________________
[6]
- ગુરૂદેવની વાણી સાંભળીને નારાયણ અને સૌભાગ્યદેવીની આંખો ભીની થઈ ગઈ. એ આંસુ હર્ષનાં હતાં અને શોકનાં પણ. પિતાને પુત્ર મહાન સાધક બની અનેક જીવોનું કલ્યાણ કરે, ભગવાન તીર્થકર દેવના ધર્મશાસનને દીપાવે એ કલ્પના એમને હર્ષવિભોર બનાવતી હતી. પરંતુ આવો વિનયી, હસમુખો અને બુદ્ધિમાન પુત્ર ઘર છે ડી, માતા-પિતા, સ્નેહી-સ્વજને સહુને છોડીને ચાલ્યો જાય એ વિચારે એમને ઉદાસ પણ બનાવી દીધા. એમનું મન દ્વિધામાં પડી ગયું. શ્રી નવિજયજી તે ત્યાંથી વિહાર કરીને પાટણ પધાર્યા, તેમણે ચાતુર્માસ પાટણમાં કર્યું
તિજસ્વી બાળક જશવંતની દીક્ષા] આ બાજુ કેનેડામાં જશવંતને ચેન નહોતું. ગુરુદેવની સૌમ્ય અને વાત્સલ્યભરી મૂર્તિ એની નજરમાંથી ખસતી નહોતી. એનું માન ગુરુદેવના સાનિધ્યમાં જવા માટે તલસી રહ્યું હતું. ખાવા પીવામાં કે રમત-ગમતમાંથી એને રસ ઊડી ગયો. એનું હૃદય પણ ઉદાસ બની ગયું. આંખો રડી રહી હતી. પિતાના મારા પુત્રની દીક્ષા માટે ઉત્કટ તમન્ના જોઈને માતા-પિતાના હૃદયમાં પણ પરિવર્તન આવ્યું. જશવંતને લઈને તેઓ શ્રીનવિજયજી પાસે પાટણ પહોંચ્યા. અને થોડાક જ સમય બાદ પાટણમાં જશવંતની દીક્ષા થઈ. જશવંતનું નામ પડયું “મુનિ યશોવિજય. નાનાભાઈ પમસિંહે પણ મોટાભાઈના પગલે પ્રયાણ કર્યું. એણે પણ સંસારનો ત્યાગ કરી મુનિજીવન સ્વીકાર્યું અને “મુનિ પદ્ધવિજય બન્યા. રામ અને લક્ષ્મણની જેમ યશવિજય અને પદ્મવિજયની જોડી દીપી ઉઠી. દીક્ષા લઈને બને ભાઈઓ ગુરુસેવા અને જ્ઞાનાભ્યાસમાં લીન બની ગયા. દિવસ ને રાત એમના સાધનાના ચક્રો ગતિમાન બન્યા.
[વિદ્યાભ્યાસમાં તીવ્ર પ્રગતિ. વિ. સં. ૧૬૯૯માં તેઓ અમદાવાદ પધાર્યા. ત્યાં ગુરુ આજ્ઞાથી એમણે જાહેરમાં જનતાને અપૂર્વ સ્મરણશક્તિને પરિચય આપતા અવધાન કલાના પ્રયોગો કરી બતાવ્યા. યશોવિજયજીની તેજસ્વી પ્રતિભા જોઈને શ્રેકિરતન ધનજી સુરા અત્યંત પ્રભાવિત થયા. ગુરૂદેવ શ્રી નવિજયજી પાસે આવીને તેમણે વિનંતિ કરી; “ગુરૂદેવ શ્રી યશોવિજયજી સુગ્ય પાત્ર છે. બુદ્ધિમાન અને ગુણવાન છે, બીજા હેમચંદ્રસૂરિ થઈ શકે એવા છે. આપ એમને કાશી એકલે અને દર્શનનો અભ્યાસ કરાવો.” | ‘ભાગ્યવંત ! તમારી વાત તો સાચી, હું પણ ઈચ્છું છું કે યશોવિજયજી વિદ્યાધામ કાશીમાં જઈને વધુ અધ્યયન કરે તો સારું, પણ કાશીના ભટ્ટાચાર્ય પૈસા લીધા વિના ભણાવતા નથી એ તમને ખબર છે ?'
“ગરૂદેવ ! આપ એની જરાયે ચિંતા ન કરો. યશોવિજયજીને કાશી મોકલવામાં અને અધ્યયન કરાવવામાં જે કાંઈ પણ ખર્ચ થાય તેની આપ ચિંતા જ છોડી દે. મારી સંપત્તિને સદુપયોગ થશે. આવો લાભ મને મળે ક્યાંથી ?.......અને એક દિવસ મુનિ યશોવિજયજીએ કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી જઈને તેમણે પદર્શનના પ્રકાંડ વેત્તા ભટ્ટાચાર્ય પાસે અધ્યયન શરૂ કર્યું. એ ભટ્ટાચાર્ય પાસે બીજા ૭૦૦ શિષ્ય વિવિધ શાસ્ત્રોનો અને દર્શનને અભ્યાસ કરતા હતા. તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા શ્રી યશોવિજયજીએ શીધ્રગતિએ ન્યાય-વૈશેષિક, સાંખ્ય–ગ, મીમાંસા, વેદાંત અને બૌદ્ધદર્શન આદિનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. “તવચિન્તામણી” જેવા સાગરસમાં ન્યાયશાસ્ત્રના મહાનગ્રન્થનું પણ અવગાહન કર્યું. બીજી બાજુ જૈન દર્શનના સિંદ્ધાંતોનું પરિશીલન પણ ચાલુ જ હતું. સ્યાદાદ દૃષ્ટિએ બધા દર્શનેનું વાસ્તવિક બારિક નીરીક્ષણ પણ કરતા રહ્યા. કાશીના શ્રેષ્ઠ વિદ્વાનોમાં એમની ગણના થવા લાગી.