________________
શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર
103
એમ સાંભળતાં આચાર્ય ચિંતવવા લાગ્યા કે – “આવા બુદ્ધિશાળી મુનિ પણ જો આગમને ભૂલી જશે, તો બીજાથી તે કેમ ધારણ કરી શકાશે? માટે હવે મારે અનુયોગના ચાર વિભાગ કરી નાખવા; એમ ધારી અંગ, ઉપાંગરૂપ મૂળ ગ્રંથોનો છેદ કરીને તેમણે ચરણકરણાનુયોગ કર્યો. ઉત્તરાધ્યયનાદિ ધર્મ કથાનુયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમુખ ગણિતાનુયોગ અને દૃષ્ટિવાદ તે દ્રવ્યાનુયોગ–એમ ચાર અનુયોગ બનાવીને આચાર્ય મહારાજે વિધ્યસૂરિને માટે સૂત્રની વ્યવસ્થા કરી. એ ચારે અનુયોગ પૂર્વે એક સૂત્રમાં હતા.
એક વખત શ્રીઆર્યરક્ષિતસૂરિ મથુરા નગરીમાં તે ભૂમિના અધિષ્ઠાયક વ્યંતરના મંદિરમાં ઉતર્યા. એવામાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને વંદન કરવા શક્રેન્દ્ર ગયો અને તેણે એક મનથી ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રસંગોપાત પ્રભુએ ત્યાં તત્ત્વથી નિગોદની વાત કહી સંભળાવી. એટલે ઇન્દ્ર પ્રશ્ન કર્યો કે - 'હે ભગવનું ! ભરતક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ છે ?' * ત્યારે પ્રભુ બોલ્યા – “મથુરા નગરીમાં આર્યરક્ષિતસૂરિ મારી જેમ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે, - એમ સાંભળતાં ઇન્દ્ર વિસ્મય પામ્યો. ભગવંતના વચનપર જો કે ઇન્દ્રને શ્રદ્ધા હતી, તથાપિ આશ્ચર્યને માટે
વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને તે તુરત ગુરુ પાસે આવ્યો. તે વખતે તેના બંને હાથ ધ્રૂજતા હતા. કાશપુષ્પ સમાન તેના શ્વેત કેશ હતા, લાકડીના આધારે તેણે શરીર ટેકવી રાખ્યું હતું, શ્વાસનો પ્રસાર તેનો સ્પષ્ટ જણાતો હતો અને તેની આંખમાંથી ચોતરફ પાણી મળી રહ્યું હતું. એવા રૂપધારી ઇન્દ્ર તેમને નિગોદના જીવોનો વિચાર પૂછયો એટલે સૂરિ મહારાજે તેને યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું, જે સાંભળતાં ઇન્દ્ર ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેમના જ્ઞાનનું માહાસ્ય જાણવાની ઇચ્છાથી તેણે પોતાનું આયુષ્ય પૂછ્યું. ત્યારે શ્રુતના ઉપયોગથી ગુરુ ચિંતવવા લાગ્યા કે – ‘આનું આયુષ્ય પક્ષ, માસ, વરસ, સેંકડો વરસો, હજારો વરસો, લાખો વરસો, ક્રોડો વરસો, પૂર્વ, પલ્યોપમ, સેંકડો પલ્યોપમ કે સાગરોપમથી પણ સમાપ્ત થતું નથી. છેવટે બે સાગરોપમથી પણ તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરુ બોલ્યા કે – ‘તમે સૌધર્મેદ્ર મારી પરીક્ષા કરવા ઇચ્છો છો ?' એટલે મનુષ્ય જોઈ શકે તેવું પોતાનું રૂપ પ્રકાશતાં ઇન્દ્ર યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યો અને પછી તે પોતાના સ્થાને જવા લાગ્યો ત્યારે આચાર્ય સાધુઓ આવે ત્યાં સુધી રોકાઈ જવા કહ્યું. ત્યારે ઇન્ડે કહ્યું કે – મારા રૂપ, ઋદ્ધિના દર્શનથી સાધુઓ નિયાણું કરી લે તેવો ભય છે માટે મારે રોકાવું ઠીક નથી. તથાપિ તમારા આગમનના ચિન્હરૂપે કંઈક ચમત્કાર કરી બતાવો; એમ આચાર્યના કહેવાથી તેણે વસતિનું દ્વાર વિપરીત કરી દીધું પછી સ્વર્ગે ગયો.
એવામાં મુનિઓ આવ્યાં અને તેમને દ્વાર ન જડ્યું, ત્યારે ગુરુએ તેમને દ્વાર બતાવ્યું, એટલે વિપરીત માર્ગથી આવતાં સાધુઓ બધા આશ્ચર્ય પામ્યા. ત્યાં સંભ્રમથી કંઈ કંઈ બોલવા લાગ્યા. ત્યારે ગુરુએ તેમને ઇન્દ્રનું યથાસ્થિત સ્વરૂપ નિવેદન કરીને નિઃશંક કર્યા. એટલે દેવેન્દ્રનું દર્શન ન થવાથી કંઈક ખેદ પામતા હોય તેમ તે કહેવા લાગ્યા – ‘મંદ ભાગ્યવંત પુરુષો ઇન્દ્રના દર્શન શી રીતે કરી શકે ?”
પછી આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એક નાસ્તિકવાદી મથુરામાં આવ્યો, તેને ગોષ્ઠામાહિલ મુનિએ જીતી લીધો. એટલે શ્રી સંઘે તેમને ત્યાં જ ચોમાસું કરાવ્યું. તેવા વાદલબ્ધિવાળા મુનિને કોણ ન રોકે ?
હવે આર્યરક્ષિત મહારાજે પોતાના પદે કોણ યોગ્ય છે? તેનો વિચાર કર્યો, ત્યારે દુર્બલ પુષ્પમિત્ર પર