________________
104
શ્રી પ્રભાવક ચરિત્ર
તેમનું મન ગયું. તે વખતે આચાર્ય મહારાજના સબંધી હતા તેમણે ફલ્યુરક્ષિતને સૂરિપદે લાવવાનો વિચાર કર્યો, અને ગચ્છના આધિપત્યમાં ગોષ્ઠામાહિલને મોહથી સ્થાપવાનો સંકલ્પ કર્યો.
પછી ત્યાં ત્રણ કુંભ લાવવામાં આવ્યા. ગુરમહારાજે તે અલગ અલગ વાલ. તેલ અને ઘીથી ભર્યા અને પછી ખાલી કર્યા. એટલે વાલ બધા બહાર નીકળી આવ્યા. તેલ કંઈક રહી જવા પામ્યું અને ધૃત તો બહુ સંલગ્ન રહ્યું. પછી ગુરુમહારાજે કહ્યું કે – “આ ઉદાહરણ જુઓ, દુર્બળ મુનિમાં હું વાલના કુંભની જેમ નિર્લેપ છું, મારું બધું જ્ઞાન ઢલવી દીધું છે. બંધુ ફલ્યુરક્ષિતમાં તેલના કુંભની જેમ કંઈક સલેપ છું થોડું બાકી રહ્યું છે અને માતલપર ધૃતકુંભની જેમ વધારે લિપ્ત છું. ઘણું બાકી રહ્યું છે. માટે મારા પદપર દુર્બળ પુષ્પમિત્ર જ યોગ્ય છે; એટલે તેમનું વચન અન્ય મુનિઓએ માન્ય કર્યું. પછી ગુરુએ સૂરિ મંત્રપૂર્વક પોતાના પદપર દુર્બળ મુનિને સ્થાપન કર્યા અને નવીન દુર્બળ સૂરિને તેમણે આદેશ કર્યો કે - “મારા માતુલ, ભ્રાતા અને પિતા પ્રત્યે તમારે મારી જેમ વર્તવું; તે વખતે ગચ્છના અન્ય મુનિઓ પિતા, ભ્રાતા અને સાધ્વીઓને તેમણે મધુર વચનથી શિખામણ આપી, અને જણાવ્યું કે – “આમની પ્રત્યે તમારે મારી જેમ વર્તવું, મારા કરતાં પણ એનો અધિક વિનય સાચવવો. કોઈવાર વતાચાર વિસ્તૃત થતાં ક્રિયાચાર ન થાય, તે બધું મેં સહન કર્યું છે. વળી એ નવીન હોવાથી કંઈ ન થતાં ખેદ પામશે, માટે તમારે સદા તત્પર રહીને એના મુખમાંથી વચન બહાર પડતાં સ્વીકારી લેવું, તથા મરણ પર્યત એના ચરણની સેવા તમારે મૂકવી નહિ.
એ પ્રમાણે ગચ્છની વ્યવસ્થા કરીને આચાર્ય આર્યરક્ષિતસૂરિએ પ્રાંતકાળે અનશન આદર્યું અને ગીતાર્થ મુનિઓની દ્વારા નિર્ધામણા કરાવાતા તેઓ સ્વર્ગે ગયા. સર્વ અનુયોગને પૃથફ કરવાથી તેમણે આગમ બોધની વિશેષ સરલતા કરી આપી.
પછી શ્રી પુષ્પમિત્ર સૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા અને ગુરુ કરતાં પણ તેમણે ગચ્છને અધિક સમાધિ ઉપજાવી. ત્યાં ગોષ્ઠામાહિલ વિરોધી થઈને સાતમો નિહવ થયો તેનો વૃત્તાંત ગ્રંથાંતરથી જાણી લેવો.
એ પ્રમાણે ત્રણ જગતને પાવન કરવામાં ગંગાજળ સમાન નિર્મલ અને વિચિત્ર તથા વંદનીય એવું શ્રીઆર્યરક્ષિતસૂરિનું ચરિત્ર તે નિરંતર વિબુધ જનોના સાંભળવામાં આવતાં યાવચંદ્ર દિવાકરૌ જયવંત વર્તો.
શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ-લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે સોમઋષિના પુત્ર આ. શ્રી આર્યરક્ષિત સૂરિના ચરિત્રરૂપ આ દ્વિતીય શિખર થયું.