________________
શ્રી કાલકસૂરિ ચરિત્ર
કેટલાક દિવસ પછી તે એકલા ત્યાંથી ચાલી નીકળ્યા અને પશ્ચિમ દિશા તરફ ચાલતાં અનુક્રમે તે સિંધુ નદીના તીરે આવ્યા. ત્યાં શાખિ નામે દેશ અને શાખિ નામના રાજાઓ હતા, તે બીજા શક એવા નામથી ઓળખાતા છન્નુ રાજાઓ હતા. તેમાં એક રાજાધિરાજ કે જેને સાત લાખ અશ્વો હતા. વલી બીજા રાજાઓને પણ દશ દશ હજા૨ અશ્વો હતા. તેમાં એક માંડલિક કાલકસૂરિના જોવામાં આવ્યો કે જેને અનેક કૌતુક બતાવીને તેમણે તેનું મન વશ કરી લીધું. પછી સૂરિપરના વિશ્વાસથી તે રાજાએ તેમની સાથે મિત્રતા બાંધી, તેથી તેમના વિના તેને ચેન પડતું નહિ, એટલે વિનોદની વાતોથી તે સમય ગાળવા લાગ્યો.
111
એકવાર આચાર્ય સાથે સભામાં બેસીને મંડલેશ સુખે વાર્તાવિનોદ કરતો હતો, તેવામાં પ્રતિહારે વિનંતી કરીને રાજદુતને સભામાં મોકલ્યો તેણે આવીને કહ્યું કે — ‘પ્રાચીન રૂઢિ પ્રમાણે રાજશાસન સ્વીકારો; એટલે તેણે છરી લીધી અને વારંવાર મસ્તક પર ચડાવી, પોતે ઉભા થઈ તેમાંના વર્ણ મેળવીને તેણે વાંચી જોયા. આથી તેના મુખ પર શ્યામતા છવાઈ રહી, તેનું ચિત્ત ઉદાસ થઈ ગયું અને શબ્દરહિત આષાઢ માસના મેઘની જેમ તેનું શરીર શ્યામ બન્યું, જેથી તે બોલવાને પણ અસમર્થ થઈ ગયો. એટલે આશ્ચર્યથી આચાર્યે પૂછ્યું કે – ‘આ ભેટ આવતાં તો સ્વામીનો પ્રગટ પ્રસાદ જણાય છે, છતાં હર્ષને સ્થાને શોક શા માટે ?’
ત્યારે તે બોલ્યો ‘હે મિત્ર ! સ્વામીનો એ પ્રસાદ નથી, પણ પ્રકોપ છે. આ છરીથી શિર છેદીને મારે પોતે મોકલવાનું છે. એમ કરવાથી મારા વંશમાં પ્રભુત્વ રહે તેમ છે, નહિ તો રાજય અને દેશનો વિનાશ પાસે આવ્યો સમજવો. વળી આ છરીપર છન્નુનો અંક દેખાવાથી છન્નુ સામંતોપર રાજા કોપાયમાન થયો હોય, એમ હું માનું છું.'
પછી તે બધાં સામંતોને સૂરિએ ગુપ્ત રીતે ત્યાં બોલાવ્યા. તે બધા મળી નૌકાથી સિંધુ નદી ઉતરીને સૌરાષ્ટ્ર દેશની સરહદ પર આવ્યા. એવામાં તેમની ગતિને અટકાવનાર વર્ષાઋતુ આવી, તેથી છન્નુ ભાગમાં તે દેશ વેચીને તે ત્યાં રહ્યા. રાજ-હંસનો દ્રોહ કરનાર અને અનેક તલવા૨રૂપ તરંગયુક્ત એવી વાહિનીના (સૈન્ય કે નદી) સમુહની વૃદ્ધિ વડે શૂરવીર તે રાજાઓ સૈન્યને ભેદી નાંખનારા ધનુષ્યોથી ઉલ્લાસવાળા અને જલદી જવાની ઈચ્છાવળા હોવા છતાં બળવાન શત્રુ જેવા મેઘથી ઘેરાયા.
બલિષ્ઠ શત્રુની જેમ મેઘથી ઉપસ્થિત થયેલ ઉગ્ર ઉપસર્ગને પસાર કરી, કમળ–મુખને વિકાસ પમાડનાર મિત્ર–સૂર્યની જેમ શરદઋતુ આવી એટલે પરિપકવ વચનરૂપ શાલિ (ધાન્ય વિશેષ) યુક્ત, સર્વ રીતે પ્રસન્નતાં દર્શાવનાર એવી શરદઋતુ એક ધીમાનની જેમ તે રાજાઓને આનંદકારી થઈ પડી. ત્યારે આચાર્યે મિત્ર રાજાને પ્રયાણ કરવા માટે સ્પષ્ટપણે સૂચવ્યું એટલે રાજાએ જણાવ્યું — ‘હાલ આપણી પાસે શંબલ (માર્ગમાં ઉપયોગી ભાતું વિગેરે) નથી તેથી આપણે પાર પહોંચીએ શી રીતે ?’
એમ સાંભળતાં આચાર્ય એક કુંભારના ઘરે ગયા. ત્યાં તેમણે અગ્નિથી પાકતો ઇંટોનો નિંભાડો જોયો, ત્યાં અતુલ શક્તિ ધરાવનાર સૂરિએ આક્ષેપપૂર્વક કોઈ ચૂર્ણયુક્ત પોતાની કનિષ્ઠ અંગુલિનો નખ નાખ્યો. એટલે અગ્નિ બુઝાઈ જતાં તેમણે રાજાને કહ્યું કે — ‘હે સખે ! પ્રયાણ તથા વાહનને માટે સુવર્ણ વહેંચીને લઈ લ્યો' એ વચન માન્ય કરી, તેમણે સર્વત્ર ગજ, અશ્વાદિક સૈન્યના પૂજન પૂર્વક પ્રયાણ કર્યું. આગળ ચાલતાં પાંચાલ અને લાટ દેશના રાજાઓને સર્વ રીતે જીતીને શત્રુઓને દબાવતા તે શક રાજાઓ માલવ દેશની સરહદ ૫૨ આવી પહોંચ્યા. તે વખતે ‘શત્રુસૈન્ય આવે છે' એમ સાંભળ્યા છતાં વિદ્યા સામર્થ્યથી ગર્વિષ્ઠ બનેલ