ની પૂજા કરવા લાગી. એ નગરમાં તેણીની અઢાર સખીઓ દેવીપણાને પામી અને જંબુદ્વીપ સમાન વિશાળ ભુવનમાં તે રહેવા લાગી. વળી શ્રીમુનિસુવ્રત સ્વામીના ચરણ-કમળમાં એકતાન થયેલ સુદર્શના દેવી, મહાવિદેહ, નંદીશ્વરાદિક તીર્થોમાં જિનપ્રતિમાને સદા વંદન કરવા લાગી.
એક દિવસ શ્રીવીરપ્રભુની સમક્ષ તે દેવીએ ઉત્તમ નાટક કર્યું. તે જોઈને શ્રી સુધર્માસ્વામીએ ભગવંતને