________________
110
શ્રી પ્રભાવક ચરિત્ર
ગૃહસ્થ ધર્મ તે શ્રાવકના બાર વ્રતયુક્ત હોય છે, એ ધર્મ, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારથી સમસ્ત રીતે કલ્યાણકારી છે. સમ્યફ પ્રકારે એનું આરાધન કરવાથી મનુષ્યને કાલાંતરે એ મોક્ષદાયક થાય છે. એક જિનવચન પણ પ્રાણીને સંસારસાગરથી પાર પાડવા માટે નાવ સમાન થાય છે.”
ગુરુ મહારાજના મુખથી એ સાંભળતાં રાજકુમાર બોલ્યો – ‘હે ભગવન્! તમે દીક્ષાને સાક્ષાતુ નૌકા તુલ્ય બતાવી તે યોગ્ય છે. એનો આશ્રય લઈને હું અજ્ઞાનસમુદ્રના કિનારા રૂપ મોક્ષને સત્વર મેળવીશ.'
ત્યારે ગુર બોલ્યા – “તારા માતાપિતાની અનુમતિ મેળવ્યા પછી આવીને તું તારા એ મનોરથને સિદ્ધ કર.'
પછી અત્યાદર પૂર્વક કાલક રાજકુમાર પોતાના માબાપની અનુજ્ઞા મેળવીને પોતાની બહેન સહિત તે ગુરુ મહારાજ પાસે આવ્યો. એટલે ગુરુ મહારાજે પોતાના હાથે બહેન સહિત તેને દીક્ષા આપી. પછી પોતાના પ્રજ્ઞાતિશયથી કાલકમુનિ અલ્પ કાળમાં સર્વ શાસ્ત્ર શીખી ગયા. એટલે ગુરુ મહારાજે તેને યોગ્ય જાણીને પોતાના પદે સ્થાપન કર્યા અને શ્રીમાનું આ. ગુણાકરસૂરિએ પોતે પરભવની સાધના કરી. '
હવે શ્રી કાલકસૂરિ વિહાર કરતા એકવાર ઉજ્જયિની નગરીમાં આવ્યા અને ત્યાં બહારના બગીચામાં રહ્યા. મોહાંધકારમાં મગ્ન થયેલા ભવ્યાત્માઓને સમ્યફ અર્થ બતાવવામાં મણિદીપકની જેમ સમર્થ હતા.
તે નગરીમાં મહાબલિષ્ઠ એવો ગર્દભિલ્લ નામે રાજા હતો. તે કોઈવાર નગરની બહાર રમવાડીએ નીકળ્યો. એવામાં કર્મસંયોગે દહીંના ઘડાને કાગડો જુએ તેમ ત્યાં કાલક સૂરિની બહેનને જતી તેણે જોઈ. એટલે મોહિત થઈને તેણે પ્રચંડ પુરુષોના હાથે તેનું અપહરણ કરાવ્યું. આ વખતે તે સાધ્વી કરુણ સ્વરે – “હા ! ભ્રાત ! મારું રક્ષણ કરો' એમ આક્રંદ કરવા લાગી. એ હકીકત સાધ્વીઓ પાસેથી જાણવામાં આવતાં કાલકસૂરિ પોતે રાજસભામાં જઈને રાજાને કહેવા લાગ્યા કે – “ફલ સંપત્તિની રક્ષા માટે ક્ષેત્રને વાડ કરવામાં આવે છે, તે વાડ પોતે જ જો ધાન્યનું ભક્ષણ કરે તો ફરિયાદ કોને કરવી ? હે રાજનું ! સર્વ વર્ણો અને દર્શનોનો તું જ એક રક્ષક છે, તો સાધ્વીના વ્રતનું ખંડન કરવું તને યુક્ત નથી.”
એ પ્રમાણે આચાર્ય સમજાવ્યા છતાં ભૂતાવેશના ભ્રમથી ઉન્મત્ત થયેલાની જેમ ઉન્માદયુક્ત તે સ્વેચ્છ જેવા નૃપાધમે સૂરિનું વચન ન માન્યું. ત્યારે શ્રી સંધે, મંત્રીઓએ અને નાગરિકોએ પણ તેને બહુ સમજાવ્યો, છતાં મિથ્યામોહથી ઘેરાયેલ અને મતિહીન એવા તે નીચ નરાધિપે બધાની અવગણના કરી. એટલે પૂર્વના ક્ષાત્રતેજને પ્રગટ બતાવતા એવા કાલકાચાર્યે કાયર જનોને કંપાવનારી એવી ઘોર પ્રતિજ્ઞા કરી કે – “અન્યાય રૂપ કાદવના ભંડ-સમાન એ દુષ્ટ નૃપનો તેના પુત્ર, પશુ અને બાંધવ સહિત જો હું ઉચ્છેદ ન કરે તો જિનધર્મની હેલના કરનારા, બ્રાહ્મણ, બાળપ્રમુખનો ઘાત કરનારા અને જિનબિંબને ઉત્થાપનારા એવા પુરુષોના પાપથી હું લેપાઉં.'
એ પ્રમાણે સામાન્ય જનને દુષ્કર તથા અસંભાવ્ય એ વચન ત્યાં બોલતાં કાલકસૂરિ બહાર નીકળ્યા અને તેમણે દંભથી ઉન્મત્તનો વેષ ધારણ કરી લીધો. પછી ચોરા, ચહુટા અને ત્રિમાર્ગે તે એકાકી ભમવા લાગ્યા. તે વખતે ચેતનાશૂન્ય મદોન્મત્તની જેમ વારંવાર આ પ્રમાણે અસંબદ્ધ વાક્ય બોલવા લાગ્યા – ‘ગર્દભિલ્લ રાજા છે, તો તેથી શું થયું? અને કદાચ દેશ સમૃદ્ધ છે, તો તેથી પણ શું થયું ? એમ તેના બોલ સાંભળતાં લોકો દયા બતાવીને કહેવા લાગ્યા કે – “પોતાની બહેનથી વિરહ પામેલ આ આચાર્ય ગાંડા થઈ ગયા છે.”