________________
શ્રી આર્યનંદિલસૂરિ ચરિત્ર
105
શ્રી આર્યનંદિલસૂરિ ચરિત્ર
શ્રી આર્યરક્ષિતસૂરિના વંશના અને સંસાર–અરણ્યથી પાર ઉતારવામાં સાર્થવાહ સમાન એવા શ્રી આર્યનંદિલસૂરિ તમને પાવન કરો. અષ્ટ નાગકુળ જેમની આજ્ઞાને શિરસાવંદ્ય કરી એવા શ્રી આર્યનંદિલ સ્વામીના ગુણોનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? ક્ષમાના ઉપદેશથી જેમના પ્રસાદે વૈરોચ્યા નાગેન્દ્રની– દેવી થઈ કે જે નામ મંત્રથી વિષને દૂર કરે છે. ભારે આદરપૂર્વક હું તેમનું કંઈક ચરિત્ર કહું છું. ચંદ્રમાના પ્રસાદથી મૃગ શું આકાશને પામી શકતો નથી?
કલ્યાણના નિધાનરૂપ એવું શ્રી પધિનીખંડ નામે નગર કે જે પદ્મિનીસમૂહથી શોભતા એવા સરોવરોથી વિરાજિત હતું. ત્યાં સમસ્ત શત્રુપક્ષને ત્રાસ પમાડનાર અને પદ્મ સમાન મુખવાળો એવો પદ્મપ્રભ નામે રાજા હતો. સેંકડો કાંતાઓમાં શિરોમણિ અને પોતાની દેહશોભાથી ઇન્દ્રાણીને પણ જીતનાર એવી પદ્માવતી નામે તેની રાણી હતી. અગણિત લક્ષ્મીના પાત્રરૂપ, શ્રેષ્ઠ કળાઓના નિધાનરૂપ અને યાચકોરૂપ ચાતકોને સંતુષ્ટ કરવામાં મેઘ સમાન એવો પદ્મદત્ત નામે ત્યાં એક પ્રખ્યાત શ્રેષ્ઠી હતો. તેને રતિ સમાન રૂપવતી પાયશા નામે પત્ની હતી. તેમને ઇન્દ્રકુમાર સમાને પદ્મ નામે પુત્ર હતો. પદ્મને સમસ્ત કળામાં નિપુણ માનીને વરદત્ત સાર્થવાહે તેને પોતાની વૈરોચ્યા નામે પુત્રી પરણાવી.
એકવાર વનના દાવાનળથી દુસહ તથા જગતના પામર પ્રાણીઓને યમના પ્રતિનિધિ જેવો મારીનો ઉપદ્રવ આવી પડતાં પોતાના પુણ્યની પ્રબળતાનો ક્ષય થવાથી સાથે નિષ્પાપ એવો વરદત્ત પોતાના પરિવાર સાથે યમના નગરમાં ચાલ્યો ગયો. અર્થાતુ પૂરા કુટુંબ સાથે મૃત્યુ પામ્યો. ત્યારથી પોતાની તુચ્છ પ્રકૃતિને લીધે વૈરોટ્યાની સાસુ, અત્યંત શુશ્રુષા કરવા છતાં પણ વૈરોચ્ચાને પિતૃગૃહ રહિત સમજીને તે વારંવાર તેની અવજ્ઞા કરવા લાગી. કારણ કે રૂપ, શોભા, ધન, તેજ, સૌભાગ્ય અને મોટાઇ—એ બધું સ્ત્રીઓને પિતાના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે.
હવે પોતાની સાસુના દુર્વચનથી દૂભાયેલ અને વિનીતજનોમાં શિરોમણિ એવી વૈરોટ્યા પોતાના કર્મને દોષ દેતી દિવસે દિવસે કૃશ થવા લાગી. એવામાં નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત એવા પુણ્યશાળી ગર્લરત્નને રત્નગર્ભાની જેમ તે ધારણ કરવા લાગી. ત્રણ મહિના પૂર્ણ થતાં રસમાં પ્રીતિવાળી એવી વૈરોટ્યાને, વિરોધીઓને પરાસ્ત કરનાર એવો પાયસ–ભોજનનો દૃઢ દોહદ ઉત્પન્ન થયો.
એવામાં શ્રી આર્યનંદિલસૂરિ કે જે સાડાનવ પૂર્વેના જ્ઞાતા હતા તે પોતાના સાધુ પરિવાર સહિત ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. અહીં વૈરોચ્યા સગર્ભા છતાં તેની મૂર્ખ સાસુ કટુ વચનથી તેને વારંવાર સતાવવા લાગી, વળી તે એવું પ્રતિકૂળ બોલતી કે “આ નિર્ભાગ્ય શિરોમણિને પુત્ર ક્યાંથી થાય ? પીયર રહિત અને દારિયની એક વાવડી તુલ્ય એવી એને તો પુત્રી જ પ્રાપ્ત થવાની.” આવા દુર્વચનથી ખેદ પામતી વૈરોચ્યા આચાર્ય