________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
123
{ થવા,
ભયથી રક્ષણ કરી રહ્યા છે. ત્યાં ઇન્દ્ર સમાન તેજસ્વી એવો બલમિત્ર નામે રાજા કે જે કાલિકાચાર્યનો ભાણેજ અને સ્થિર લક્ષ્મીના એક ધામરૂપ હતો, ત્યાં ભવવનમાં ભમતા ભવ્યજનોને વિશ્રામની એક ભૂમિરૂપ અને વિધાથી વિખ્યાત થયેલા એવા શ્રીઆખપુટાચાર્ય બિરાજમાન હતા તેમનો ભુવન નામે ભાણેજ શિષ્ય હતો કે જે પ્રાજ્ઞ સાંભળવા માત્રથી સર્વ પ્રકારની વિદ્યા ગ્રહણ કરી શકતો હતો ત્યાં સૂર્ય સમાન આચાર્ય મહારાજે સંઘ સમક્ષ વાદમાં બૌદ્ધોને પરાજિત કરીને તેમના મતરૂપ અંધકારથી જિનશાસનને વિમુક્ત કર્યું.
એવામાં બહુકર નામે બૌદ્ધાચાર્ય, જિનશાસનને જીતવાની ઇચ્છાથી ગુડશસ્ત્ર નગરથી ત્યાં આવ્યો. પૂર્વે ગોળના પિંડોથી શત્રુનું સૈન્ય ભગ્ન થયું હતું, તેથી ગુડશસ્ત્ર એવા નામથી તે સર્વત્ર પ્રસિદ્ધ થયું પછી સર્વ પદાર્થોને અનિત્ય જણાવનાર એવા તે બૌદ્ધાચાર્યને ચતુરંગ સભા સમક્ષ સ્યાદ્વાદના તત્ત્વને નિરૂપણ કરનાર જૈનાચાર્યના શિષ્ય જીતી લીધો.એટલે કયાં પણ જવાને માટે અસમર્થ અને હૃદયમાં ક્રોધથી ધમધમાયમાન એવા તે બૌદ્ધાચાર્યે કોપાવેશથી અનશન કર્યું અને મરણ પામીને તે યક્ષ થયો, આથી જૈન શ્વેતાંબર સાધુઓ પર કોપાયમાન થયેલ તે પોતાના સ્થાનમાં આવીને મુનિઓની અવજ્ઞા કરતો તથા તેમને ઉપસર્ગ કરવા લાગ્યો એટલે તે નગરના શ્રી સંઘે શ્રીઆયખપુટાચાર્યની પાસે બે મુનિઓ મોકલીને યક્ષના પરાભવની વાત નિવેદન કરી, ત્યારે પોતાના ભાણેજ ભુવન મુનિને તેમણે શિક્ષા આપતાં જણાવ્યું કે – “હે વત્સ ! કૌતુક થકી પણ આ કવળીને તું કદી ઉઘાડીને જોઈશ નહિ.' એમ કહીને તે ચાલ્યા ગયા. આ પછી ત્યાં નગરમાં આવતાં તે યક્ષમંદિરમાં આચાર્ય મહારાજ તેના કાન પર પગ મૂકીને પોતે સુઈ ગયા. એવામાં યક્ષનો પૂજારી આવ્યો, તેણે એ બનાવ જોઈને રાજાને નિવેદન કર્યું, ત્યારે રાજા તેમના પર કોપાયમાન થયો. અહીં ચોતરફ વસ્ત્ર બરાબર લપેટીને આચાર્ય સુતા હતા. ત્યાં રાજાએ પોતાના માણસો મોકલીને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરાવ્યો, પણ તે તો પટથી આચ્છાદિત હોવાથી જાગ્યા જ નહિ એટલે તેમણે એ વૃત્તાંત આવીને રાજાને જણાવ્યો, જે સાંભળતાં તે અધિક કોપાયમાન થઈને કહેવા લાગ્યો – “એને પત્થર અને લાકડીથી ખુબ માર મારો.” ત્યારે રાજસેવકોએ તે પ્રમાણે કર્યું, પણ આચાર્યને તો મારની કંઈ ખબર જ ન પડી. એવામાં તરત નગર અને અંતઃપુરમાં કોલાહલ જાગ્યો અને કંચુકીઓ પોકાર કરતા, રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે – “હે સ્વામિન્ ! અમારું રક્ષણ કરો. પત્થર અને લાકડીથી કરેલા અદષ્ટ પ્રહારોથી કોઈએ સમસ્ત અંતઃપુરને જર્જરિત કરી નાખેલ છે.” એમ સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યા કે – “આ અવશ્ય કોઈ વિદ્યાસિદ્ધ પુરષ છે. તેથી પ્રહારો અંતઃપુરમાં ચલાવે છે અને પોતાનો બચાવ કરે છે, માટે એ મારે માનનીય છે.” એમ ધારી અધિષ્ઠાયક દેવની જેમ રાજાએ મધુર વચનથી આચાર્યને શાંત કર્યા, ત્યારે કપટનાટક બતાવતા આયખપુટાચાર્ય જાગ્રત થઈને ઉઠ્યા. જમીન સુધી મસ્તક નમાવીને રાજાએ તેમને નમસ્કાર કર્યા.
પછી આચાર્યે યક્ષને કહ્યું કે – “હે યક્ષ ! તું મારી સાથે ચાલ.' ત્યારે તે સાથે ચાલ્યો અને તેની પાછળ પાછળ બીજી પણ દેવમૂર્તિઓ આવવા લાગી. વળી એક હજાર પુરુષો ચલાવી શકે એવી પત્થરની ત્યાં બે કુંડી પડી હતી, તેને પણ ગુરુએ પોતાની પાછળ ચલાવી, એવી રીતે કૌતુકથી તેમનો પ્રવેશોત્સવ થયો. એમ આચાર્યના અદ્દભુત પ્રભાવને જોઈ રાજા અને લોકો પણ જિનશાસનના ભક્ત થયા, જેથી શાસનનો મહિમા વૃદ્ધિ પામ્યો. છેવટે રાજાની વિનંતિથી શાંત થયેલા સૂરિએ યક્ષને તેના સ્થાને મોકલ્યો અને બે કુંડી ત્યાં જ રહેવા દીધી.