________________
પ્રકાશકનું અન્તઃકુરણ
નવસર્જન કરતાં પણ પુનનિર્માણને આનંદ અનેરે હોય છે. અમારું અંતર પણ આજે એવા જ કઈ અદ્દભુત આનંદથી પ્રફુલ્લિત બન્યું છે. વાચકવર્ગના કરકમલમાં ગુર્જર તાત્પર્યાર્થી સહિત ઉપદેશ રહસ્ય ગ્રન્થ સમર્પણ કરીને અમે કંઈક ધન્યતા અનુભવ કરી રહ્યા છીએ.
વર્ષો પૂર્વે આ ગ્રન્થનું પ્રકાશન મનસુખભાઈ ભગુભાઈ ટ્રસ્ટ અમદાવાદની સંસ્થા તરફથી થયેલ જેમાં મૂળ શ્લેક અને પત્તવૃત્તિ છપાયેલ. ત્યારબાદ કમલ પ્રકાશન (અમદાવાદ) સંસ્થા તરફથી તે જ ગ્રન્થનું માત્ર પુનર્મુદ્રણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એ ગ્રન્થની વધુ ઉપયોગિતાને લક્ષ્યમાં લઈ અમારી સંસ્થા તરફથી સરળ ગુજરાતી સ્પષ્ટીકરણ સાથે તેને પ્રકાશિત કરવાની યેજના ઘડાઈ. ગુજરાતી સ્પષ્ટીકરણની સાથે સાથે પાઠ સંશોધનની પણ ઘણી આવશ્યક્તા હતી. આ કાર્ય માટે અમારા સંઘ તરફથી શ્રી જિતેન્દ્રભાઈ તથા શ્રી હર્ષદભાઈએ મુંબઈ શ્રીપાલનગરમાં બિરાજમાન પૂજ્યપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબને અરજ કરી પૂજયશ્રી શાસનેન્નતિના અનેકવિધ કાર્યો અને જવાબદારીમાં વ્યસ્ત હતાં. છતાં પણ આ કાર્ય ઘણું જ ઉપયોગી હેવાથી તેઓશ્રીએ આ વિષ્ય પર પૂરતું ધ્યાન આપી અમને આ ગ્રન્થના પ્રકાશન માટે પ્રોત્સાહિત કર્યા તથા તેઓશ્રીના પ્રશિષ્યરત્ન બહુશ્રુત ગીતાર્થ પૂ. પં. શ્રી જયઘોષ વિજયજી મહારાજના શિષ્ય પૂ. મુનિ શ્રી જયસુંદરવિજયજી વિગેરેને આ કાર્ય સાગપાંગ પાર પાડવા માટે તેમજ ગુજરાતી સ્પષ્ટીકરણ તૈયાર કરી આપવા માટે સૂચના કરી. મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય મહારાજની શાસ્ત્રપૂત કલમમાંથી અવતરેલા ગ્રન્થનું પાઠસંશોધન અને ગુજરાતી ભાષામાં તેના ભાવોનું સ્પષ્ટીકરણ–આ બે કાર્ય કરી આપવા માટે પૂજ્ય આચાર્યદેવશ્રીના શુભાશીર્વાદ સાથે પૂ. મુનિશ્રીએ મંગલ પ્રારંભ કરી દીધું. શ્રી હર્ષદભાઈ પોતે પણ આ વિષ્ણુના અભ્યાસી અને જિજ્ઞાસુ હેઈ પૂજય મુનિશ્રી પાસે રોજ શ્રીપાલનગર જતાં. બે-ત્રણ કલાક સુધી ગ્રન્થના વિષયો ઉપર સુંદર છણાવટ થતી અને પછી શ્રી હર્ષદભાઈ પૂ. મુનિશ્રી બોલે તે પ્રમાણે લખી લઈ ગુજરાતી તાત્પર્યાથને નિરાકારપણામાંથી સાકાર ભાવમાં લાવી રહ્યા હતા. લગભગ ૧/૩ ભાગ આ રીતે લખાઈ ગયા બાદ પૂ. આચાર્ય દેવશ્રીને વિહાર ચાલુ થતાં શ્રી હર્ષદભાઈને લેખનકાર્યની અનુકૂળતા ન રહેતાં જિજ્ઞાસુ પૂ. મુનિરાજશ્રી ભુવનસુંદર વિજયજી મહારાજે લેખનકાર્ય સંભાળી લીધું. અને આ રીતે પૂજયપાદ આચાર્યદેવશ્રીના મુંબઈના અવસ્થાન દરમ્યાન સંપૂર્ણ ગ્રન્થ સુંદર રીતે લખાઈને તૈયાર થઈ ગયા પૂર્વ મુદ્રિતપ્રતમાં જ્યાં જ્યાં અશુદ્ધિઓ હતી તે બધી જ લગભગ તે દરમ્યાન સુધારી લેવામાં આવી. આ માટે કોઈ પ્રાચીન હસ્તપ્રતની તપાસ કરતાં અમદાવાદ-લા.દ. વિદ્યામંદિર તરફથી અમને લગભગ ૨૫૦ વર્ષ પ્રાચીન સુંદર સુવાચ્ય હસ્તપ્રત મળી ગઈ. જેથી પાઠશુદ્ધિમાં ઘણી જ અનુકુળતા થઈ ગઈ, તેમજ તેને કારણે અર્થનું સ્પષ્ટીકરણ કરવામાં પણ ઘણી જ સરળતા રહી. મૂળશ્લેક, પણ ટીકા અને ગુજરાતી તાત્પર્યાર્થ સર્વાગ સંપૂર્ણ પ્રાયઃ થઈ ગયા બાદ ઉપયુક્ત ટીપ્પણ વગેરે જોડીને આ ગ્રન્થ મુદ્રણાલયમાં મુદ્રણ માટે સંપાયે અને તેનું મુદ્રણ સંપૂર્ણ થઈ ગયા બાદ પૂ. મુનિશ્રીએ પતે તૈયાર કરેલ પ્રસ્તાવના આદિ સાથે સુંદર બાઈન્ડીંગ કરાવી આજે ચતુર્વિધ શ્રી સંઘની સેવામાં આ ગ્રન્થનું પ્રકાશન પ્રસ્તુત કરવા અમે ભાગ્યશાળી બન્યા છીએ.
ચારિત્રસમ્રાટ કમ સાહિત્યનિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂજ્યપાદ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું અત્રે અમે ખૂબ જ આદરથી સ્મરણ કરીએ છીએ. કારણકે તે