________________
102
શ્રી પ્રભાવક ચરિત્ર
કહ્યું કે – ‘તમારા આ ધર્મમાં ધ્યાન નથી.”
ત્યારે આચાર્ય બોલ્યા – “અમારા ધર્મમાં જેવું ધ્યાન છે, તેવું અન્ય ધર્મોમાં નથી. આ તમારો પુષ્પમિત્ર ધ્યાનથી જ દુર્બળ દેખાય છે. એટલે તેમણે જણાવ્યું – “મધુર આહારના અભાવે એનામાં કૃશતા આવી હશે.'
ગુરુ બોલ્યા – ‘વૃદ્ધ પુરુષોના પ્રસાદથી એ મુનિ પુષ્કળ ધૃતનું ઇચ્છાનુસાર ભોજન કરે છે, પણ શાસ્ત્રઅધ્યયનને લીધે એ કૃશ રહે છે.”
ત્યારે બૌદ્ધો કહેવા લાગ્યા – ‘તમને એટલું બધું ધૂત ક્યાંથી મળે ?'
ગુરુએ કહ્યું – “પુષ્પમિત્ર પુષ્કળ ધૃત લાવે છે. જો એ બાબતમાં તમને વિશ્વાસ ન આવતો હોય, તો એને તમારા ઘરે લઈ જાઓ, અને કેટલાક દિવસ એને સ્નિગ્ધ આહારનું ભોજન કરાવો એટલે સત્ય હકીકત તમે પોતે સમજી શકશો. વળી એની દુર્બળતાનું કારણ પણ તમારા જાણવામાં આવી જશે.'
એટલે બૌદ્ધ સંબંધીઓએ પુષ્પમિત્ર મુનિને આમંત્રણ આપ્યું. અને ગુરુની આજ્ઞાથી તે તેમના ઘરે ગયા. ત્યાં તેમણે સ્નિગ્ધ આહારથી તેનું પોષણ કર્યું, છતાં તેની કૃશતા કાયમ જ રહી. નિરંતર અભ્યાસમાં તન્મય હોવાથી રસના આસ્વાદને પણ તે જાણતા ન હતા. આથી સ્વજનો વિચારવા લાગ્યા કે – “એમને સ્નિગ્ધ આહારથી પોષવું, તે તો ભસ્મમાં હોમ કરવા બરોબર છે.’ એટલે તે વધારે આહાર આપવા લાગ્યા, છતાં મુનિ તો તેવા કૃશ જ રહ્યા. ત્યારે ઉત્કૃષ્ટ આહાર આપતાં અટકાવ્યાં અને તેમણે મુનિને અધ્યયન કરતા અટકાવ્યા, અને લુખો-સૂકો આહાર આપવા છતાં તે પૂર્વે હતા તેવ, શરીરે પુષ્ટ દેખાવા લાગ્યા. આથી તેમને પ્રતીતિ થઈ, પછી મુનિએ પોતાના સ્વજનોને પ્રતિબોધ પમાડ્યા અને પોતે ગુરુ પાસે આવ્યા. ત્યાં શાંત ચિત્તથી તે રહેવા લાગ્યા.
વળી તે ગચ્છમાં ચાર પ્રાજ્ઞ મુનિવરો હતા. તે દુર્બળ પુષ્યમિત્ર, વિંધ્યમુનિ, ફલ્યુરક્ષિત અને શુક્રાચાર્યના ધર્મશાસ્ત્રને જીતનાર ગોષ્ઠામાહિલ એવા નામથી વિખ્યાત હતા. તેમનામાં બુદ્ધિશાળી વિધ્યમુનિએ ગુરુને વિજ્ઞિપ્ત કરી કે – “હે ભગવાન્ ! અનુયોગની મોટી મંડળીમાં પાઠના ઘોષથી મારો શ્રુતપાઠ અલિત થાય. છે, માટે મને અલગ પાઠ આપો.
ત્યારે ગુરુ બોલ્યા – ‘હું પોતે તમારી આગળ વ્યાખ્યાન આપતાં મોટી વ્યાખ્યાન–મંડળીનું શી રીતે ઉલ્લંઘન કરું ? માટે મહામતિ ઉપાધ્યાય દુર્બળ પુષ્પમિત્ર તમારા વાચનાચાર્ય થશે, તેમની પાસે શીઘ અભ્યાસ
કરો.
એ પ્રમાણે કેટલાક દિવસ ચલાવ્યા પછી તે દુર્બળ પુષ્પમિત્ર અંજલિ જોડીને ગુરુને એકાંતમાં કહેવા લાગ્યા કે – “હે પ્રભો ! મારું એક વચન સાંભળો. હું વાચનામાં વ્યગ્ર થવાથી મારો પોતાનો અભ્યાસ ભૂલી જાઉં છું તેનું ગુણન કરતાં વિઘ્ન આવે છે, તેથી મને ભારે ખેદ થાય છે, તો હવે હું શું કરું? વળી તમે જયારે મને પોતાના ઘરે મોકલ્યો, ત્યારે મારા સ્વજનોએ ગુણન કરતાં મને અટકાવ્યો, તેથી તે વખતે પણ કંઈક અધ્યયન અલિત થવા પામ્યું છે. હવે જો આપ એને વાચના અપાવશો, તો મારું નવમું પૂર્વ અવશ્ય વિસ્તૃત થઈ જશે.'