________________
શ્રી વિજયધર્મસૂરિ આજ અરસામાં લંડનના બ્રિટીશ મ્યુઝિયમની ઈન્ડિયન લાયબ્રેરી વિભાગના કયુરેટર પ્રસિદ્ધ વિદ્વાન મી. થોમસ મુંબઈ આવ્યા અને તેમણે અત્યંત પ્રેમ અને પૂજ્ય ભાવથી સરિજીની મુલાકાત લીધી.
શ્રી વિજ્યધર્મ સરિની આ મુલાકાતોએ જૈન ધર્મનું જ નહિ પણ સારાયે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતને એક વિદ્વાન અખિલ હિંદના વિદ્વાનમાં માન પામે અને પરદેશી વિદ્વાને પણ જયારે તેના તરફ પૂજ્યભાવ દર્શાવે ત્યારે તે વાત કંઇ સામાન્ય ન ગણાય. મુંબઈ છોડી તેઓ ઉત્તર હિંદ ભણુ ગયા અને શિવપુરી ( ગ્વાલીયર રાજ્ય ) માં સ્થિરતા કરી.
સાહિત્યસેવામાં અત્યાર સુધીમાં તેઓ નીચેની અંજલિ સમર્પી ચૂક્યા હતા –
અહિંસાદિગદર્શન, જૈન તત્ત્વદિગદર્શન, જૈન શિક્ષાદિગદર્શન, પુરુષાર્થ દિગદર્શન, ઇંદ્રિય પસંજય દિગદર્શન, બ્રહ્મચર્ય દિગદર્શન, આત્મન્નિતિ દિગદર્શન, ધર્મદેશના, પ્રમાણ પરિભાષા, ઐતિહાસિક તીર્થમાળા સંગ્રહ, ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૧-૨-૩, દેવકુલ પાટક તથા યેગશાસ્ત્ર પરની