________________
શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર
133
શ્રી વિજયસિંહસૂરિ ચરિત્ર
દિર્શનમાત્રથી સંતુષ્ટ થયેલ અંબાદેવીએ જેમને ગુટિકા આપી હતી. ગુટિકાસિદ્ધ શ્રી વિજ્યસિંહસૂરિનું ચરિત્ર વચનમાં પણ શી રીતે આવી શકે ? વૃદ્ધ અને પંડિતોના વચન સાંભળતાં તેને બરાબર સ્મૃતિમાં રાખવા સાવધાન એવો હું અષ્ટ મહાસિદ્ધિના નિધાન એવા તે સૂરિનું કિંચિત્ ચરિત્ર કહીશ. - રેવાનદીના કિનારા પર અથાવબોધ નામે તીર્થ જયવંત વર્તે છે. ત્યાં એ ગુરુ બિરાજમાન હતા એટલે પ્રથમ એ તીર્થનો વૃત્તાંત કહેવામાં આવે છે.
પૂર્વે મેરૂપર્વતના શિખર સમાન ઉન્નત કિલ્લાથી સુશોભિત અને સમસ્ત નગરોના મુગટ તુલ્ય એવું શ્રીપુર નામે નગર હતું. તેના બાહ્ય ઉદ્યાનમાં બીજા તીર્થકર શ્રીમાનું અજિતસ્વામી સમવસર્યા. ત્યારથી પ્રથમ તે તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. પછી ઘણો કાળ વ્યતિત થતાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી ત્યાં પધાર્યા. એટલે તે ઉદ્યાન એવા નામથી વિખ્યાત થયું. ફરી તે ક્ષીણ થઈ ગયું. એવામાં ભૃગુ નામના મહર્ષિએ તેનો ઉદ્ધાર કર્યો, તેથી ભૃગુપુર સરસ્વતી પીઠ એવા નામથી તે પ્રખ્યાત થયું. ત્યાં શત્રુરૂપ પતંગગણને દીપક સમાન અને કલિકાળના કલુષિત તામસ ભાવને દૂર કરવામાં પ્રવીણ એવો જિતશત્રુ નામે એક સમર્થ રાજા થયો કે જેની કીર્તિરૂપ વંશનટી, ત્રણ જગતરૂપ સભ્યો આગળ, ચંદ્રસૂર્યના કિરણરૂપ દોરડાના વિસ્તારયુક્ત એવા મેરૂ ગિરીચન્દ્રરૂપ વાંસપર નૃત્ય કરતી હતી.
એકવાર બ્રાહ્મણોના આદેશથી તે જિતશત્રુ રાજાએ પ૯૭ બકરા યજ્ઞમાં હોમ્યા. અંતિમ દિવસે તે બ્રાહ્મણો એક સારા (પટ્ટ) અશ્વને હોમવા માટે લઈ આવ્યા. ત્યાં રેવા નદીના દર્શનથી તે અશ્વને પૂર્વભવનું સ્મરણ થયું.
એવામાં તે અશ્વને પોતાનો પૂર્વભવનો મિત્ર જાણી શ્રી મુનિસુવ્રત સ્વામી ભ. એક રાત્રિમાં એકસોવીશ ગાઉ ઓળંગી, રસ્તામાં સિદ્ધપુરમાં ક્ષણભર વિશ્રાંતિ લઈ, પ્રતિષ્ઠાન નામના નગરથી ભૃગુપુરમાં પધાર્યા અને ત્રીસ હજાર મુનિઓથી પરિવરેલા પ્રભુ કોરિંટક નામના બાહ્ય ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષ નીચે સમવસર્યા. તેમને સર્વજ્ઞ સમજીને પેલા અશ્વ સહિત રાજા ત્યાં આવ્યો અને તેણે યજ્ઞનું ફળ પૂછયું. એટલે ભગવંત બોલ્યા
– “હે રાજનું, પ્રાણિવધથી નરકનું ફળ પ્રાપ્ત થાય છે.' એવામાં ભગવંતના દર્શનથી અશ્વના લોચનમાં આંસુ આવી ગયાં ત્યારે જિનેશ્વરે રાજા સમક્ષ તેને બોધ આપતાં જણાવ્યું કે – “હે અશ્વ ! તારો પૂર્વભવ સાંભળ અને હે સુજ્ઞ સાવધાન થઈને પ્રતિબોધ પામ.
પૂર્વે આ નગરમાં સમુદ્રદત્ત નામે જૈન વણિક હતો. તેને સાગરપૌત નામે મિથ્યાષ્ટિ મિત્ર હતો. સમુદ્રદત્તે તેને જીવદયા પ્રધાન જિનધર્મનો પ્રતિબોધ આપ્યો. જેથી તે બાર વ્રતધારી બની હળવે હળવે સુકૃતનું ભાજન થયો. એક વખતે પૂર્વકર્મના યોગે તને ક્ષય રોગ થયો, ત્યારે તેના સંબંધીઓ કહેવા લાગ્યા કે – “પોતાના ધર્મનો ત્યાગ કરવાથી તને ક્ષયરોગ થયો છે.' એમ સાંભળતા વ્યાધિગ્રસ્ત થયેલ સાગર પોતના ધર્મભાવમાં હાનિ થવા લાગી. અથવા તો પોતાના સ્વજનોના મીઠાં વચનોથી કોણ ન લોભાય ?