________________
અંતરંગનું અનાવરણ
જૈિન શાસનની મહત્તા] સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી ઓતપ્રોત પરમતારક તરણતારણ જિનેશ્વદેવોએ ઉત્તમોત્તમઅજોડ બેનમૂન મેક્ષલક્ષી જૈનશાસનની વિશ્વમાનવને ભેટ અર્પણ કરી. આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી ઉભગેલા અને દુખ-ત્રાસ કષ્ટોથી કંટાળેલા એવા સમગ્ર માનવોને હાર્દિક આશ્વાસન મળ્યું. મહાસાગરમાં ડૂબકી ખાતા અને અસહ્ય ગૂંગળામણ અનુભવતા ત્રાહિત આત્માઓને હેમખેમ કિનારે લઈ જનાર જહાજ લાધ્યું. વિષમતાઓથી ગીગીચ અંધકાર વ્યાપ્ત એવા વિકરાળ જંગલમાં ગુમરાહ બનેલા પથિકને પ્રકાશનું પુનીત કિરણ દેખાવા માંડયું. સંસારના નાના-મોટા સૌ જીવોને અભયનું વરદાન મળ્યું, જ્ઞાનનું સુધાપાન મળ્યું, અર્નેને મુક્તિનું બાદશાહી સન્માન મળ્યું.
૨૫૦૦ વર્ષ પૂર્વે જગતને પ્રભુ મહાવીરનું શીતલ શરણ મળ્યું. અનેક રાજા-મહારાજાઓ, બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય–શદ્ર અઢારે કોમના માનવો અંદરોઅંદરના વેરઝેર અને ભેદભાવને ભૂલીને, ઈર્ષા અને અત્યારના દુર્ભાવોને દફનાવીને, અહંકારની ભેખડે ચીરીને ભગવાનની ચરણ સેવામાં લયલીન થઈ ગયા. દેહ અને દુનીયાના સૌંદર્યનો મોહ છોડીને આત્મસૌંદર્યના આશક બની ગયા. આંતરશત્રુઓને ઘોર પરાજય કરી આત્મસામ્રાજયના ભોક્તા બની ગયા.
જિનેશ્વર દેવાની અદ્દભુત વાણી. પ્રભુની વાણુને કોઈ અજબ મહીમા અને ગજબ પ્રભાવ છે. શેરડીને સાઠે ગમે એટલો જુનો થાય તો પણ એની મધુરતા નીત નવી જ હોય છે. તેમ આ પ્રભુવાણી શાસ્ત્રોમાં ગુથાણી એ ખરેખર સુધાની સરવાણું જ છે. અનેકાનેક કુર–નિર્દય અને પાપાત્માઓ આ પ્રભુવાણીની નિર્મળ સરિતામાં સ્નાન કરી વિશ્વવિખ્યાત સંત બની ગયા. ભ્રષ્ટાચાર અને દુરાચારની બદીઓથી ખદબદતા કંઈક દુરાત્મા એના જીવનમાં પ્રભુવાણીની ગંગાએ સદાચાર અને સવિચારના ઉદ્યાન પુષ્પિત અને પલ્લવિત કર્યા.
પ્રભુ મહાવીરે પ્રગટાવેલી એ મહાન શાસન તમાં સતત ઘી પૂરવાનું કાર્ય ચાલુ રાખીને તેમના પટ્ટશિષ્ય-અગ્યાર ગણધરભગવંતોએ એ તને ઝળહળતી રાખી. તેમના ખરેખરા વારસદાર પૂર્વાચાર્ય ભગવંતોએ આત્મ-બલિદાનની સતત તૈયારી સાથે એ તના તેજનું અનેક ઝંઝાવાતે અને તે કાનમાં સરંક્ષણ કર્યું.
જૈિનસાહિત્યની વિશેષતા અને ઉપયોગિતા] પ્રભુની વાણીને અક્ષરમય દેહમાં ગૂંથી લેનાર જૈનસાહિત્ય એ વિશ્વની મહાન આધ્યાત્મિક મૂડી છે–અમૂલ્ય ઝવેરાત છે. આ ઝવેરાતના ખજાનામાં જેટલી વિવિધતા છે અને જે મેહકતા છે એ કદાચ દુનિયાના કેઈ ચક્રવતી માંધાતા સમ્રાટના ખજાનામાં પણ ભાગ્યે જ જોવા મળશે. વસ્તુ જેટલી કીમતી અને દુર્લભ એટલી એને મેળવવાની લાયકાત પણ ઊંચી કક્ષાની જોઈએ, ન હોય તે કેળવવી પણ જોઈએ. જેન સાહિત્યની ઉપાસના માત્ર વિદ્વત્તાને શેખ કેળવવા માટે નથી, મહાપંડિતની કીર્તિ અને વાહવાહ મેળવવા માટે નથી, સત્યની નિર્મળ સરિતામાં અસત્યની મલીન નીકે ભેળવવા માટે નથી કિન્તુ આમિક સુખની મઝા લૂંટવા માટે છે, સદ્ગુણના પુષ્પ ચૂંટવા માટે છે, વૈરાગ્ય અને અધ્યાત્મના સંસ્કારો ઘૂંટવા માટે છે.