________________
134
શ્રી પ્રભાવક ચરિત્ર
એકવાર ઉત્તરાયણ પર્વમાં થતાં લિંગમહોત્સવમાં અતિથિ બ્રાહ્મણો માટે પુષ્કળ ધૃત લઈ જવામાં આવતું અને તે વખતે ઘણા ધૃતબિંદુઓ માર્ગમાં નાખી દેવામાં આવ્યા હતા. તેને લાગેલી ધીમેલો નોકરોના પગ નીચે કચડાતી પાછા વળેલ દયાળુ સાગર પોતે તે ધર્મની નિંદા કરી, જેથી નિર્દય બ્રાહ્મણોએ લાકડી અને મુષ્ટિ વગેરેથી તેને માર્યો તથા સેવકોએ પ્રહારોથી તેને છુંદી નાખ્યો.પછી દયા લાવીને તેને જવા દીધો. ત્યાં આર્તધ્યાનથી મરણ પામી, સેંકડો તિર્યંચના ભવમાં ભમીને તું અશ્વ થયો. અહો ! હવે મારો પૂર્વભવ સાંભળ– - પૂર્વે ચંદ્રપુરમાં બોધિબીજ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ પછી સાતમે ભવે હું શ્રી વર્મા નામે વિખ્યાત રાજા થયો. તે ભવો આ પ્રમાણે સમજવા–પ્રથમ શિવકેતુ, બીજો સૌધર્મ દેવલોકમાં, ત્રીજો કુબેરદત્ત, ચોથો સનત્કુમારમાં, પાંચમો શ્રી વજકંડલ, છઠ્ઠો બ્રહ્મ દેવલોકમાં, સાતમો શ્રી વર્મા, આઠમાં પ્રાણત દેવલોક અને નવમો આ તીર્થકરનો ભવ – એમ સંક્ષેપથી ભવ બતાવ્યા. - હવે સમુદ્રદત્ત, વ્યવહારી ભૃગુપુરથી ઘણા કરીયાણાથી વહાણ ભરીને સમસ્ત લક્ષ્મીના સ્થાનરૂપ એવા ચંદ્રપુરમાં આવ્યો. ત્યાં ઘણાં કિંમતી ભેટણાથી તેણે રાજાને સંતુષ્ટ કર્યો અને રાજાએ પણ દાન તથા સન્માનથી તેને સંતોષ પમાડ્યો. પછી રાજાનો પ્રસાદ વધવાથી અને સાધુ જનોને આદર આપવાથી જિનધર્મ પર તેનો અનુરાગ વધવા લાગ્યો અને તેથી રાજાને પણ જિનધર્મનો બોધ થયો. વળી ત્યાં આવેલ તેના મિત્ર સાગરપોતની સાથે પણ સમાન બોધને લીધે રાજાની મિત્રતા થઈ. પછી પ્રાંતે સમાધિ પૂર્વક મરણ પામતાં શ્રી વર્મા રાજા પ્રાણત દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે હું ભરતક્ષેત્રમાં તીર્થકર થયો છું.”
એ પ્રમાણે ભગવંતના મુખથી કર્મકથા સાંભળતાં રાજાએ અશ્વને અનુમતિ આપતાં તેણે સાત દિવસનું અનશન કર્યું અને સમાધિથી મરણ પામીને તે સહસ્ત્રાર દેવલોકમાં સાર સાગરોપમના આયુષ્યવાળો ઇન્દ્રનો સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય સુખો ભોગવતાં અવધિજ્ઞાનથી તેણે પૂર્વનું સ્મરણ કર્યું અને ભૂગપુરમાં સાડા બાર કોટી સુવર્ણની વૃષ્ટિ કરી. વળી રાજા અને નગરજનોને જિનધર્મનો બોધ પમાડ્યો, તથા તે વખતે સુકૃતશાળી એવા તેણે મહા મહિનાની પૂર્ણિમાએ સુવર્ણ–રત્નમય શ્રી મુનિસુવ્રત સ્વામીના ચૈત્યની સ્થાપના કરી. માઘની શુકલ પ્રતિપદાના (મહાસુદ-૧) દિવસે ભગવંત અશ્વરત્નને બોધ કરવા આવ્યા અને તે જ મહિનાની શુકલ અષ્ટમીએ અશ્વ દેવલોકે ગયો.
એ પ્રમાણે નર્મદાના તટ પર ભૃગુકચ્છ નગરમાં સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ એવું એ અશ્વાવબોધ નામે પવિત્ર તીર્થ પ્રવર્તમાન થયું. પછી શ્રી મુનિસુવ્રત સ્વામીથી બાર હજાર ને બાર વરસ વ્યતીત થતાં પદ્મ ચક્રવર્તીએ એનો ઉદ્ધાર કર્યો, અને હરિષણ ચક્રવર્તીએ ફરી એ તીર્થનો દશમો ઉદ્ધાર કરાવ્યો. એ રીતે પાંચ લાખ ને અગિયાર વર્ષ વ્યતીત થયા. છ— હજાર વરસમાં એના એક સો ઉદ્ધાર થયા. તે પછી સુદર્શનાએ ઉદ્ધાર કરાવ્યો. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે –
વૈતાઢ્ય પર્વત પર રથનુપુર ચક્રવાલ નામના નગરમાં વિજયરથ નામે રાજા હતો તેની વિજયમાલા નામે રાણી હતી. તેમની વિજયા નામે પુત્રી હતી. તે તીર્થોને વંદન કરવા ચાલી, તેવામાં આગળ થઈને ઉતરતો એક સર્પ તેણીના જોવામાં આવ્યો એટલે સાથે આવનારા સૈનિકો અપશુકન સમજીને તે સર્પને મારવા લાગ્યા, એ જીવ વધને ન અટકાવતાં વિજયાએ તેની ઉપેક્ષા કરી. પછી શ્રી શાંતિનાથતીર્થમાં જઈને તેણીએ ભાવથી ભગવંતને વંદન કર્યું. ત્યાં યતનામાં એક નિષ્ઠ ચારિત્ર વાળી વિદ્યાચારણ સાધ્વી હતી. તેને વંદન કરીને વિજયા, જીવવધની પોતે ઉપેક્ષા કરી, તેથી પશ્ચતાપ કરવા લાગી, જેથી તેણે કંઈક તે કર્મને ક્ષીણ કર્યું. પછી પ્રાંતે