________________
[2]
પૂજ્યપુરુષની અમારા સંઘ ઉપર જે કૃપાદૃષ્ટિ વષી છે અને જે ઉપકાર વર્ષા થઈ છે તેનું ઋણ ચૂકવવા અમે અસમર્થ છીએ. તેઓશ્રીના પટ્ટાલંકાર, ૧૦૮ વર્ધમાન તપની ઓળીના આરાધક પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પણ અમે જેટલે ઉપકાર માનીએ એટલે ઓછો છે. તેઓશ્રીના શુભ આશિર્વાદે પ્રસ્તુત ગ્રન્થ પ્રકાશન સફળતાને વર્યું છે. તેઓશ્રીના શિષ્યરત્ન પૂ.પ. મુનિરાજ શ્રીધર્મ છેષ વિજયજી મહારાજના શિષ્યરત્ન બહુશ્રત વિદ્વાન્ પંન્યાસ શ્રી જયઘોષ વિજયજી મ. સાહેબની અમીદ્રષ્ટિએ અમને ઘણું જ પ્રોત્સાહિત કર્યા છે. કર્મગ્રન્થ વિશારદ પ.પૂ. મુનિરાજશ્રી જયશેખરવિજય ગણિવર્યનું પણ અમે આ પ્રસંગે ભાવભર્યું સ્મરણ કરીએ છીએ. તેઓશ્રીએ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીની સૂચના મુજબ ગુજરાતી તાત્પર્યાથનું સાદ્યન્ત અવલોકન કરીને ગ્રન્થસુવણને શુદ્ધ અને દેદીપ્યમાન બનાવી આપવાને મહાન અનુગ્રહ કરેલ છે. પપૂ. શાન્તસૂતિ મુનિરાજશ્રી પ્રદ્યુમ્ન વિજય ગણિવર્યને આ ક્ષણે અવશ્ય બહુમાન યાદ કરવા ઘટે જેઓએ પ્રફ સંશાધન આદિમાં અકય સહાય કરીને અમને ખૂબ જ ઉપકૃત કર્યા છે. પૂ. મુનિરાજશ્રી ભુવનસુંદર વિ. મહારાજે ગ્રન્થ લેખનકાર્યમાં જે સહકાર આપ્યો છે તેનું મૂલ્યાંકન કરી શકાય તેમ નથી. સંસ્કૃત અને ગુજરાતી વિભાગનું સુંદર અને શીધ્ર મુદ્રણ કાર્ય કરાવી આપનાર સરસ્વતી પુસ્તક ભંડાર સંસ્થાના સંચાલકને અમે આ તકે આભાર માનીએ છીએ. - પૂવે અમારા સંઘમાં ચાતુર્માસ રહી ગયેલ વિદ્વત્ન પ. પૂ. સ્વ. આચાર્યશ્રી ધર્મધુરંધરસૂરિમહારાજની સબ્રેરણાથી ઉપકૃત બનેલા અમારા સંધની હરહંમેશ એક શુભ ભાવના રહી છે કે જૈન શાસ્ત્રગ્રન્થ સુંદર રીતે તૈયાર કરાવી અભ્યાસી મુમુક્ષ વગને તથા સાધુ-સાધ્વી મહારાજને સુપરત કરવા જેથી ચતુર્વિધ સંધમાં સમ્યગૃજ્ઞાનમૂલક મોક્ષમાર્ગની આરાધના વધુ તેજસ્વી બને. આ પ્રકાશન સાથે એ શુભ કામના કંઈક અંશે સફળ બન્યાને અમને આનંદ છે અને ભવિષ્યમાં પૂજયપાદ સુજ્ઞ મુનિભગવંતે-આચાર્યભગવંતને આશિર્વાદ અમને મળતા રહે અને એક પછી એક સુંદર પ્રકાશન કરવા અમે સફળ બન્યા જ કરીએ એવી અંતરની અભિલાષા રાખીએ છીએ. શ્રી જૈન સંઘમાં સાતક્ષેત્રની સુંદરતમ વ્યવસ્થા છે. શ્રી જૈન શાસ્ત્રોના પ્રકાશન કાર્યમાં જ્ઞાન ખાતાના ભંડળને સદુપયોગ અવિરત ચાલુ છે. પ્રસ્તુત પ્રકાશન પણ અમારા સંધના આ જ્ઞાન ખાતાને જ આભારી છે. આ જિનવચન સ્વાધ્યાય એક મહાન આભ્યન્તર તપ છે. ચતુર્વિધશ્રી સંઘમાં પ્રસ્તુતપ્રન્થના સ્વાધ્યાય દ્વારા એ મહાન્ તપની સાધના ઝળહળતી બને એ જ મંગલ કામના. પ્રીયજ્ઞાન્ પુરવઃ.. –અંધેરી (ગુજરાતી) જૈન સંઘ –કરમચંદ જૈન પૌષધશાળા વિલેપાર્લે-મુંબઈ.
( [ ઉપદેશપદ-ઉપદેશરહસ્ય અંગે ઉદ્દબોધન ] ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને મહાકાય ગ્રન્થ ઉપદેશપદ.
અદભુત છે એમાં પદાર્થોનું નિરુપણુ મનહર છે એમાં દાતોનું સંકલન; અનોખી છે એમાં અધ્યાત્મની સરગમ....... વીતરાગ સર્વજ્ઞભગવંતની આજ્ઞાને જ વાંચે, જુઓ, સાંભળો, સ્પર્શી અને એને જ આત્માને પ્રદેશ-પ્રદેશમાં રમાડી દે....... આજ્ઞા જ ખાઓ, આજ્ઞા જ પીઓ, આજ્ઞા જ પચાવો, આજ્ઞા પાલનનું જ જીવન, અજ્ઞા પાલનમાં જ મરણું....અજ્ઞાયાગની મસ્તીમાં મુક્તિનેય ભૂલી જવાય એવી વર્ણનાતીત આનંદપાની સ્પર્શના કરો. આ છે ઉપદેશપદનું રહસ્ય. ભગવાન વિજયજી મહારાજાએ એ મહાકાય ગ્રન્થમાંથી આ રહસ્યને જ તારવી લીધું. એને જ બને છે આ ઉપદેશરહસ્ય ગ્રન્થ. સાધનાના વિશુદ્ધ પંથે સફળ પ્રયાણ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ આ ગ્રન્થરત્નના પદાર્થોને આત્મસાત કરવા જ પડશે. પ્રવચનમાં શુદ્ધ શાસ્ત્રીય પ્રરુપણું જાળવી રાખવા માટે પ્રવચનકારોએ આ ગ્રન્થનું મંથન કર્યું જ છૂટકે છે. –ચન્દ્રશેખવજય– [ ભૂતપૂર્વ આવૃત્તિમાંથી ટૂંકાવીને સાભાર.]