________________
શ્રી પ્રભાવક ચરિત્ર
મહારાજને વંદન કરવા ગઈ, કારણ કે દુ:ખી સ્ત્રીને ચૈત્યગૃહ (ઉપાશ્રય) એ જ પિયરતુલ્ય છે. પછી ગુરુ મહારાજને વંદન કરી અશ્રુ પાડતાં તે કહેવા લાગી કે ‘હે ભગવન્ ! પૂર્વભવે મેં અંબા (સાસુ) ની શું વિરાધના કરી છે કે જેથી તે અત્યારે મારા પર ભારે વિરોધ ધરાવે છે ?’
106
—
ત્યારે ગુરુ બોલ્યા ‘હે ભદ્રે ! લોકોને પૂર્વકૃત કર્મથી જ સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. તો વિવેકીજનો તેમાં અન્યને દોષ કેમ આપે ? મનુષ્ય જન્મ દુર્લભ છે, તે પ્રાપ્ત થતાં ક્ષમા લાવવી એ જ ઉત્તમ છે. એ ક્ષમાનો આદર કરતાં હળવે હળવે બધું શુભ થવાનું. વળી હે વત્સે ! પાયસ સંબંધી તારો દોહદ જ્ઞાનથી મારા જાણવામાં આવ્યો છે, તે પણ પુણ્યથી પૂર્ણ થશે.’ એ પ્રમાણે વચનામૃતથી આચાર્ય મહારાજે તેનો શોકાગ્નિ શાંત કર્યો એટલે શીતલ થયેલ વૈરોટ્યા ગુરુ વચનને હૃદયમાં સંભારતી તે પોતાના ઘેર આવી.
પછી ચૈત્રી પૂર્ણિમાના દિવસે વૈરોટ્યાએ ઉપવાસ કરીને પુંડરીક તપ કર્યો, એટલે પદ્મયશા તેની સાસુએ તે તપનું ઉઘાપન કરવા માંડ્યું. તે દિવસે ગુરુ અને સાધર્મીઓને પાયસથી પૂર્ણ પાત્ર આપીને તે વાત્સલ્ય કરવામાં આવે છે. એ બધું કર્યા પછી તેણે અવજ્ઞાપૂર્વક વધૂને વાસણમાં ચોંટેલું પાયસાન્ન આપ્યું. અહો ! ગુણને દૂષિત કરનાર દર્પને ધિક્કાર છે. પછી દોહદના માહાત્મ્યથી તે કાંઈક અવશિષ્ટ પાયસને વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખીને તે પાણી ભરવાના બહાને બહાર નીકળી ગઈ, ત્યાં ઘટને વૃક્ષ નીચે મૂકી સદાચારવતી અને પાયસનું ભક્ષણ કરવામાં મનોરથ કરતી તે જેટલામાં પાદશૌચ કરવાને જલાશય તરફ ગઈ, તેવામાં અલિંજર નાગેંદ્રની કાંતા પાતળ થકી ત્યાં આવી અને પાયસમાં લુબ્ધ બનેલ તેણે ભમતાં ભમતાં ઘટમાં તે પાયસાન્ન દીઠું. એટલે વસ્ત્ર ખંડમાંથી બહાર કાઢીને તેણે પાયસનું ભક્ષણ કર્યું અને પછી તે પન્નગપ્રમદા જેમ આવી હતી, તેમ પાતાળમાં પાછી ચાલી ગઈ.
એવામાં પાદશૌચ કરીને પાછી આવેલ વૈરોટ્યાએ ઘટમાં જોયું તો પાયસ ન મળે. તેમ છતાં તેણે શોક કે કોપ ન કર્યો, પણ તે સતી આ પ્રમાણે કહેવા લાગી ‘જેણે આ પાયસનું ભક્ષણ કર્યું, મારી જેમ તેનો મનોરથ પૂર્ણ થાઓ.' એમ શાંત અંતઃકરણથી તેણે આશિષ આપી.
—
હવે અહીં નાગેદ્રની કાંતાએ પોતાના પતિ આગળ પાયસ–ભક્ષણની વાત નિવેદન કરતાં તેણે અવધિજ્ઞાનથી બધું જાણીને પોતાની પ્રિયાની અવગણના કરી, જેથી પશ્ચાત્તાપ પામતી અને વૈરોટ્યાની ક્ષમાથી રંજિત થયેલ તે નાગકાંતાએ તેની પાડોશણ સ્ત્રીને એવું સ્વપ્ન આપ્યું કે — - ‘હું અલિંજર નાગેન્દ્રની પ્રિયા છું. અને વૈરોટ્યા મારી પુત્રી તુલ્ય છે. તો એનો દોહલો પૂર્ણ કરવાને તું એને પાયસ આપજે, અને વળી મારું વચન તેને સંભળાવજે કે હું તારા પીયર તુલ્ય છું. તેથી તારી સાસુના પરાભવનું અવશ્ય નિવારણ કરીશ.'
પછી પાડોશણે તે પવિત્ર પ્રમદાને પાયસનું ભોજન કરાવ્યું. એટલે પોતાનો દોહદ પૂર્ણ થવાથી વૈરોટ્યા મનમાં ભારે સંતુષ્ટ થઈ. હવે સમય આવતાં તેણે એક અદ્ભુત પુત્રને જન્મ આપ્યો, તે વખતે નાગકાંતાએ પણ એકસો નાગપુત્રોને જન્મ આપ્યો, એટલે તેજમાં સૂર્ય સમાન તે બધા વૃદ્ધિ પામવા લાગ્યા.
એવામાં પુત્રનું નામ રાખવાનો દિવસ આવતાં વૈરોટ્યાએ નાગકાંતાને યાદ કરી, એટલે માતાના આદેશથી તે બધા નાગકુમા૨ો બોલ્યા — ‘આપણે તેણીના પિતૃપક્ષના છીએ' એમ બોલતા તે નાગકુમારો હર્ષથી મનુષ્યલોકમાં તેણીના ઘરે આવ્યા. તેમાં કેટલાક ગજારૂઢ હતા, કેટલાક અશ્વારૂઢ હતા, કેટલાક સુખાસન–
–