________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
131
ત્યારે ભોગવતી બોલી – “એ કળા પણ તેમનામાં અવશ્ય સંભવે છે, કારણ કે જૈન મહર્ષિઓ દેવોની જેમ અતુલ્ય પ્રભાવવાળા હોય છે.
એ કૌતુક જોવાની ખાતર જ રાજાએ કૃષ્ણ રાજાને પૂછાવીને પાદલિપ્તસૂરીને માનખેટ નગરથી ત્યાં બોલાવ્યા. એટલે તે જૈનાચાર્ય આવ્યા અને બહારના ઉદ્યાનમાં ઉતર્યા તેમના આગમનના સમાચાર વિદ્વાનું બૃહસ્પતિના જાણવામાં આવતાં તેણે તેમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો, પછી તેણે એક ચાલાક પુરૂષને ઓગળેલ ધૃતથી રૂપાની કટોરી ભરીને મોકલી.એટલે તેણે આવીને તે આચાર્યની આગળ મૂકી ત્યારે સૂરિએ ધારિણી વિદ્યાના બળથી તેમાં સોય ભરાવીને ઉભી રાખી દીધી અને તે કટોરી આવેલ પુરૂષ મારફતે પાછી મોકલાવી તે જોતાં બૃહસ્પતિ ભારે ખેદ પામ્યો.
પછી રાજાએ સન્મુખ આવીને તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો અને ત્યાં ગુરુ મહારાજને ઉતરવા માટે તેણે એક સારું મકાન આપ્યું. સૂરિજી ત્યાં રાજાની સમક્ષ તરંગલોલા નામની અભિનવ કથા કહેવા લાગ્યા ત્યાં પાંચાલ નામે કવિ હતો. ગુરનું સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી ગઈ. તેણે આચાર્યની કથા વખાણી નહિ, પણ તેમાં ઉલટું દૂષણ બતાવ્યું, કારણકે ગર્દભના મુખમાંથી શાંતિજળ શું? કદિ નીકળે વળી પ્રસંગોપાત તેણે જણાવ્યું કે : – મારા ગ્રંથોમાંથી અર્થબિંદુ ચોરીને એમણે કથા નહિ, પણ કંથા (ગોદડી) રચી છે કારણ કે એનું વચન સદા બાળ, ગોપાળ અને અંગનાઓને આનંદ આપે તેવું છે. તે પ્રાકૃત (સામાન્ય) વચન વિદ્વાનોના ચિત્તને રમાડે તેવું નથી તેવાને ઉચિત એવી તેની કથાને ભોગવતી જેવા જ વખાણે છે.
હવે એકવાર પાદલિપ્ત સૂરિએ કપટથી પોતાનું મરણ બતાવ્યું, એટલે હા હા ના પોકાર પૂર્વક ઘણા લોકો ત્યાં ભેગા થયા અને શિબિકામાં ગુરુના શરીરને પધરાવી વાંજિત્રોના નાદ સાથે વહન કરતા, તે જેટલામાં પાંચાલ કવિના ભવન પાસે આવ્યા, તેવામાં ઘરથી બહાર નીકળીને તે ભારે શોક બતાવતો કહેવા લાગ્યો કે : હા ! હા ! મહાસિદ્ધિના પાત્ર એવા આચાર્ય સ્વર્ગે ચાલ્યા ગયા. સત્પાત્રમાં અને સત્યવચનીમાં અદેખાઈ લાવનાર અને દૃષ્ટિને રક્ત કરનાર મારા જેવાને એ પાપથી મુક્તિ મળે તેમ નથી કારણકે રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન એ આચાર્યના ગુણોથી, મત્સર લાવનાર અને સંતોષ પામતા નથી. વળી પોતાનો પશ્ચાત્તાપ પ્રગટ કરતાં તેણે જણાવ્યું કે :
“सीसं कहवि न फुटूं, जमस्स पालित्त यं हरंतस्स ।
નિસ મુનિફ્ફારો, તાંજાનોતા ન ગૂઢા” છે ? | ‘પાદલિપ્તનું હરણ કરનાર એવા યમનું મસ્તક કેમ ફુટી ન પડ્યું કે જેના મુખરૂપ ઝરણામાંથી તરંગલોલા (કથા) રૂપ નદી પ્રગટ થઈ.”
એવામાં ‘પાંચાલના સત્ય વચનથી હું જીવતો થયો’ એમ બોલતા આચાર્ય લોકોના હર્ષનાદ સાથે ઉભા થયા. પછી ગુણવંતપર મત્સર લાવનાર એવા પાંચાલને, રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કાર પૂર્વક લોકોએ નગર બહાર કાઢ્યો. ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં મદરહિત એવા પાદલિપ્ત ગુરુએ સન્માનપૂર્વક તેને બચાવ્યો.