________________
108
શ્રી પ્રભાવક ચરિત્ર
આકાશને બાળનાર પિતાતુલ્ય અલિંજર નાગેન્દ્ર દીર્ઘજીવી બનો. “જેણે અનાથ એવી મને સનાથ કરી અને મારા ચરણને નૂપુરસહિત કર્યા છે.”
ત્યારે નાગપતિએ તેને સુધા સમાન આશિષ આપતાં જણાવ્યું કે – છત્ર, ધ્વજયુક્ત દેવાધિદેવના ધ્યાનથી પન્નગ, પ્રેત, ભૂત, અગ્નિ, ચોર કે બાલાદિકનો ભય થતો નથી. વળી જેના શિર પર જિનાજ્ઞા રૂપ મુગટ હશે, તેને ડાકિની, શાકિની કે યોગિની ઉપદ્રવ કદી પમાડી શકશે નહિ; વળી તે ગુરુની આજ્ઞાને જે માન્ય કરશે અને વૈરોટ્યાનું જે સદા સ્મરણ કરશે, તેને ક્ષુદ્રજંતુથી કદી ભય થવાનો નથી. વળી ગોળ, ધૃત અને પાયસથી સ્વાદ્ય ભોજન અને બલિ જે જિનેશ્વરની આગળ ધરશે અને જિનસાધુને જે તેવું ભોજન આપશે, તેનું વૈરોચ્યા રક્ષણ કરશે.
એ પ્રમાણે નાગેન્દ્રનો ઉપદેશ સાંભળતાં બીજા પણ બધા નાગદેવો શાંત થઈ ગયા તેમજ વૈરોચ્યા સતી પૂજનીય થઈ. ભાગ્ય અને સૌભાગ્યના નિધાનરૂપ તથા ધર્મકર્મમાં આદરયુક્ત એવા નાગદત્ત તથા નાગકુમારોએ તેના કુળની ઉન્નતિ કરી.
પછી એક દિવસે સદ્ગુરુના વચનથી સંસારની અનિત્યતા સમજીને પદ્મદત્તે પોતાના પદે ગુણવાન નાગદત્તને સ્થાપન કર્યો, અને પોતે પ્રિયા અને પુત્રસહિત દીક્ષા અંગીકાર કરી, અને તીવ્ર તપ તપીને પુત્ર સહિત તે સૌધર્મ દેવલોકમાં ગયો, તેમજ પાયશા, ગુરુ મહારાજના ઉપદેશથી વૈરોચ્યા વધૂ સાથે મિથ્યાદુષ્કૃત કરીને તે પણ ત્યાં દેવીપણે ઉત્પન્ન થઈ; વળી નાગેન્દ્રના ધ્યાનથી વૈરોચ્યા પણ ધર્મનું આરાધન કરતાં પ્રાંતે મરણ પામીને શ્રી પાર્શ્વનાથની સેવા કરનાર ધરણેન્દ્રની દેવી થઈ, તે પણ પ્રભુના ભક્તોને અભુત સહાય આપવા લાગી અને વિષ, અગ્નિ વિગેરેથી ભય પામતા તેમને શાંતિ આપવા લાગી. તે વખતે શ્રી આર્યનંદિલ આચાર્યું ‘મિકા નિr પરં' એવા મંત્રયુક્ત વૈરોટ્યાનું સ્તવન બનાવ્યું. એ સ્તવનનું જે મનુષ્ય એક ચિત્તે નિરંતર ત્રિકાળ ધ્યાન કરે, તેને વિષાદિ સર્વ ઉપદ્રવો કદી બાધા પમાડી ન શકે.
ક્ષમા અને કલ્યાણના મૂળ સ્થાનરૂપ વૈરોટ્યાનું આ પાવન ચરિત્ર સાંભળી જે મનુષ્યો ક્ષમાનો આદર કરે છે, તેમને સ્વર્ગ કે મોક્ષ દુર્લભ નથી.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ-લક્ષ્મી ના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, પૂર્વ ઋષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી આર્યનંદિલ સૂરિના ચરિત્રરૂપ આ તૃતીય શિખર થયું.
અભિનવ રસ (જળ) ના મેઘરૂપ એવા હે શ્રી પ્રદ્યુમ્ન ગુરુ ! આપ વિના વિષયતૃષ્ણામાં તરલિત થયેલ છતાં સદ્ગુરુના વચનથી ભુવનની અન્ય સુલભ લક્ષ્મીમાં નિરપેક્ષ એવા પોતાના ચાતકરૂપ બાળક શિષ્યને નિર્મળ વચન–વૃષ્ટિથી સંતુષ્ટ કરો.