SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મુસાફરી અને પરાકનું મંડાણ “હજુ રાખ્યા નથી.” મિ. વિકલે જવાબ આપ્યો. અરે, રાખવા જોઈએ – સુંદર પ્રાણુઓ – ચાલાક, હેશિયારમારે કૂતરે પેઈટર-હું શિકારે નીકળ્યો-વાડ આવી -કૂતરો સ્થિર – સીટી મારી-ખસે જ નહિ-પાટિયા ઉપર નજર – વાંચ્યું-“આ આંતરાને વટાવનાર કૂતરાને ઠાર કરવાને ચેકીદારને હુકમ છે?— અભુત પ્રાણી-ચાલાક કૂતરો-કીમતી કુતરો ખૂબ.” નવાઈને દાખલો છે સાહેબ, મને જરા ટપકાવી લેવા દેશો ?મિ. પિકવિકે પૂછયું. ખસૂસ-જરૂર-હજારો દાખલા-અભુત કૂતરે- સુંદર છોકરી, સાહેબ (મિ. ટ્રેસી ટ૫મનને સંબોધીને, કારણ કે, રસ્તા ઉપર થઈને જતી એક જુવાન સ્ત્રી તરફ ગેર-પિકવિકિયન કટાક્ષે તે નાખી રહ્યા હતા.) - “ખરેખર, સુંદર છે !” મિ. ટ૫મને કહ્યું. “અંગ્રેજ છોકરીઓ પણ સ્પેનિશની તોલે નહિ–સુંદર પ્રાણુઓ – કાળી આંખો – મધુર પ્રાણુઓ- ખૂબ.” “તમે સ્પેન ગયા છે, શું ?” મિ. ટ્રેસી ટ૫મને પૂછયું. “ત્યાં રહ્યો છું – સેંકડો વર્ષ-” - “ઘણું હૃદય જીત્યાં હશે નહિ ?” મિ. ટામને પૂછયું. “હજાર ! ઉમરાવ ડોન બેલારે ફિઝગીગ-એકમાત્ર દીકરી – ડોના ક્રિસ્ટીના - સુંદર પ્રાણુ -મારા ઉપર કુરબાન–બાપ અદેખો - છોકરી હતાશ-પ્રસિક એસિડ પીધો મારા પાર્ટમેન્ટમાં જઠર-પંપ તૈયાર–સિડ ખેંચી કાવ્યો – બેલારે રાજીરાજી - તરત હાથ પકડાવી દીધા-અભુત કહાણું-ખૂબ.” “અત્યારે તે બાન ઈંગ્લેંડમાં છે?” ટ૫મને પૂછયું. તેમને એ સ્પેનિશ સુંદરીના સૌંદર્યના વર્ણનથી ગલગલિયાં થઈ આવ્યાં હતાં. મરી ગઈ સાહેબ – જઠરપંપથી ઈજા -ન જીવી – શરીર ભાગી ગયું – ખલાસ.” પિ–૨
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy