________________
i24.
શ્રી પ્રભાવક ચરિત્ર
એવામાં ભરૂચ નગરથી બે મુનિ આવ્યા. તેમણે આચાર્યને વંદન કરીને નિવેદન કર્યું છે કે – “હે ભગવાન્ ! શ્રી સંઘે અમને તમારી પાસે મોકલ્યા છે. આપના ભાણેજ શિષ્ય બળાત્કારથી તે કવળી ઉઘાડી અને તેમાંથી એક પત્ર કહાડીને અટકાવ્યા છતાં તેણે તે વાંચ્યું. એટલે તેમાંથી પાઠસિદ્ધ આકૃષ્ટિ–મહાવિદ્યા તેને પ્રાપ્ત થઈ. તે વિદ્યાના પ્રભાવથી શ્રેષ્ઠ આહાર લાવીને તેનો ગૃદ્ધિપૂર્વક સ્વાદ લેવા માંડ્યો. ત્યારે વિરોએ તેને શિખામણ આપી, ત્યારે ક્રોધથી તે પોતે બૌદ્ધ સાધુઓ પાસે ચાલ્યો ગયો છે. તે ભોજનમાં અત્યંત આસક્ત અને પોતાની વિદ્યાથી ભારે ગર્વિષ્ઠ બન્યો છે. વિદ્યાના પ્રભાવથી આકાશમાર્ગે ગયેલા પાત્રો બૌદ્ધ ઉપાસકોના ઘરથી આહારથી ભરાઈ આવે છે. તે પાત્રોની આગળ એક મોટું પાત્ર શ્રાવકોના ઘરે જાય છે તેને શ્રેષ્ઠ આસન પર સ્થાપન કરીને અન્ય પાત્રોથી ભરવામાં આવે છે. આ પ્રભાવ જોઈને શ્રાવકો પણ તેના પ્રત્યે આદર બતાવવા લાગ્યા છે તો હે પ્રભો ! આપ ત્યાં સત્વર આવીને એ શાસનની થતી હીલનાને અટકાવો.’ . એ વૃત્તાંત સાંભળીને આર્યખપુટાચાર્ય ગુડશસ્ત્ર નગરથી ભૃગુકચ્છમાં આવ્યા, પછી ભુવન શિષ્ય જયારે પાત્રો શ્રાવકોના ઘરે મોકલ્યા, ત્યારે આચાર્યે આકાશમાં અધવચ એક અદેશ્ય શિલા વિદુર્વા એટલે તે આવતા પાત્રો બધાં ભાંગીને ભૂકો થઈ ગયાં એ ચિન્હથી ગુરુને ત્યાં આવેલ જાણીને ભયભીત થયેલ તે શિષ્ય ભાગી ગયો પછી ગુરુ બૌદ્ધના મંદિરમાં ગયા. ત્યાં બૌદ્ધોએ તેમને બુદ્ધને નમસ્કાર કરવાનું કહ્યું એટલે આચાર્ય બોલ્યા કે – “હે વત્સ ! શુદ્ધોદનિસુત ! અભ્યાગત એવા મને વંદન કર, ત્યારે પ્રતિમા રૂપે રહેલ બુદ્ધ આવીને તેમના પગે પડ્યો. એ બુદ્ધ મંદિરના દ્વારપર બુદ્ધના સેવકની એક મૂર્તિ હતી, તેને આચાર્ય નમસ્કાર કરવાનું કહ્યું, એટલે તે પણ આવીને સૂરિના ચરણ-કમળમાં નમ્યો, પછી ગુરુએ તેને ઉઠવાનું કહ્યું, ત્યારે તે ઉઠતાં કંઈક અવનત રહ્યો અદ્યાપિ તે નિગ્રંથનમિત એવા નામથી તેવી જ સ્થિતિમાં છે. ગુરુના આદેશથી બુદ્ધસ્થાનમાં તે એક બાજુએ રહેલ છે.
હવે તેમનો મહેન્દ્ર નામે શિષ્ય મહાપ્રભાવી અને સિદ્ધ પ્રાભૃત વિદ્યામાં નિષ્ણાત હતો, તેનું ચરિત્ર કહેવામાં આવે છે –
અમરાવતી સમાન પાટલીપુત્ર નામે નગર છે ત્યાં મિથ્યાષ્ટિ અને તુચ્છબુદ્ધિ એવો દાહડ- નામે રાજા હતો, કે જે દર્શનો (ધર્મો)ના વ્યવહારનો લોપ કરતાં પ્રમોદ પામતો. તે બૌદ્ધોને નગ્ન અને શૈવોને જટા રહિત કરતો, વૈષ્ણવો પાસે વિષ્ણુપૂજાનો ત્યાગ કરાવતો, કૌલમતને ચોટલી રાખવાની આજ્ઞા કરતો, નાસ્તિકોના શિરે આસ્તિકતા સ્થાપતો, તે પાપાત્મા જૈન મુનિઓને બ્રાહ્મણોને પ્રણામ કરવાની અને બ્રાહ્મણોને મદિરાપાનની આજ્ઞા કરતો. એમ ધર્મને લોપનાર તે રાજાએ સર્વ દર્શનીઓને આજ્ઞા આપી, “એ આજ્ઞાનો ભંગ કરનાર પ્રાણાંત દંડ પામશે” એવો આદેશ પણ તેણે ફરમાવી દીધો. અહીં કોઈનો ઉપાય શું ચાલી શકે ? વળી એ રાજાએ નગરમાં વસતા શ્રી સંઘને હુકમ કર્યો કે ‘તમારે પવિત્ર બ્રાહ્મણોને હંમેશાં નમસ્કાર કરવો, નહિ તો તમારો વધ કરવામાં આવશે.ધન અને પ્રાણાદિકના લોભે કેટલાક લોકોએ આ તેનું વચન માની લીધું, પરંતુ ત્યાગી જૈન મુનિઓ વિચાર કરવા લાગ્યા કે – ‘દેહનો ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુ:ખ થવાનું નથી, પણ શાસનની હીલનાથી આપણું હૃદય બહુ દૂભાય છે. કારણ કે વિનશ્વર દેહ પર મોહ કેવો ?” એમ ધારીને ગુરુ કહેવા લાગ્યા – ‘શ્રી આર્યખપુટાચાર્યના મહેન્દ્ર નામે મુખ્ય શિષ્ય સિદ્ધપ્રાભૃત વિદ્યાથી અલંકૃત છે, માટે શ્રી સંઘભૃગુક્ષેત્રમાં બે ગીતાર્થ સ્થવિર મુનિને મોકલે. એટલે આ બાબતમાં તેઓ પ્રતીકાર