________________
શ્રી કાલકસૂરિ ચરિત્ર
હવે અહીં વસ્ત્રથી વીંટાયેલા રત્નની જેમ ગુપ્ત સ્વરૂપે કાલકસૂરિ યતિઓના ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં સાગરસૂરિ નામે તેના પ્રશિષ્ય આગમનો ઉપદેશ આપતા હતા. તેણે અભ્યુત્થાનાદિકથી આચાર્યનો વિનય ન સાચવ્યો, એટલે ઇરિયાવહી પ્રતિક્રમીને ઉપાશ્રયના કોઈ શૂન્ય ખુણામાં પરમેષ્ઠિમંત્રનો જાપ કરતા તે નિઃસંગપણે બેસી રહ્યા. એવામાં દેશના પછી તે સાગરસૂરિ ફરતા ફરતા ગુરુ પાસે આવીને કહેવા લાગ્યા ‘હે વૃદ્ધ તપોનિધિ ! આદરપૂર્વક કંઈક સંદેહ પૂછો.' ત્યારે ગુરુ બોલ્યા — - ‘વૃદ્ધપણાને લીધે હું અન્નપ્રાય થઈ ગયો છું. તેથી તારું વચન સમજી શકતો નથી; તથાપિ કંઈક પૂછું છું. પણ સંશય કરવાને હું અસમર્થ છું.' એમ બોલતાં જાણે સુગમ હોય, તેમ દુર્ગમ અષ્ટપુષ્પી પૂછી એટલે તેણે અનાદર પૂર્વક ગર્વથકી યત્કિંચિત્ વ્યાખ્યા કરી.
—
—
115
પછી કેટલાક દિવસ જતાં તે મુનિઓ ઉપાશ્રયમાં આવ્યા. એટલે સાગર સૂરિએ અભ્યુત્થાનાદિકથી તેમનો વિનય કર્યો. ત્યારે તેમણે કહ્યું કે ‘અહીં ગુરુ મહારાજ અમારી અગાઉ આવેલા છે.’
તેમણે કહ્યું
=
‘એક વૃદ્ધ વિના અહીં કોઈ આવેલ નથી.’
એવામાં ગુરુના આવતા મુનિઓએ અભ્યુત્થાનાદિકથી તેમનો વિનય કર્યો. તે જોતાં સાગરસૂરિ લજિજત થઈ ગયા અને ગુરુને ચરણે લાગીને તેમણે ખમાવ્યા તથા મુનિઓએ પણ ગુરુને ખમાવ્યા. એટલે મુનિઓને શિક્ષા આપીને ગુરુ સાગરસૂરિને આ પ્રમાણે બોધ આપવા લાગ્યા કે ‘હે વત્સ ! રેતીથી ભરેલ કોઠાર • સ્થાને સ્થાને ખાલી કરતાં જેમ તે ન્યુન થતું આવે, એ દૃષ્ટાંત અહીં સમજી લે, શ્રી સુધર્માસ્વામી, જંબુસ્વામી તેમજ અન્ય શ્રુતકેવળીઓ છ સ્થાને પતિત થતાં તે શ્રુતમાં હીનપણાને પામ્યા તેમની પાછળ થનાર આચાર્યોમાં પણ શ્રુત અનુક્રમે અધિક અધિક હીન થતું ગયું. જેવું અમારા ગુરુમાં શ્રુત હતું પ્રભારહિત એવા મારામાં તેવું નથી, જેવું મારામાં છે, તેવું તારા ગુરુમાં નિહ અને તારા ગુરુ જેટલું શ્રુત તારામાં નહિ. માટે હે વત્સ ! સર્વ રીતે અનર્થકારી એવા ગર્વનો તું સર્વથા ત્યાગ કર.'
એવામાં સાગરસૂરિએ અષ્ટપુષ્પીનો વિચાર પૂછ્યો. એટલે ગુરુ કહેવા લાગ્યા ‘અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, રાગદ્વેષનો ત્યાગ, ધર્મધ્યાન, અને શુકલધ્યાન—એ અષ્ટ પુષ્પોથી આત્માનું અર્ચન કરતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.'
એ પ્રમાણે સાગરસૂરિને શિક્ષા આપી તેને માર્દવગુણ યુક્ત બનાવ્યા, પછી સંગરહિત અને પવિત્રમતિ એવા ગુરુએ અન્યત્ર વિહાર કર્યો. શ્રી આર્યરક્ષિતની કથા પ્રમાણે ઇન્દ્રના પ્રશ્નાદિક તે શ્રી સીમંધરના નિગોદાખ્યાન પૂર્વ થકી જાણી લેવા. શ્રી જિનશાસનરૂપ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં કચ્છપરૂપ અને શમાદિક ગુણના નિધાન એવા શ્રી કાલકસૂરિ પ્રાંતે સમાધિપૂર્વક કાળ કરીને સ્વર્ગે ગયા.
શ્રુતસાગરથી પ્રવર્તેલ, સત્ય પ્રભાવને બતાવનાર એવું, શ્રીમાન્ સંયમનિધાન કાલકસૂરિનું ચરિત્ર, પોતાના ગુરુમુખથી સાંભળીને મેં યથામતિ રચ્યું, એ શ્રી સંઘના અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર અને કલ્યાણલક્ષ્મીને આપનાર થાઓ. વિબુધ જનો તેને વાંચો અને કોટી વર્ષો પર્યંત તે જયવંત વર્તો.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી કાલકસૂરિના ચરિત્રરૂપ ચતુર્થ શિખર થયું.