________________
શ્રી આર્યરક્ષિતસૂરિ ચરિત્ર
મારે
ત્યારે પુરોહિતે કહ્યું - ‘હું તમારો ડિલ છું, તેથી મારો અભિપ્રાય તમને નિવેદન કરું છું કે ઉપાનહ, કમંડળ, છત્ર અને ઉપવીત (જનોઇ) એ બધાં સાધનો રાખીને હું તમારું વ્રત લેવા માગું છું. તેમ કરતાં પગે અને માથે તાપ ન લાગે અને પવિત્ર રહી શકું. કારણ કે જન્મ પર્યંત તેનો ત્યાગ કરી શકાશે નહિ.'
99
—
ત્યારે અનિષિદ્ધ અનુમતિથી આચાર્યે તેનો એ આગ્રહ કબૂલ રાખ્યો. કારણ કે પોતાના પિતાને સ્વાધ્યાય— પાઠથી પોતાની મેળે જ શિખામણ મળતી રહેશે.
હવે એકવાર શ્રાવકોના બાળકો, ગુરુની શિક્ષાથી જિનમંદિરે જતાં સાધુઓને પ્રણામ કરવા પાસે આવ્યા, અને તેમણે છત્રધારી એક મુનિને મૂકીને બધા સાધુઓને વંદન કર્યું. પછી ઉપાશ્રયમાં આવતાં તેમણે ગુરુને પૂછ્યું કે – અવંઘ શા માટે ?'
-
એટલે આચાર્ય બોલ્યા - ‘હે તાત ! એમ કાંઈ વંદનીય થવાય ? તમે છત્રનો ત્યાગ કરો. જ્યારે ઉષ્ણ તાપ લાગે, ત્યારે શિર પર વસ્ત્રને ધારણ કરજો.’ ત્યારે પુત્રના સ્નેહથી તેણે તેમ કરવા કબૂલ કર્યું અને છત્રનો ત્યાગ કર્યો. એ રીતે સમજાવતાં આચાર્ય મહારાજે તેની પાદુકા પણ તજાવી.
-
પછી એક વખતે ગુરુએ શિખામણ આપતાં પુરોહિત મુનિને કહ્યું કે ‘હે તાત ! તમે તાપ ન હોય તેવા સમયે બાહ્ય ભૂમિકાએ જાઓ છો અને પરિગ્રહ રહિત છો, તો અન્ન લોકોને દેખાડવાની ખાતર તમારે આ ઉપવીત શા માટે જોઈએ ? કારણ કે ‘આપણે ઉત્તમ બ્રાહ્મણ છીએ.' એમ કોણ નથી જાણતું ?’ એમ હળવે હળવે આર્યરક્ષિતસૂરિએ તેનો ગૃહસ્થ સંબંધી વેષ છોડાવી દીધો.
એવામાં એક વખતે પૂર્વની રીત પ્રમાણે બાળકોએ પુરોહિત મુનિને વસ્ત્ર માટે કહ્યું એટલે બ્રહ્મતેજથી દીપ્ત એવા તેણે બાળકોને જણાવ્યું કે ‘હું નગ્ન થવાનો નથી, પૂર્વજો સહિત તમે મને ભલે વંદન નહિ કરજો અને તેવો સ્વર્ગ પણ મને જોઈતો નથી, કે જે તમારા પૂજનથી પ્રાપ્ત થતો હોય.'
એવામાં એક સાધુ સ્વર્ગવાસી થયા એટલે ગુરુ મહારાજે તેનો દેહ ઉપાડવા માટે સાધુઓને સંજ્ઞા કરી, ત્યારે ગીતાર્થ મુનિઓ તે મૃતદેહ ઉપાડવા માટે ગુરુના વચને અહંપૂર્વિકાથી ઉતાવળ કરવા લાગ્યા. આ વખતે બાહ્ય કોપ બતાવતા ગુરુ બોલ્યા — ‘આ અસાધારણ પુણ્ય તમારે જ ઉપાર્જન કરવાનું છે અમારા સ્વજનોને નહિ.'
-
એમ સાંભળતાં પુરોહિત મુનિએ કહ્યું – ‘જો મોટું પુણ્ય પ્રાપ્ત થતું હોય, તો હું વહન કરું.' ત્યારે ગુરુ બોલ્યા ‘ભલે, એમ કરો, પણ મારું એક વચન સાંભળો — એને વહન કરતાં ઉપસર્ગો થાય તેમ છે. તો હું એવા દુષ્કર કામમાં મારા પિતાને કેમ અનુજ્ઞા આપું ? વળી ઉપસર્ગોમાં જો ક્ષોભ થાયે, તો અમને અમંગળ થાય; એમ સમજી જો હવે તમને ઉચિત લાગે તો તે સમાધિપૂર્વક આચરો.’
એમ સાંભળતાં સોમદેવમુનિ કહેવા લાગ્યા ‘હું તે અવશ્ય વહન કરીશ. શું હું નિઃસત્ત્વ કે દુર્બળ છું? માટે એ મુનિઓથી મને કોઈ રીતે અલગ ન ગણવો. પૂર્વે મેં વેદમંત્રોથી સમસ્ત રાજ્ય, દેશ અને રાજાના વિઘ્નોનો વિનાશ કર્યો છે.' પછી પાલખીમાં રહેલ શબને ખભે ઉપાડ્યું ત્યારે પૂર્વે શીખવી રાખેલ બાળકોએ પુરોહિતનું વસ્ત્ર ખેંચી લીધું. આથી તે મનમાં દુભાયા છતાં, પુત્રને વિઘ્ન થવાના ભયથી તેણે અધવચ ન