________________
૧૮
શ્રી વિજયધર્મસૂરિ રીતે ધર્મને ઉપદેશ આપતા રહ્યા. ગુજરાતમાં પૂરી તેઓ કાઠિયાવાડમાં ગયા.
કાઠિયાવાડના વિહાર દરમ્યાન તેમણે જામનગર, ગોંડળ, વાંકાનેર, ધ્રોળ, સાયલા, પીઠડિયા, બગસરા, વીરપુર, રાજકોટ, પાલીતાણ, પોરબંદર, જુનાગઢ આદિ સ્થળના મહારાજાઓ કે એડમીનીસ્ટ્રેટની મુલાકાત લીધી અને તેમના મનમાં અહિંસાનો સુંદર પ્રભાવ પાડયે. અહીંથી તેઓ પિતાની જન્મભૂમિ મહુવામાં ગયા અને ત્યાં “શ્રી મહુવા યશવૃદ્ધિ જન બાળાશ્રમની સ્થાપના કરી જે સંસ્થા આજે પણ પિતાનું કાર્ય સુંદર રીતે કરી રહી છે.
અહીંથી ફરી તેઓ ગુજરાત ભણી વળ્યા અને ખંભાત, ધર્મપુર વગેરે સ્થળોએ થઈ ઈ. સ. ૧૯૧૯માં મુંબઈ પહોંચ્યાં જ્યાં તેમનું ભારે સ્વાગત કરવામાં આવ્યું.
મુંબઇમાં લગભગ બે વર્ષની સ્થિરતા થઈ. તે દરમ્યાન તેમણે અનેક વિદ્વાને ઉપરાંત મુંબાઈ ઇલાકાના ગવર્નરની પણ મુલાકાત લીધી અને “શ્રી વીરત્વ પ્રકાશક મંડળની સ્થાપના કરી.