________________
શ્રી વિજયધર્મસૂરિ
૧૭
કરી પ્રસિદ્ધ તીર્થો કેશરિયાજી આવ્યા અને ત્યાંની યાત્રા કરી મેવાડમાં વિચરવા લાગ્યા. અહીં ઉદેપુરના મહારાણાની સાથે તેમને મુલાકાત થઇ, જેમાં સૂરિજીની છાપ તેમના મન ઉપર બહુ ઉંડી પડી. આ ભાગમાં પણ શિક્ષણના પ્રચાર કરવા ઉપરાંત તેમણે પ્રાચીન તીર્થ દેલવાડાના શિલાલેખાનું સ ંશાધન કર્યું, જે પાછળથી દેવકુલપાટક નામથી પુસ્તકાકારે પ્રસિદ્ધ થયું છે.
અહીંથી વિહાર કરી તેએ ગુજરાતમાં પધાર્યાં. આ વખતનું તેમનું આગમન વીર્ સુભટ વિજયયાત્રા કરીને ઘેર પાછા આવતા હૈાય તેવું હતું. છતાં અ`ધશ્રદ્દામાં ઉછરેલી અને રૂઢિવાદીએથી ઉભરાતી જન પ્રજા તેમને જોઇએ તેટલી સમજી શકી નહિ. પરંતુ સમાજના વિદ્વાન્ અને આગેવાન વર્ગમાં તેમજ બધી જનેતર પ્રજામાં તેમના આગમનથી નવીન પ્રાણના સંચાર થયા. આ વખતે ગુજરાત–કાઠિયાવાડમાં પ્લેગ પૂરોશમાં ફાટી નીકળ્યા હતા અને તેથી મનુષ્યા કીડાની જેમ મરી રહ્યા હતા, છતાં સૂરિજી નિર્ભયપણે ગામેગામ ફરતાં રહ્યા અને તેમની સેવા થાય તે