________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
12s
લેવાને સમર્થ થશે.” પછી શ્રી સંઘે તે પ્રમાણે કર્યું ત્યારે ગુરુએ તેમને પાટલીપુત્ર નગરે જવાની આજ્ઞા આપતાં તેઓ બે કણેરની સોટી મંત્રીને સાથે લેતા ગયા, તેમણે આવીને રાજાને કહ્યું કે – ‘તમારી આજ્ઞા અમને પ્રમાણ છે, પરંતુ જ્યોતિષીઓએ તે મુહૂર્ત જોવું જોઈએ કે જે ભવિષ્યમાં શુભકારી બને.”
એમ મહેન્દ્રમુનિનું વચન સાંભળતાં રાજાના મનમાં ગર્વ આવી ગયો કે – “અહો ! આવા અપૂર્વ કાર્યમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?'
પછી જયોતિષીઓએ પોતપોતાની બુદ્ધિના અનુસારે મુહૂર્ત કહાડ્યું, એટલે શ્રાવકો તથા મહેન્દ્રમુનિ સભામાં આવ્યા. તે વખતે ગાદી, તકીયા જેમાં બિછાવેલા છે એવા આશ્ચર્યકારી સિંહાસન ઉપર યાજ્ઞિકો, દીક્ષિત, વેદોપાધ્યાયો, હોમ કરનારા, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારા, યજમાનો સ્માર્ત ગોર, કે જેઓ ગંગાની માટીના તિલક તથા ચંદનના લેપથી પવિત્ર બનેલા ઉપવીત (જનોઈ) થી અલંકૃત તથા રંગેલા અને ધોયેલ ધોતી પહેરીને બેઠેલા તે મહેન્દ્ર મહર્ષિના જોવામાં આવ્યા. એટલે મુનિ બોલ્યા – ‘હે રાજન્ ! આ કામ અમને અપૂર્વ લાગે છે. પ્રથમ પૂર્વાભિમુખ બેઠેલાને નમસ્કાર કરીએ કે પશ્ચિમાભિમુખ બેઠેલાને નમીએ ?' એમ બોલતાં તેમણે પોતાના હાથથી કણેરની સોટી સામે બેઠેલાની પાછળ ફરી અને તેમની પીઠ પર ફેરવી. એવામાં તે બધા નિશ્રેષ્ઠ અને મૃતતુલ્ય બનીને જમીન પર આળોટવા લાગ્યા. તે જોતાં પ્રભાતના ચંદ્રમાની - જેમ રાજાનું મુખ શ્યામ થઈ ગયું, અને તેમના દયાપાત્ર સંબંધીઓ બધા આવી નામ લઈને તેમને બોલવવા લાગ્યા, પણ અચેતન (બેભાન) હોય તે કેમ બોલે? ત્યાં સ્વજનો બધા આકંદ લાગ્યા કે – “અરે ! આપણું દુષ્કર્મ આજે ફળ્યું' વળી કેટલાક એમ કહેવા લાગ્યા કે – “અહો ! જૈનઋષિઓનો નમસ્કાર તો આવો પૂર્વે કયાંય જોયેલ કે સાંભળેલ પણ નથી. આ તો રાજારૂપે દર્શનોનો કાળ નીવડ્યો, પુસ્તકો કે પુરાણો માં આવી કથા પણ ક્યાંય સાંભળવામાં આવી નથી.
આથી પશ્ચાત્તાપ પામેલ રાજા સિંહાસન પરથી ઉઠી, ધીર પુરુષોમાં ધુરંધર એવા મહેન્દ્ર ઋષિના પગે ઢળી પડ્યો અને કહેવા લાગ્યો કે —– “હે મહાવિદ્યાશાળી ! અમારું રક્ષણ કરો અને મારા પર પ્રસાદ લાવીને મારો આ એક અપરાધ ક્ષમા કરો કારણ કે સંત પુરુષો નમ્રજન ઉપર વાત્સલ્યવાળા હોય છે. જેમના સંબંધી અને સ્ત્રીઓ રુદન કરી રહ્યાં છે એવા આ બ્રાહ્મણોને જીવાડો. સુજ્ઞ છતાં તમારા માહાભ્યનો પાર કોણ પામી શકે ?”
એ પ્રમાણે સાંભળતાં યતીંદ્ર મહેન્દ્રમુનિ બોલ્યા – “પોતાની શક્તિને ન જાણનાર હે રાજાધીશ ! આ તને મિથ્યા મંદાગ્રહ કેવો લાગ્યો ? જો કે આનંદ અને જ્ઞાન સ્વરૂપ જિનેશ્વરો મોક્ષપદને પામ્યા છે, તો પણ અહો ! તેમના અધિષ્ઠાયકો સદા જાગ્રત હોય છે. એક સામાન્ય પણ કયો પુરુષ આવી વિડંબનાને સહન કરે ? કે મહાવ્રતધારી મુનિઓ ગૃહસ્થ બ્રાહ્મણોને પ્રણામ કરે ? તારા અન્યાયથી કોપાયમાન થયેલા દેવતાઓએ આ બ્રાહ્મણોને શિક્ષા કરી છે તેમાં મેં કંઈપણ પ્રકોપ કરેલ નથી, કારણ કે મારા જેવાનું તો શમ–ક્ષમા એ જ ભૂષણ છે.”
ત્યારે રાજાએ પુનઃ વધારે આગ્રહથી કહ્યું કે – “હે ભગવન્! તમે જ મારા દેવ, ગુરુ, પિતા, માતા અને શરણરૂપ છો. વિશેષ કહેવાથી શું ? હે જીવોના જીવન રૂપ ! અમને જીવાડવાની કરણા કરો.