________________
શ્રી આર્યનંદિલસૂરિ ચરિત્ર
પાલખીમાં બેઠા હતા, વૈક્રિયના અતિશયથી વિવિધ રૂપ કરીને આવેલા તે નાગકુમારોએ તેના ઘરને, પોળને અને નગરને પણ સંકીર્ણ કરી મૂકયું. આ વખતે કેટલાક બાળનાગોને એક ઘટમાં નાખી, તેનું મુખ ઢાંકીને નાગરમણીએ વૈરોટ્યાની રક્ષા માટે મોકલ્યા હતા.
107
હવે શોભાથી અદ્ભુત વહુનું પિતૃકુળ ત્યાં આવતાં તેની સાસુ સ્નાનાદિકથી તેનો સત્કાર કરવા લાગી. અહો ! લોકમાં લક્ષ્મીવંતનો પક્ષ જ વિજયી અને શ્રેષ્ઠ ગણાય છે. આથી જે પૂર્વે વૈરોટ્યા તેણીના અપમાનનું પાત્ર થઈ હતી, તે હવે ગૌરવનું સ્થાન થઈ પડી.
એવામાં મહોત્સવના કામથી વ્યગ્ર બનેલ કોઈ દાસીએ ચુલા પર રહેલ થાળી પર પેલો નાગઘટ મૂકી દીધો. તે જોઈ વ્યાકુળ થયેલ વૈરોટ્યાએ તે ઉતારી નાખ્યો અને જનનીના વાક્યથી સ્નાન કરીને કેશના જળથી તેને અભિષિક્ત કર્યો એટલે તેના પ્રભાવથી તે સ્વસ્થ થઈ ગયા, પણ તેમાંનો એક બાળનાગ, જળબિંદુઓનો સ્પર્શ ન થવાથી તત્કાળ તે પુચ્છ રહિત થઈ ગયો, ત્યારે તેના સ્નેહથી મોહિત થયેલ તે જ્યાં ત્યાં છીંક વિગેરેમાં સ્ખલના પામતાં કહેવા લાગી કે ‘ખંડ જીવતો રહે.’
પછી નાગરૂપ તેના બાંધવોએ બધાને રેશમી વસ્રો, સુવર્ણ, રત્ન અને મોતીના અદ્ભુત અલંકારો આપ્યા, એમ તે પર્વ સમાપ્ત થતાં તે બધા નાગકુમારો પોતાના સ્થાને ચાલ્યા ગયા. એ પ્રભાવથી વૈરોટ્યા પોતાના ઘરમાં ભારે માનનીય થઈ પડી.
એકવા૨ અલિંજર નાગરાજે પોતાના પુત્રોને જોતાં તેમાં ખંડિત અવયવવાળા તે બંડને જોયો, તેથી તેને ગુસ્સો આવ્યો, તેનું કારણ અવધિજ્ઞાનથી જાણીને તે વૈરોટ્યાના ઘરે આવ્યો અને પોતાના નંદનનો દ્રોહ કરનાર એવી વૈરોટ્યાને તેણે દંશ દેવાનો વિચાર કર્યો. પતિનો એ વિચાર જાણવામાં આવતાં, તેણીનું રક્ષણ ક૨વામાં તત્પર એવી નાગકાંતાએ ત્યાં આવીને કહ્યું કે — વૈરોટ્યા તો ભકતાત્મા છે.’ પોતાની પત્નીની એ વાણી સાંભળતાં નાગરાજ કંઈક શાંત થયો, પણ તેની પરીક્ષા કરવાને તે ઘરની અંદર બારણાના કમાડની પાછળ છુપાઈ રહ્યો. એવામાં સાંજે અંધકાર હોવાથી આગળ રહેલ દ૨વાજાને ન જોવાથી ઉતાવળે જતી વૈરોટ્યાને પગે વાગવાથી ભારે પીડા થઈ. એટલે ‘ખંડ ચિદંકાળ જીવતો રહો' એમ બોલવાથી તેણે નાગરાજને તરત સંતુષ્ટ કર્યો. એમ સંતુષ્ટ થવાથી તેણે વૈરોટ્યાને બે નૂપુર આપ્યા અને પાતાલગૃહમાં જવા આવવાની અનુજ્ઞા આપી, જેથી નાગકુમા૨ો પણ ગમે ત્યારે તેણીના ઘરે આવવા લાગ્યા અને તેથી ઘરના બાળકો અને સ્ત્રીઓને ભય પામવાનું એક કારણ થઈ પડ્યું. આથી તેનું ઘર દુર્ગમ અને નાગમંદિર એવા નામથી પ્રખ્યાત થયું. એટલે પદ્મદત્તે એ બધી હકીકત ગુરુ મહારાજને નિવેદન કરી, ત્યારે ગુરુ બોલ્યા કે — ‘તારી પુત્રવધુના મુખથી નાગકુમારોને એમ કહેવરાવ કે—લોકોના અનુગ્રહની ખાતર તમારે અમારા ઘરે વાસ ન કરવો અને કદાચ વાસ કરો, તો કોઈને ડંખવું નહિ. એમ મારી આજ્ઞા પ્રમાણે તારે કરવું.'
–
એટલે વૈરોટ્યા પાતાલમાં જઈને નાગકુમા૨ોને કહેવા લાગી કે ‘ગુરુ મહારાજની આજ્ઞાથી તમારે મારા ઘરે ન આવવું.' એમ તેણે બધા નાગપુત્રો તથા અલિંજર નાગેન્દ્રને કહી સંભળાવ્યું, આ તેનું વચન તેમણે માન્ય રાખ્યું. વળી વિશેષમાં તેણે જણાવ્યું કે = ‘નાગિની, એના સો પુત્રો અને વિષવાળાથી
=
પછી પદ્મદત્ત સાર્થવાહે વૈરોટ્યાને કહ્યું કે - ‘તું નાગમંદિરમાં જા અને નાગકુમારોને અહીં આવવાનો નિષેધ કર. કારણકે મારી આજ્ઞા તારે માન્ય રાખવી જોઈએ.'