________________
આ પિકવિક કામ - માથું નીચું-માથું નીચું –બહુ ખરાબ કમાન-થોડા દિવસની વાત, એક મા અને પાંચ છોકરાં – કેચમાં બેઠેલાં – સેન્ડવીચ ખાતાં – નીચી કમાન – માનું ડોકું ઊડી ગયું – હાથમાં સેન્ડવીચ – મેટું ફૂલ – છોકરાં મેટું શોધે – બહુ કરુણ –બહુ કરુણ!– પણ શા વિચારમાં, મહેરબાન? હૈ?” તેણે એ વાત સાંભળી વિચારમાં પડેલા પિકવિકને પૂછયું.
“માણસજાતની દશા કેવી અસ્થિર છે, તે હું તમે કહેલા આ દાખલા ઉપરથી વિચારું છું.” મિ. પિકવિક જવાબ આપ્યો.
ફિલસૂફ છે મહેરબાન ?” “ના, ના, માનવ પ્રકૃતિનો નમ્ર નિરીક્ષક, સાહેબ.”
“હું પણ ફિલસૂફ – કામકાજ થવું અને કમાણીની પંચાત ન હાયએ બધા જ ફિલસૂફ, મહેરબાન - બહુ સારું કામ–અને તમે કવિ, મહેરબાન ?” ડગ્રાસના પિશાક ઉપરથી કલ્પના કરી તેણે પૂછયું.
મારા મિત્ર મિ ગ્રાસ કવિની પ્રકૃતિ ધરાવે છે, એ ખરી વાત છે,” મિ. પિકવિકે જવાબ આપ્યો.
“હું પણ કવિ-મહાકાવ્ય લખ્યું છે-દશ હજાર કડીઓ – જુલાઈની કાંતિ ઉપર- સ્થળ ઉપર જ લખી નાખ્યું – દિવસે તપ – રાતે વીણું – ખૂબ.”
“તો તમે ક્રાંતિના તે ભવ્ય પ્રસંગે જાતે હાજર હતા ?” “મિ. નૈડગ્રાસે પૂછયું.
“હાજર – અરે, જાત-હાજર ! બંદૂક ફેડી - વિચાર ફૂટ – પીઠામાં ગયો-લખી નાખ્યો- પાછી બંદૂક- પાછો વિચાર –કલમ ને ખડિયો-લેહી ને બંદૂક–એકદમ ભેગાં-અભુત કામગીરી–અને તમે ખેલાડીશિકારી, ખરું ?” મિ. વિકલના પોશાક ઉપરથી કલ્પના કરીને તેણે પૂછયું.
“કંઈક કંઈક, સાહેબ,” મિ. વિકલે જવાબ આપ્યો. “સરસ શેખ – મજાનો શેખ- કૂતરાઓ ? શિકાર ?”