________________
શ્રી પ્રભાવક ચરિત્ર
મૂકયું, પણ નિયત કરેલ નિર્જીવ સ્થાને મૂકીને તે એકદમ પાછા વળ્યા. ત્યાં ગુરુએ પૂછ્યું ‘હે તાત ! તમે નગ્ન કેમ ?’
100
ત્યારે તેણે જવાબ આપ્યો ‘ઉપસર્ગ થયો. તમારું વચન અન્યથા ન થાય પણ તે મેં દૃઢતાથી સહન કરેલ છે.’ એમ બોલતા પુરોહિતમુનિને આચાર્ય કહેવા લાગ્યા કે — તો એક લાંબું અને વિશાળ વસ્ત્ર લઈ લ્યો.'
એટલે તે બોલ્યા = જે જોવાનું હતું, તે જોઈ લીધું, આપણે પરિગ્રહ કેવો ? માટે હવે નગ્નાવસ્થા જ ભલે રહી.' એ પ્રમાણે પ્રપંચ રચીને ગુરુએ તેનો ગર્વ છોડાવ્યો, તથાપિ તે પુરોહિતના મનને ભિક્ષામાં જોડી ન શકયા. તેમણે અનેકવાર વિવિધ ઉપાયોથી સમજાવ્યા છતાં તેણે પોતાનો આગ્રહ તજ્યો નહિ.
આથી આચાર્ય મહારાજે વિચાર કર્યો કે — ‘કદાચ અમારું આયુષ્ય ક્ષીણ થઈ જાય, તો આ વૃદ્ધ મુનિનો નિસ્તાર શી રીતે થશે ? માટે એ ભિક્ષા લેતા થાય, તેમ કરું.' એમ ધારી તેમણે એકાંતમાં મોટા મુનિઓને આજ્ઞા કરી કે — ‘તમારે એ વૃદ્ધ મુનિને આહર ન આપવો પણ એકલા બેસીને આહાર કરી લેવો.’ આ તેમનો આદેશ જો કે મુનિઓના મનને ગમ્યો નહિ, તથાપિ તેમણે ગુરુવચન માન્ય રાખ્યું. ગુરુવચનમાં અચલ શ્રદ્ધા રાખનાર મહાપુરુષોને વારંવાર નમસ્કાર થાઓ.
પછી એક વખતે આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એટલે મંડળીના મુનિઓએ વૃદ્ધ મુનિને નિમંત્રણ ન કર્યું. બે દિવસ પછી ગુરુ આવ્યા અને તેમણે પુરોહિત મુનિને કુશળતા પૂછી ત્યારે તે કોપ બતાવતા બોલ્યા — હે વત્સ ! મારું વચન સાંભળો જો તમે ઘણા દિવસ બહાર રહ્યા હોત, તો અકાળે પણ મેં અવશ્ય પ્રાણોને તજી દીધા હોત. તમે આજ્ઞા કરેલ હોવા છતાં આ મુનિઓ મારી વાત સાંભળતા નથી; હે પ્રભો ! તેઓ આમ શા માટે કરે છે, તે હું સમજી શકતો નથી.
એ પ્રમાણે સાંભળતાં ગુરુ કૃત્રિમ ક્રોધ બતાવીને શિષ્યોને કહેવા લાગ્યા કે — ‘તમે આટલો વખત પિતાને ભોજનનું નિમંત્રણ કેમ ન કર્યું ?'
-
ત્યારે શિષ્યો બોલ્યા ‘હે સ્વામિન્ ! આપના વિના અમારું મન શૂન્ય બની ગયું હતું, તેથી એ વૃદ્ધ મુનિને અમે ભૂલી ગયા. એ અમારી બાળચેષ્ટાને આપ ક્ષમા કરો.’
આ તેમનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ સોમદેવને કહેવા લાગ્યા ‘હે તાત ! મારું વચન સાંભળો—૫૨ની આશા ન કરવી. કારણ કે તે પરાભવના મૂળ કારણરૂપ છે. તમારા માટે આહાર લેવા અમે પોતે જઈશું. એમની આગળ એવી બાબત શું કહેવી ? તેમ કહેવાથી તો પ્રગટ રીતે લજ્જા ઉત્પન્ન થાય છે; એમ કહેતાં પોતે ઉઠી, પોતાના પાત્ર લઈને ગુરુ મહારાજ ભિક્ષા લેવા ચાલ્યા. એવામાં વૃદ્ધ મુનિ સાહસથી બોલી ઉઠ્યા કે ‘હું પોતે જ ભિક્ષા લેવા જઈશ. હે વત્સ ! હું હાજર હોવા છતાં ગચ્છપતિ તમે શું સામાન્ય સાધુની જેમ ભિક્ષા માટે ભ્રમણ કરશો ?’
—
-
-
ત્યારે ગુરુએ તેને અટકાવ્યા છતાં પુરોહિત મુનિ તરત ઉત્સાહપૂર્વક પાત્ર લઈને ભિક્ષા લેવા ચાલ્યા અને એક શ્રેષ્ઠીના ઘરે ગયા. ત્યાં ભિક્ષાની શિક્ષા પામેલ ન હોવાથી તે ઘરના પાછલા દ્વારથી પેઠા એટલે ગૃહપતિએ કહ્યું કે — ‘તમે ઘરના મૂળ દ્વારથી કેમ ન આવ્યા ?’