________________
98.
શ્રી પ્રભાવક ચરિત્ર
છે. તો સર્પના શરીરની જેમ તજી દીધેલા ભોગોનો હું પુનઃ આદર કરવાનો નથી. વળી હે તાત ! દૃષ્ટિવાદ પણ હું હજી પૂર્ણ ભણી શક્યો નથી. તો હું શી રીતે ગૃહવાસમાં પડું ? ખરેખર ! પુરુષોને પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરવો દુષ્કર છે. તેમ છતાં જો તમને મારા પર મોહ હોય, તો તમે બધા દીક્ષાને ધારણ કરો; કારણ કે ભ્રમથી સાકર ખાવામાં આવે, તો પણ તે પિત્તના ઉપદ્રવને શાંત કરે છે.
ત્યારે સોમદેવ કહેવા લાગ્યો કે – “હે વત્સ ! કુલીનપણે તે આચરેલ દુષ્કર તપ, મારે અત્યારે ઉચિત છે; પરંતુ પુત્રી, જમાઈ અને તેના બાળકોના લાલનપાલનથી મોહ–પ્રવાહમાં તણાતી એવી મૂઢમતિ તારી માતા આ ભવસાગરનો પાર શી રીતે પામી શકે ?'
એ પ્રમાણે પિતાનું વચન સાંભળી આર્યરક્ષિત ચિંતવવા લાગ્યા કે – મિથ્યાત્વના સ્થાનરૂપ એવો પિતા જો કોઈ રીતે પ્રતિબોધ પામે અને તપશ્ચરણથી શુદ્ધ થાય તો સમ્યક્ત્વરૂપ હીરાની ખાણ જેવી મારી માતા તો બોધ પામેલી જ છે, જેના પ્રભાવથી મને મોક્ષમાર્ગ મળ્યો. એમ ધારી આર્યરક્ષિત રૂદ્રસીમાને કહેવા લાગ્યા કે – “માતા ! મારા પિતા શું કહે છે, તેનો તો તમે વિચાર કરો. તે તમને દુર્બોધ્ય માને છે પણ ખરે જ તું જ્ઞાનના મહાનિધાન રૂપ છે. વળી તમારા આદેશથી દૃષ્ટિવાદનો અભ્યાસ કરતાં મારા ચિત્તમાં સંસારસાગર તરવાની ઉત્કંઠા ઉત્પન્ન થઈ અને શ્રી વજસ્વામી મને પ્રાપ્ત થયા. આ કળિકાળમાં તે સુનંદા જ ધન્ય છે કે જેણે શ્રીવજ જેવા પુત્રને જન્મ આપ્યો. હે માતા ! એક ગુણથી તમને તે કરતાં પણ હું અધિક માનું છું. પહેલાં તો પુત્રના રુદનથી ખેદ પામતાં તેણે આર્જવભાવથી તે બાળકના પિતામુનિને સોંપ્યો અને પાછળથી તે બાળકના નિમિત્તે વિવાદ કર્યો, પણ તમે તો મને અભ્યાસ કરવા માટે શ્રીમાનું તોસલિપુત્ર ગુરુને સોંપ્યો, તેમાં મને સંસાર સાગરથી પાર ઉતારવાનો જ તમારો હેતુ હતો. પુણ્યહીન જનોને અતિદુર્લભ એવા વજસ્વામીના ચરણ-શરણે હું ગયો. ત્યાં પૂર્વોનો અભ્યાસ કરીને હું પુનઃ તમારી પાસે આવ્યો છું. માટે પરિવાર સહિત તમારે પોતાના પ્રયત્નપૂર્વક મહાવ્રત આદરીને ભવ-મભૂમિનો અવશ્ય પાર પામવાનો છે.'
એટલે રૂદ્રોમાં કહેવા લાગી કે – “પુરોહિતજી તો સરળ સ્વભાવના હોવાથી એમ કહે છે કે-રૂઢસોમા કુટુંબની ઉપાધિથી વ્યગ્ર છે, તેથી એ વ્રત લેવાને અસમર્થ છે. તો હવે પ્રથમ મને જ શીધ્ર દીક્ષા આપો. એટલે પરિવાર પણ જે મારા પર દ્રઢ અનુરાગી હશે, તે પોતે મારી પાછળ વ્રત ગ્રહણ કરશે.”
ત્યારે આર્યરક્ષિત પિતાને કહેવા લાગ્યા – “હે તાત ! મારી માતા તો દીક્ષા લેવાને તૈયાર જ છે, આ લોકમાં તમે તીર્થરૂપ છો, તેથી તમારું વચન હું માન્ય કરું છું.'
પછી પુરોહિતનો પરિવાર પરસ્પરના સ્નેહને લીધે “હું પ્રથમ હું પ્રથમ' એમ ઉતાવળથી દીક્ષા લેવાને માટે તૈયાર થયો. એટલે આરક્ષિતસૂરિએ તેમના કેશનો લોચ કરીને સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક તેમને દીક્ષા આપી. તે બધાએ વિચાર કર્યા વિના સ્થવિરકલ્પનો વેશ ધારણ કરી લીધો, પરંતુ સોમદેવે મંદભાવથી તે વખતે જણાવ્યું કે – “હે વત્સ !કચ્છસહિત મારે વસ્ત્ર–પરિધાન રહો. કારણ કે પોતાના પુત્ર પુત્રી સમક્ષ નગ્ન કેમ રહી શકાય ?'
એમ સાંભળતાં ગુરુ વિચારવા લાગ્યા કે – “આ એનો વિચાર પોતાની મંદતાને સ્પષ્ટ કહી બતાવે છે. અથવા તો ભલે એમ થાય. હળવે હળવે હું એને સામાચારીમાં લાવીશ.” એમ ધારી તે બોલ્યા – ‘તમારી એ ઇચ્છા પૂર્ણ થાઓ.