________________
[5]
પ્રવાહિત રાખે. તે ઉપદેશની શુદ્ધિ યથાવત જળવાઈ રહે તે માટે પણ ભગીરથ પુરુષાર્થ ખેડ્યો. અંજલિમાં રહેલું જળ કાળક્રમે ટીપે ટીપે ક્ષીણ થતું જવા છતાં પણ નિર્મળતાને ટકાવી રાખે તેવું જ શ્રી તીર્થંકર પરમાત્માના ઉપદેશનું છે જેની નિર્મળતા આજ સુધી ટકી રહી છે. “ઉપદેશ રહસ્ય' ગ્રન્થ મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજની અણમોલ ભેટ છે. આ ગ્રન્થને લગભગ સંપૂર્ણ દેહ તેઓશ્રીએ તકસમ્રાટ આચાર્યશ્રી હરિભદ્રસૂરિમહારાજ વિરચિત “ઉપદેશપદ' ગ્રન્થ અન્તર્ગત વિપુલ સામગ્રી લઈને ઘડે છે. જો કે પંચાશક–ગબિંદુ વગેરે બીજા પણ અનેક ગ્રન્થનું દેહન આ ગ્રન્થમાં સંગૃહીત કરી લેવામાં આવ્યું છે. “ઉપદેશપદ’ ઉપદેશ અંગેને એક વિશાળ ગ્રન્થ છે. તેમાં જે જે વિષયને ઉપદેશ કરવામાં આવ્યાં છે તે દરેક વિષય ઉપર લગભગ અલગ અલગ દૃષ્ટાન્ત પણ આપેલા છે. વ્યાખ્યાતૃચૂડામણિ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજે લગભગ ૮૦૦-૮૦૦ વર્ષ પૂર્વે આ ગ્રન્થ ઉપર વિસ્તૃત વ્યાખ્યાની મનહર રચના કરેલી છે જેનાથી એ ગ્રન્થના વિષય ઉપર વિશઃ પ્રકાશ પથરાયે છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે ઉપદેશપદ ગ્રન્થ અન્તગત દૃષ્ટાન્તોને સ્પર્યા વિના શેષ ઘણા અંશને ‘ઉપદેશ રહસ્ય'માં સમાવી લીધો છે. આ પ્રકારના કાર્યમાં તેમની દૃષ્ટિ તે એ જ હશે કે જેઓ તવરચિ હોય તેમને અ૫ શબ્દોમાં ઉપદેશપદ ગ્રન્થને સારાંશ ઉપલબ્ધ થઈ જાય. શ્રી ઉપાધ્યાયજી મહારાજની દૃષ્ટિમાં કેટલી દીર્ધદશિતા, સારગ્રાહકતા અને સમયજ્ઞતા રહેલી છે તે તો એમના સમગ્ર ગ્રન્થોનું અવલે કન કરનારથી પ્રચ્છન્ન નથી,
[ મહોપાધ્યાય જીવન કવન ] મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજ એટલે જૈનશાસનના ઉદ્યાનનું એક મઘમઘતું ખિલખિલાટ કરતું પુષ્પ. એના અણુએ અણુએ સંયમની સુવાસ અને સ્વાધ્યાયનું નીતરતું સૌન્દર્ય કેઈપણ શાસ્ત્રપ્રેમીને મુગ્ધ કરી દે તેવું છે. જૈનશાસનની આ દિવ્ય વિભૂતિ હવે તો જૈન-જૈનેતર વિદ્વાનોમાં સુવિખ્યાત છે. વિક્રમની ૧૭-૧૮મી સદીએ આ મહાપુરુષની જીવંત ગૌરવગાથાનું સૌભાગ્ય માર્યું છે.
[સંક્ષિપ્ત જીવન પરિચય] ઉત્તર ગુજરાતમાં પાટણની પાસે આવેલું “કડા ગામ આજે પણ હયાત છે. ત્યાં નારાયણ શ્રેષ્ઠી રહેતા હતા. શેઠના પત્નીનું સૌભાગ્યદેવી, પતિ-પત્ની સદાચારી અને ધર્મનિષ્ઠ હતા. એમને બે પુત્ર થયા. મેટાનું નામ “જશવંત” અને નાનાનું નામ “પદ્મસિંહ પાડયું.
જશવંતની બુદ્ધિ સૂક્ષમ હતી. બાળક હોવા છતાં પ્રજ્ઞા તરુણ હતી. નાનપણથી જ એમાં અનેક ગુણ ઝળકતા હતા. એ કાળના પ્રખર વિદ્વાન મુનિરાજ શ્રી નવિજયજી વિહાર કરતા કરતા વિ. સં. ૧૬૮૮માં પાટણ પાસે કનોડા ગામમાં પધાર્યા. કનડાની જનતા શ્રી નવિજયજીની જ્ઞાન વૈરાગ્યભરી વાણુ સાંભળીને મુગ્ધ બની ગઈ. નારાયણ રોકી પણ ઉપદેશ સાંભળવા પરિવાર સાથે ગયેલ. મુનિવરને ઉપદેશ તે સહુએ સાંભળે, પરંતુ બાળ જશવંતના મન પર મુનિવરની વાણીની જેવી ઘેરી અસર થઈ એવી બીજી કોઈ ઉપર ન થઈ. જશવંતના અંતરમાં પડેલા જન્મ જન્માંતરના ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર જગ્ન થઈ ગયા. સંસારને ત્યાગ કરી સાધુજીવનના સ્વાંગ સજાવવાની ભાવના એણે પિતાના માતા-પિતા પાસે વ્યક્ત કરી. શ્રી નવિજયજીએ પણ જશવંતની બુદ્ધિપ્રતિભા અને સંસ્કારિતા જઈને નારાયણ શ્રેષ્ટિ અને સૌભાગ્ય દેવીને કહ્યું : “ભાગ્યશાળી ! મહાન સદ્ભાગ્ય છે તમારું કે આવા પુત્રરત્નની તમને પ્રાપ્તિ થઈ છે. બાળક જશવંત ભલે ઉંમરમાં ના દેખાતે હોય પરંતુ એને આત્મા ના નથી. એને આત્મ મહાન છે. જો તમે પુત્રમોહને દૂર કરી જશવંતને સાધનાના માર્ગે જવાની રજા આપશો તો આ તેજસ્વી બાળક ભવિષ્યમાં ભારતની ભવ્યવિભૂતિ બનશે. હજારો અને લાખે મનુષ્યોને ઉદ્ધારક બની શકશે...' એમ મારું અંતર કહે છે.