________________
જાજવલ્યમાન વ્યક્તિત્વવાળા અનેક મહાન પૂર્વાચાર્યોએ જૈનસાહિત્યના શણગાર અને અલંકાર ઘડવામાં કોઈ કચાશ રાખી નથી. એ પૂર્વાચાર્ય ભગવંતની પરંપરાને અનુસરીને મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે જૈનસાહિત્યની શ્રીવૃદ્ધિમાં જે બહુમૂલ્ય ફાળો નોંધાવ્યા છે તે યુગોના યુગ સુધી અવિસ્મરણીય બને એવો છે. પ્રસ્તુત ગ્રન્થ “ઉપદેશરહસ્ય” પણ તેઓશ્રીની જ શાસ્ત્રપૂત કલમે આલેખાયેલ એક મહાન દસ્તાવેજની ગરજ સારે એ છે જેમાં જૈનશાસનને સારભૂત ઉપદેશ તથા તેને પ્રવાહિત કરવામાં રાખવા ... સાવધાની વગેરે વિષય ઉપર સુંદર તલસ્પર્શી–મામિકન્તર્કબદ્ધ છણાવટ હંયમાં સ્પન્દને જગાડી જાય એવી છે.
[ઉપદેશ : પરેપકારનું અમોઘ શસ્ત્ર] ઉપદેશસાહિત્ય જૈનસાહિત્યનું એક અવિભાજ્ય અંગ છે. આધ્યાત્મિક સિદ્ધિઓને આત્મસાત કરી ચૂકેલા મહાપુરુષોના જીવનમાં એક મહત્ત્વને તબક્કો હોય છે પરોપકારનો. સર્વ જીવોને પિતપોતાના આત્માની સર્વોચ્ચ ઉન્નતિ સાધવાની તકનું સંપાદન કરી આપવા તુલ્ય બીજો કોઈ શ્રેષ્ઠ પરોપકાર નથી. ઉચ્ચ કક્ષાના મહાપુરુષે પકાર કરતાં પણ વધુ પરોપકારના રસીયા હોય છે એ વિશ્વમાનવનું મહાન સૌભાગ્ય છે સાથે આશ્ચર્ય પણ. કઈ પણ જીવને બળાત્કારે આત્મહિતમાં પ્રવર્તાવવાનું અશક્ય તે નહીં કિન્તુ દશકય તે જરૂર હોય છે. એટલે જ એ મહાપુરુષો બળાત્કારથી જીવોને આત્મહિતમાં જોડવાનું મુનાસીબ નહીં માનતાં સદુપદેશ દ્વારા સન્માર્ગને ચીંધવામાં જ કર્તવ્યની ઈતિથી સમજે છે. સદુપદેશ એ જ ખરેખર પરોપકારને રામબાણ ઉપાય છે. ગાળો દેનારાનું પણ કલ્યાણ ઈચછનારા શ્રી તીર્થકર ભગવંતોએ દુષ્ટ-શિષ્ટ સર્વ લેકોને સદુપદેશનું જ અમૃતપાન કરાવ્યું છે. પ્રભુ મહાવીરની સૂમબોધગમ્ય એવી તત્વવાણીના એક એક શબ્દ પણ ઉપદેશના ધ્વનિથી વણાયેલા હતા. તેઓશ્રીના હસ્તદીક્ષિત મુનિ શ્રી ધર્મદાસગણીએ પણ સંસારી પુત્રને પ્રતિબંધ કરવા ઉપદેશમાલા ગ્રન્થ રચી સંભળાવ્યું હતું. આગમેતર સાહિત્યમાં ઉપદેશમાલા પ્રાચીનમાં પ્રાચીન ઉપદેશ ગ્રન્થ મનાય છે. તેની પ્રામાણિકતામાં કઈને સંદેહ નથી અને તેની ભવ્યતામાં કોઈ ખામી પણ નથી. એના એક એક લેક આત્માને પ્રદેશોમાં જાગૃતિના આદેલને જગાડી જનારા અને જીવનક્રાન્તિના સૂર છેડી જનારા છે. - ત્યારબાદ બીજા અનેક ઉપદેશ પ્રત્યે એક પછી એક રચાતા ગયા અને ભવ્યાત્માએ એને ઉપદેશ ઝીલતા પણ ગયા. ઉપદેશપદ, ઉપમિતિભવપ્રપંચકથા, ઉપદેશસાર, ઉપદેશચિંતામણિ, ઉપદેશશતક, ઉપદેશરત્નાકર, ઉપદેશતરંગિણી, ઉપદેશસતિ, ઉપદેશપ્રાસાદ આ બધા ગ્રન્થા તે સાક્ષાત ઉપદેશથી જ ભરેલા છે પણ બીજ યુ અનેક ગ્રન્થમાં સીધી યા આડકતરી રીતે પાનાઓના પાનાં ભરીને ઉપદેશ સંગ્રહીત થયેલ છે. કથાના માધ્યમે અનેકવિધ સબંધ પીરસનારા અનેકાનેક કથાગ્રન્થ પણ જ્ઞાનભંડારે શોભાવી રહ્યા છે. આ તમામ પદેશિક ગ્રન્થમાં માનવજીવનને ઉન્નત બનાવવા માટે અને નિર્મળ કરવા માટે સદગુણોના પુષ્પની સુવાસથી મઘમઘતું બનાવવા માટે સમર્થ વિપુલ સામગ્રીના ભંડાર ભર્યા પડ્યા છે.
ઉપદેશ આપવાને અધિકારી કોણ ? ઉપદેશ કોને અપાય ? કેવો અપાય ? કયા વિષયને અપાય ? કઈ કક્ષાને અપાય? કઈ ભૂમિકા ઉપર ઉપદેશ અપાય? આ વિષયનું પણ સ્પષ્ટીકરણ કરતાં અનેક ગ્ર જૈન વાડ્મયમાં મોજુદ છે. સૂત્રકૃતાંગ સૂત્ર, ષડશક સૂત્ર, યેગશતક વગેરે અનેક ગ્રન્થમાં આ બાબતનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે.
[ઉપદેશની વહેતી રહેલી નિમળ સરિતા] જિનશાસનની એક મહાન બલિહારી છે કે શ્રી સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ પિતાના કાળમાં જે ઉપદેશ આપ્યો એ જ ઉપદેશ મહદંશે તેઓની પુનીત પરંપરામાં થયેલા શ્રી પૂર્વાચાર્ય ભગવલે એ સતત