________________
મુસાફરી અને પશ માનું મંડાણ હતાં, તથા અંદર ક્યાંક ક્યાંક ઠીંગડાં પણ ભારેલાં હતાં. જેક ચહેરા ઉપરથી તે જનમનો તવંગર હોય તે દેખાવ દાખવી રહ્યો હતો.
મિ. પિકવિકે પણ હવે તેને હાર્દિક ધન્યવાદ આપવા માંડયા. પેલા અજાણ્યાએ ટૂંકાં વાક્યોથી તેમને બેલતા રોકથા – “ઘણું થયું – કંઈ જરૂર નથી – પેલો કૅબવાળો ખરો બદમાશ – પંજા બરાબર વાપરી જાણે – પણ હું બેઢાનું માથું ચપટું કરી નાખત – પાઈપકડીવાળાનું પણ–આ કંઈરીત છે? – સીધા કરવા જોઈએ- સાલાઓને !– ખૂબ.”
આ સંભાષણ હજુ લાંબું જ ચાલત, પણ એટલામાં રેચેસ્ટર તરફ જનાર કેચ-ગાડીવાળે ત્યાં બેઠેલા સૌને ખબર આપવા આવ્યો કે, “કેચ ઊપડવાની તૈયારી છે.” - પેલે અજાણ્યો તરત જ ઊભો થઈને બેલ્યો, “હું જાઉં છું – બેઠક રિઝર્વ કરાવી છે – રોચેસ્ટર જવા – નાસ્તા-પાણીનું બિલ હું જ ચૂકવી દેત – પણ લાચાર – પાંચ પાઉંડની નેટ- પરચૂરણને કંટાળો – ઠીક, જાઉં છું – આવજે !”
પણ મિ. પિકવિક અને તેમના મિત્રોએ પણ પોતાના પ્રવાસની પ્રથમ મંજિલ રોચેસ્ટર મુકામે જ નિરધારી હોવાથી, બિલ ચૂકવી દઈ તેઓ પેલા અજાણ્યા સાથે જ કેચમાં બેસવા ચાલ્યા.
પેલા અજાણ્યા પાસે કશે સરસામાન ન જોઈ કેચમાં ચડતી વખતે મિ. પિકવિકે તેને પૂછપરછ કરી; તો તેણે તરત જ ખુલાસે કરી દીધો, “પુષ્કળ સરસામાન - ઘર જેટલાં ઊંચાં બંડલ – બહુ ભારે – જળમાર્ગે – અગાઉથી વિદાય કરી દીધાં – સાથે આટલું – કાગળમાં વીંટેલું પાર્સલ – જરૂરી – ખૂબ.”
એ બ્રાઉન-પેપરમાં વીંટેલું “પાર્સલ” જ્યારે તેણે ખીસામાં ખેર્યું, ત્યારે તેમાં એકાદ વધારાનું શર્ટ અને ખીસા-રૂમાલ સિવાય બીજું કાંઈ વિશેષ અગત્યનું હોય એમ દેખાયું નહિ.
. પછી કોચ દરવાજાની નીચી કમાન તળેથી બહાર નીકળવાને થયો કે તરત પેલા અજાણ્યા સાથીએ પિકવિક વગેરેને ચેતવણી આપી,