________________
ઉપદેશઃ ૭—મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ
૫૭ ભાવાજ્ઞાસંપાદનમાં અપુનબંધક આદિ ની દ્રવ્યાજ્ઞા જે રીતે એગ્ય છે તે પાંચમા શ્લેક (૨૬) થી કહે છે–
एएसिं दव्याणा भावाणाजणणजोग्गयाए उ । थोवावि हु जं सुद्धा बीआहाणेण पुण्णकला ॥२६॥
શ્લેકાર્થ –આ આત્માઓની દ્રવ્યાજ્ઞા ભાવાજ્ઞાને જન્માવવાની લાયકાતવાળી હોવાના કારણે જ નાનકડી હોય તે પણ બીજાધાન શુદ્ધિ દ્વારા સંપૂર્ણ ફલાયિની થાય છે. સારા
एतेषाभपुनर्बन्धकादीनां सर्वविरतपर्यन्तानाम् , द्रव्याज्ञा स्वस्वोचितबाह्यानुष्ठानरूपा भावाज्ञाजननयोग्यतया तु, तुरेवकारार्थः, भावाज्ञाजननयोग्यतयैव नान्यथा, नन्वेवं भावाज्ञालाभात् प्रागपुनर्बन्धकस्य द्रव्याज्ञोपपत्तावपि तदुत्तरमविरतसम्यग्दृष्ट्यादीनां तदनुपपत्तिः सिद्धासिद्धावस्थयोः फलतद्यो यतयोपिरोधादित्याशंक्याह-स्तोकापि अल्पापि, यद्-यस्मात्कारणात् , बीजाधानेन शुद्धा सती पूर्णफला-उत्कृष्टाज्ञाजननी भवत्याज्ञेति योगः । एवं चाविरतसम्यग्दृष्ट्यादीनामप्यनुत्कृष्टाज्ञासम्भवेप्युत्तरोत्तरोत्कृष्टाज्ञाजननान्न द्रव्याज्ञानुपपत्तिरिति भावः ॥२६॥
[ભાવાણાસંપાદક દ્રવ્યાજ્ઞા] તાત્પર્યાથ:–અપુનબંધકથી સર્વવિરત સુધીના આત્માઓની દ્રવ્યાજ્ઞા એટલે કે પોતપિતાની દશાને ઉચિત બાહ્ય અનુષ્ઠાન રૂપ ક્રિયા ભાવાજ્ઞા જનનગ્ય હોય છે. તેથી જ ભાવાજ્ઞા સંપાદક થાય છે. જે તે ભાવાજ્ઞા જનનમાં યોગ્ય ન હોય તે પૂર્ણ ફલદાયક બને નહિ.
શકા -બાહ્ય અનુષ્ઠાનરૂપ દ્રવ્યાજ્ઞાથી અપુનબંધક જીવને ભવિષ્યમાં સમ્યગૂ દર્શન અને ચારિત્રરૂપ ભાવાજ્ઞાની પ્રાપ્તિ થતી હોવાથી તેની બાહ્ય ક્રિયા પ્રધાન દ્રવ્યાજ્ઞા સ્વરૂપ છે તે અરોઅર છે. પરંતુ અવિરત સમ્યગૃષ્ટિ, દેશ ચારિત્રી અને સર્વ ચારિત્રીની બાહ્ય અનુષ્ઠાને ક્રિયાને દ્રવ્યાજ્ઞા રૂપ કહેવી યુક્તિયુક્ત નથી. કારણકે જે ભાવાજ્ઞા તે તે ગુણસ્થાનકમાં સિદ્ધ અવસ્થામાં જ હોય તે હવે પુનઃ ફળસિદ્ધિ વિરુદ્ધ છે, એટલે કે એકવાર ફલ આવી ગયા પછી પુનઃ ફલની પ્રાપ્તિ અસંભવિત છે દા. ત. એકવાર જે આત્મા મુક્તિ પામે તેની પુનઃ મુક્તિ અસંભવિત છે. અગર એમ કહેવામાં આવે કે ચેથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકમાં ભાવાજ્ઞા સિદ્ધ થઈ નથી તે પણ, તે બાહ્ય અનુષ્ઠાન ભાવાજ્ઞાજનન-ગ્યતાવિશિષ્ટદ્રવ્યાજ્ઞારૂપ માનવામાં વિરોધ છે. આશય એ છે કે ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનકમાં ભાવપ્રાપ્તિની સંપૂર્ણ સામગ્રી છે અને બાહ્ય અનુષ્ઠાન પણ છે, છતાં પણ ભાવાજ્ઞા અસિદ્ધ ત્યારે જ હોઈ શકે કે જ્યારે તે બાહ્ય અનુષ્ઠાન રૂપ દ્રવ્યાજ્ઞા પ્રધાન નહિ પણ અપ્રધાન હોય. દા. ત. મેળવણુ મેળવ્યા પછી દહીં બનવાને પૂર્ણ સંયેગે હોવા છતાં પણ જે દહીં ન બને તે માનવું જોઈએ કે તે દુધમાં દહીં બનવાની ગ્યતાને અભાવ છે. અર્થાત્ એ દુધ લોટ અને પાણીને મિશ્રણ જેવું છે પણ વાસ્તવિક દુધ નથી. એજ રીતે ચોથા વગેરે ગુણસ્થાનક નું અસ્તિત્વ છે અને બાહ્ય અનુષ્ઠાન પણ છે તે ભાવાજ્ઞા હોવી જ જોઈએ.