________________
શ્રી આરક્ષિતસૂરિ ચરિત્ર
101
એટલે તેણે જણાવ્યું કે – “હે ધાર્મિક ! લક્ષ્મી તો અહીં પાછળના દ્વારથી પણ આવે.'
એમ સાંભળતાં તે ગૃહસ્થ વિચાર કર્યો કે – “આ વૃદ્ધ મુનિ તાત્કાલિક બુદ્ધિવાળા છે'; પછી સંતુષ્ટ થયેલ તેણે મુનિને બત્રીશ મોદક વહોરાવ્યા. પછી ઉપાશ્રયમાં આવીને મુનિએ સૂરિ પાસે આલોચના કરી. ત્યાં ગુરુએ આ પ્રથમ લાભમાં શકુનનો વિચાર કર્યો કે – મારા બત્રીશ શિષ્યો થશે; પછી તેમણે સોમદેવને પૂછયું કે – “હે તાત ! રાજભવનમાં જો તમને ધન પ્રાપ્ત થાય, તો તેનો ઉપભોગ લેતાં બાકી રહેલ ભાવથી તમે કોને આપો ?'
ત્યારે પુરોહિત મુનિ બોલ્યા – “હે વત્સ ! તે ઉત્કૃષ્ટ ગુણધારી વેદજ્ઞ બ્રાહ્મણોને આપું. કારણ કે સત્પાત્રને આપવામાં આવેલ લક્ષ્મી સુકૃતના સ્થાનરૂપ થાય છે.'
એટલે તે વૃદ્ધ મુનિને સમજાવતાં આચાર્ય બોલ્યા – “હે તાત ! વૈયાવૃત્યાદિક સદ્ગુણોથી આ સાધુઓ અમારા કરતાં પણ શ્રેષ્ઠ છે, તો એમને તે આપો અને પોતાના જન્મને સફળ કરો' એમ સાંભળતા પુરોહિત મુનિએ કહ્યું કે – “મેં લાવેલ અશનાદિક જો આ બાલ–ગ્લાનાદિ સાધુઓને ઉપકારી થાય, તો પછી એ ઉપરાંત બીજું સુકૃત્ય કર્યું?” એમ બોલતાં તે વૃદ્ધ મુનિ ભિક્ષામાં આદર લાવી, દાનમાં એક શુદ્ધ બુદ્ધિને ધારણ કરવાથી ગચ્છમાં તે પરમ આરાધ્યપણાને પામ્યા.
હવે તે ગચ્છમાં ઇન્દ્ર સમાન તેજસ્વી, પોતાની પ્રતિભાશક્તિથી શાસ્ત્રાર્થને જાણનાર તથા સંતોષના સ્થાનરૂપ ધૃત-પુષ્પમિત્ર, વસ્ત્ર-પુષ્પમિત્ર અને દુર્બળ-પુષ્પમિત્ર એ નામના ત્રણ મુનિ હતા. તેમાં ધૃતપુષ્પમિત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ ચાર પ્રકારની લબ્ધિ હતી. એટલે દ્રવ્યથી છૂત જ હોય, ક્ષેત્રથી અવંતિદેશ હોય, કાલથી જયેષ્ઠ કે અષાઢ હોય અને ભાવથી આ પ્રમાણે સમજવું-દરિદ્ર બ્રાહ્મણી છે મહિના પછી પ્રસવ કરનારી હોય; તેથી તેના પતિએ ભિક્ષા માગીને વૃત એકઠું કરેલ હોય. એવામાં આજકાલ પ્રસવ થવાનો હોય, તેવા સમયે સુધાથી બાધા પામતો બ્રાહ્મણ જો તે વૃત માગે, છતાં અન્યત્ર ઘી મળવાની આશા ન હોવાથી ઘી દેતાં અટકાવે. પણ તે મુનિ જો ઘી માગે, તો તેને હર્ષપૂર્વક તે સ્ત્રી આપે, એટલે ગચ્છને જેટલાની જરૂર હોય તેટલું તે ભાવથી પામી શકે.
હવે વસ્ત્ર પુષ્પમિત્રનું લક્ષણ આ પ્રમાણે છે. દ્રવ્યથી તે વસ્ત્ર પામી શકે, ક્ષેત્રથી મથુરા નગરી હોય. કાલથી વર્ષાઋતુ, શિયાળો કે હેમંતઋતુ હોય અને ભાવથી આ રીતે સમજવું – એ લબ્ધિવિશેષ તેમને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ છે કે, કોઈ અનાથ મહિલા કપાસ વીણવાની મજૂરીના દ્રવ્યથી રૂને એકત્ર કરે, તે પોતે કાંતે અને વણકરોના ઘરે પોતે કામ કરી, તે પગારમાંથી તેમની પાસે તે વસ્ત્ર વણાવે, વળી પોતે વસ્ત્રરહિત છતાં તે મુનિ જો વસ્ત્ર માગે, તો તે અનાથ અબળા તે વસ્ત્ર પણ મુનિને આપી દે. ' હવે દુર્બળ—પુષ્પમિત્ર પણ પોતાની લબ્ધિથી પુષ્કળ વૃત પામે છે અને સ્વેચ્છાએ તે તેનું ભક્ષણ કરે છે, છતાં નિરંતર પાઠના અભ્યાસથી તે દુર્બળ રહે છે. પોતાની બુદ્ધિની વિશેષતાથી તેણે નવ પૂર્વનો અભ્યાસ કરેલ છે, છતાં “મારું શ્રુત વિસ્મૃત ન થાય, એવા હેતુથી તે અહોરાત્ર અભ્યાસ કર્યા કરે છે. તેના બંધુઓ દશપુરમાં રહેતા હતા. તે બૌદ્ધ ધર્મના પ્રખ્યાત ઉપાસક હતા. કોઈવાર તેમણે આચાર્ય મહારાજ પાસે આવીને
આહાર મેળવવાની શક્તિ.