________________
શ્રી પ્રભાવક ચરિત્ર
‘શ્રાવકોની અને મુનિઓની દીક્ષા અને પ્રતિષ્ઠા, જિનબિંબોન તેમજ દેવતાઓની પ્રતિષ્ઠા અને ઉત્થાપના શાસ્ત્રમાં કહેલી વિધિને સમજીને કરવી જોઈએ. તેના માટે પાદલિપ્તાચાર્યે કૃપાને વશ થઈ નિર્વાણ કલિકા શાસ્ત્ર બનાવ્યું, તથા પ્રશ્નપ્રકાશ નામે જ્યોતિઃશાસ્ત્ર રચ્યું કારણ કે લાભાલાભાદિક પ્રશ્નોમાં સિદ્ધનો આદેશ પ્રવર્તે છે.
132
એક વખત પોતાનું આયુષ્ય અલ્પ જાણીને નાગાર્જુનની સાથે પાદલિપ્ત ગુરુ વિમલાચલ પર આવ્યા અને ત્યાં તેમણે શ્રીયુગાદીશને વંદન કર્યું, પછી સમસંવેગના નિધાન એવા તેઓ સિદ્ધક્ષેત્રના શિખર પર સિદ્ધશિલા સમાન એક શ્રેષ્ઠ શિલા આગળ ગયા. ત્યાં આદર પૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્રમા સમાન નિર્મળ, ધર્મધ્યાનરૂપ જળથી રાગાદિક અગ્નિને શમાવતા; મન, વચન અને કાયાની ચેષ્ટાઓને સર્વ પ્રકારે અટકાવી, ધ્યાનથી પોતાના અંતઃકરણની સ્થિતિને સ્થિર અને સમાન કરી, બત્રીસ દિવસ સુધી મનને ધ્યાનલીન રાખી, જીર્ણ ઝુંપડી સમાન દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય એવા શ્રીપાદલિપ્તસૂરિ બીજા દેવલોકમાં ઇન્દ્ર—સામાનિક દેવતા થયા.
આ ચરિત્રની અંદર યોનિપ્રામૃતશ્રુતમાં પ્રવીણ એવા શ્રીરૂદ્રદેવસૂરિ, નિમિત્ત વિદ્યામાં પ્રવીણ શ્રીશ્રમણસિંહસુરિ, વિદ્યાસિદ્ધ શ્રીઆર્યખપુટાચાર્ય તથા અતિશય પ્રસિદ્ધ અને સિદ્ધોપાધ્યાય શ્રીમહેન્દ્રઋષિ આ ચાર અસાધારણ વિદ્યાસિદ્ધ ઋષિઓના ચરિત્ર શ્રીપાદલિપ્તસૂરિના ચરિત્ર સાથે મેં વર્ણવ્યા. અહીં અજ્ઞાનથી જે કંઈ શેષ ચરિત્ર રહી ગયું હોય, તે ચરિત્રજ્ઞાતા પુરૂષો ક્ષમા કરો.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટરૂપ સરોવ૨માં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચાર પર લેતા અને શ્રીપ્રદ્યુમ્નમુનીન્દ્રે સુધારીને શુદ્ધ કરેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીપાદલિપ્તસૂરિના ચરિત્રરૂપ આ પાંચમું શિખર થયું.
પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ ક્ષેત્રમાં ચ૨વા (સંચરવા) થી અત્યંત તૃપ્ત થતાં મસ્ત થયેલ અને તેથી કુપંથે ગમન કરતી મારી વાણીરૂપ ગાયને શ્રીપ્રદ્યુમ્નસૂરિ રૂપ ગોવાળે અટકાવીને વશ રાખી.