________________
ઉપદેશ રહસ્ય–ગાથા–૨૬
સમાધાન -અપુનબંધક વગેરેની છેડી પણ બાહ્ય ક્રિયા બીજાધાન દ્વારા શુદ્ધ હોવા સાથે ઉત્કૃષ્ટ કક્ષાની ભાવાજ્ઞાની સંપાદક છે માટે કઈ વિરોધ નથી. આશય એ છે કે સમ્યગદષ્ટિ આદિને ભાવ સિદ્ધ હોવા છતાં પણ ફળ સાથે વિરોધ નથી કારણ કે સિદ્ધભાવ જઘન્ય કક્ષાને છે જ્યારે ઉત્કૃષ્ટ ભાવાજ્ઞારૂપ ફળ તે હજુ સાધ્ય કટિમાં છે, તેની સાધક હેવાથી સમ્યગુદષ્ટિ વગેરેની બાહ્ય ક્રિયા પ્રધાન દ્રવ્યાજ્ઞા રૂપ માનવામાં વિરોધ નથી. નિષ્કર્ષ એ આવ્યું કે અવિરતસમ્યગૃષ્ટિ આદિને દ્રવ્ય ક્રિયા સાથે અનુસ્કૃષ્ટ આજ્ઞા રૂપ ભાવાજ્ઞા હોવા છતાં પણ ઉત્કૃષ્ટ આજ્ઞા રૂ૫ ભાવાજ્ઞા તાત્કાલિક ન હોવાથી ઉત્તરોત્તર તેનું સંપાદન કરવા દ્વારા તેની દ્રવ્યક્રિયા પણ પ્રધાન દ્રવ્યાજ્ઞા છે એમ કહેવું એ વ્યપદેશ કરે એ યુક્તિયુક્ત છે.પારદા