________________
શ્રી કાલકસૂરિ ચરિત્ર
li
સત્કાર પામેલા શ્રી કાલકસૂરિ તે દેશમાં વિચરવા લાગ્યા.
હવે લાટ દેશના લલાટના તિલક સમાન એવું ભૃગુકચ્છ (ભરૂચ) નામે નગર છે. ત્યાં બલમિત્ર નામે રાજા હતો. ભાનુમિત્ર નામે તેનો મોટો ભાઈ કે જે કાલકસૂરિનો ભાણેજ હતો. તે બંનેની ભાનુશ્રી નામે બહેન હતી અને તેનો બલભાનુ નામે પુત્ર હતો. એક વખતે લોકોના મુખથી તેમણે કાલકાચાર્યનો વૃત્તાંત સાંભળ્યો એટલે સંતોષ પામીને તેમણે આચાર્ય મહારાજને બોલાવવા માટે પોતાના મંત્રીને મોકલ્યો. ત્યારે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા કરતા સૂરિ ભવ્યાત્માઓને પ્રતિબોધ પમાડવાને તે નગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા એટલે ગુરુનું આગમન જાણવામાં આવતાં રાજા બલમિત્ર તેમની પાસે આવ્યો અને ભારે ઉત્સવથી આનંદપૂર્વક તેણે ગુરુને નગરમાં પ્રવેશ કરાવ્યો ત્યાં પુષ્કારાવર્ત મેઘની જેમ સૂરિ પોતાના ઉપદેશામૃતથી ભવ્યાત્માઓને સિંચન કરતાં તેમના સમસ્ત તાપને દૂર કરવા લાગ્યા. વળી ત્યાં શકુનિકા તીર્થમાં બિરાજમાન શ્રીમુનિસુવ્રત સ્વામીને વંદન કરીને તેના ચરિત્ર-કથનથી તેમણે રાજાને પ્રતિબોધ પમાડ્યો.
એવામાં એકવાર તે રાજાનો પુરોહિત કે જે મિથ્યા કદાગ્રહમાં મસ્ત હતો અને કુવિકલ્પ તથા વિતંડાવાદ કરતો, તેને આચાર્યશ્રીએ વાદમાં જીતી લીધો. એટલે અનુકૂળ વૃત્તિથી આચાર્ય પાસે આવતાં તેણે દાંભિક ભક્તિથી સરલ સ્વભાવી રાજાને કહ્યું કે – “હે નાથ ! આ ગુરુમહારાજ તો જગતમાં દેવોની જેમ પૂજનીય છે, એમની પવિત્ર પાદુકા લોકોએ પોતાના મસ્તક પર ધારણ કરવી જોઈએ તો લોકો અને રાજાઓને હિતકારી વચન હું કંઈક નિવેદન કરવા માગું છું. તેથી જો તમને ગુરુ ઉપર ભક્તિ હોય, તો એક ચિત્તે સાંભળો - નગરમાં પ્રવેશ કરતાં ગુરુના ચરણો જે માર્ગમાં પ્રતિબિંબ થયા, તેને અન્ય સામાન્ય લોકો ઓળંગે છે, એ મોટું પાપ છે, અને તેમાં ધર્મ તો અત્યલ્પ છે, માટે હે મહામતિ ! એનો કાંઈ વિચાર કરો.”
આથી સરલ સ્વભાવને લીધે રાજાને પ્રતીતિ થતાં તે કહેવા લાગ્યો – “અહો ! આ તો મોટું સંકટ આવી પડ્યું. એ ગુરુ મહારાજ તો વિદ્વાન, તીર્થ રૂપ, સર્વને પૂજનીય અને મારા મામા રહ્યા, એટલે તેમને ચાતુર્માસ રાખીને હવે અન્ય સ્થાને મોકલી કેમ શકાય ?'
ત્યારે પુરોહિત બોલ્યો – “હે રાજન્ ! હું તને એવો માર્ગ બતાવીશ કે જેમાં તારું હિત અને સુખ સમાયેલું હોય. વળી તેમ કરવાથી તને ધર્મ અને યશ પ્રાપ્ત થશે તથા એ ગુરુ પોતે સુખે ચાલ્યા જશે. નગરમાં સર્વત્ર એવી ઘોષણા કરાવો કે – “રાજાની આજ્ઞાથી રાજપૂજિત ગુરુ મહારાજને શ્રેષ્ઠ આહાર વહોરાવવો. એટલે અનેષણાયુક્ત આધાકર્મી આહાર જોઇને તે પોતે ચાલ્યા જશે. અને તેથી તેને કોઈ પ્રકારનો અપવાદ લાગવાનો નથી.”
પુરોહિતનું એ દંભયુક્ત વચન સાંભળતાં રાજાએ કહ્યું – “ભલે એમ થાઓ.” એટલે પુરોહિતે સંકેત પ્રમાણે સમસ્ત નગરમાં ઘોષણા કરાવીને રાજાની આજ્ઞા ફરમાવી. આથી આધાકર્મી આહાર મળતાં મુનિઓએ ગુરુ મહારાજને કહ્યું કે – “હે ભગવનું ! સર્વત્ર મિષ્ટાન્ન આહારની જ પ્રાપ્તિ થાય છે.”
ત્યારે ગુરુ બોલ્યા - ‘આ ઉપસર્ગ વિરોધી તરફથી ઉપસ્થિત થયેલ લાગે છે. માટે સંયમનિર્વાહની ખાતર આપણે પ્રતિષ્ઠાન નગરમાં જઈએ. ત્યાં દઢ વ્રતધારી સાતવાહન રાજા જૈન છે.” પછી આચાર્ય મહારાજે ત્યાંના શ્રી સંઘ પાસે બે મુનિઓ મોકલ્યા; અને કહેવરાવ્યું કે – “અમે ત્યાં આવતાં શ્રી પર્યુષણ પર્વ કરવું.”
હવે મુનિઓ ત્યાં ગયા અને શ્રી સંઘે તેમને માન આપ્યું. એટલે તેમણે શ્રી ગુરનો સંદેશો સંઘને કહી