________________
શ્રી પ્રભાવક ચરિત્ર
ગર્દભિલ્લ રાજાએ પોતાની નગરીનો કિલ્લો સજ્જ ન કર્યો. તેણે ગઢના કાંગરાપર મોરચા ન માંડ્યા, તેના ખુણાઓ ૫૨ તોપો ન ગોઠવી, વિદ્યાધરીઓને આનંદ પમાડનાર તથા શત્રુઓને પરાસ્ત કરનાર એવા બાણો તૈયાર ન કર્યા, તેમજ નગરીના મુખ્ય દ્વારના કપાટ અને સુભટોને સજ્જ ન કર્યા. એવામાં પંતગસૈન્યની માફક પ્રાણીવર્ગને ભયંકર એવું શાખિ રાજાઓનું સમસ્ત સૈન્ય નગરીની નજીકમાં આવી પહોંચ્યું, છતાં ગર્દભી વિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલ અને અંદર રહેલ એવા ગર્દભિલ્લ રાજાએ પોતાનું સૈન્ય સજ્જ ન કર્યું.
112
એ બધી હકીકત ચરપુરુષોના મુખથી જાણવામાં આવતાં આચાર્યે મિત્ર રાજાને જણાવ્યું કે ‘આ બધું અસજ્જિત જોઈને તમે ઉદ્યમ મૂકી ન દેશો. કારણ કે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે એ ગર્દભીવિદ્યાની પૂજા કરે છે અને એકાગ્રમનથી એક હજારને આઠ જાપ કરે છે. એ જાપ પૂર્ણ થતાં તે વિદ્યા ગર્દભીરૂપે શબ્દ કરે છે, ઘોર ફૂત્કાર શબ્દને જે દ્વિપદ કે ચતુષ્પદ સાંભળે છે, તે મુખે ફીણ મૂકતાં મરણ પામે છે. માટે અઢી ગાઉની અંદર કોઈએ રહેવું નહિ અને પોતપોતાના સૈન્યસહિત રાજાઓએ છુટા છુટા આવાસ દઈને રહેવું.’ એમ સાંભળતાં બધા રાજાઓએ તે પ્રમાણે કર્યું. ત્યાં કાલકસૂરિએ દોઢસો શબ્દવેધી સુભટોને પોતાની પાસે રાખ્યા, જે લબ્ધલક્ષ અને સુરક્ષિત હતા. એવામાં શબ્દકાળે તેમણે બાણોથી ગર્દભીનું મુખ પૂરી દીધું જેથી તે એક ભાથા જેવું ભાસવા લાગ્યું. આથી કોપાયમાન થયેલ ગર્દભી ઇર્ષ્યાથી ગર્દભિલ્લના મસ્તકપર વિષ્ટા અને મૂત્ર કરી, પાદઘાતથી તેને મારીને તે અદૃશ્ય થઈ ગઈ. એટલે ‘આ હવે નિર્બળ છે' એમ શક રાજાઓને જણાવી સમસ્ત સૈન્ય લાવીને ગુરુએ કિલ્લામાં પ્રવેશ કર્યો. પછી સુભટોએ ગર્દભિલ્લને જમીન પર પાડી બાંધી લઈને તેમણે ગુરુની આગળ લાવી મૂક્યો ત્યારે ગુરુએ તેને કહ્યું કે ‘અરે ! દુષ્ટનૃપાધમ ! ચકલીને સિંચાણો ઉપાડી જાય તેમ તેં અતિવિનીત સાધ્વીનું અપહરણ કર્યું. તે કર્મરૂપ વૃક્ષનું આ તો હજી પુષ્પ છે, પરંતુ તેનું ફળ તો પરભવે તને નરક જ મળવાનું છે. માટે હજી પણ સમજીને શાંત થઈ તું કલ્યાણકારી પ્રાયશ્ચિત લઈ લે. તથા પરલોકની આરાધના કર કે જેથી તને મનોવાંછિત સુખ મળે', એમ સૂરિએ સમજાવ્યું છતાં ગર્દભિલ્લ મનમાં ભારે ભાયો. એટલે તેને મૂકી દેવામાં આવતાં તે ત્યાંથી અરણ્યમાં ચાલ્યો ગયો. ત્યાં ભ્રમણ કરતાં તેને વાઘે મારી નાખ્યો, જેથી મરણ પામીને તે દુષ્ટાત્મા દુર્ગતિમાં ગયો. તેવા સાધુ જનનો દ્રોહ કરનારને એવી ગતિ મળે, એ તો તે કર્મનું અલ્પ ફળ જ છે.
પછી આચાર્યના આદેશથી મિત્ર રાજા સ્વામી થયો અને બીજા શાખિ રાજાઓ પણ દેશ વહેંચીને રહ્યા. ગુરુ મહારાજે સરસ્વતી સાધ્વીને વ્રતમાં સ્થાપી એટલે તે આલોચના અને પ્રતિક્રમણ કરવાથી મૂળ ગુણને પામી. કારણ કે બળાત્કારથી સ્રીના વ્રતને ભાંગનાર પુરુષપર વિદ્યાદેવીઓ કોપાયમાન થાય છે. આથી રાવણ જેવો રાજા પણ સીતા પર બળાત્કાર કરી ન શકયો.
એવી રીતે શાસનની ઉન્નતિથી જિનશાસનની પ્રભાવના કરતા અને શાખિ રાજાઓને પ્રતિબોધ પમાડતા કાલકસૂરિ શોભવા લાગ્યા.
કેટલાક કાળ પછી શક રાજાઓના વંશને ઉચ્છેદીને શ્રી વિક્રમાદિત્ય રાજા સાર્વભૌમ સમાન થયો. સુવર્ણ પુરુષના ઉદયથી ઉત્કટ મહાસિદ્ધિને મેળવનાર તે રાજાએ પૃથ્વીને ઋણરહિત કરી અને પોતાનું સંવત્સર ચલાવ્યું, ત્યાર પછી એકસો પાંત્રીસ વરસ જતાં વિક્રમ રાજાના વંશને છેદીને શક રાજાઓએ પોતાનું સંવત્સર સ્થાપન કર્યું. એમ પ્રસંગને અનુસરીને કહી બતાવ્યું, હવે પ્રસ્તુત વાત કહેવામાં આવે છે. રાજાઓથી પૂજા