________________
૩૮
ઉપદેશરહસ્ય ગાથા-૧૬ દિવ્યચારિત્રીમાં સર્વારાધકતા માન્ય ખરી ? શંકા –જે આ જાતની પારિભાષિક દેશઆરાધકતા માનીએ તે જે શ્રુતજ્ઞાનવાન છે અને દ્રવ્યથી ચારિત્રનું પાલન પણ કરે છે તેમાં સર્વ–આરાધકપણાને અતિપ્રસંગ થશે.
ઉત્તર :-શ્રતજ્ઞાની હોય અને દ્રવ્યથી ચારિત્રી હોય એ પરસ્પર વિરુદ્ધ છે કારણ કે શ્રતનાનીનું ચારિત્ર જ્ઞાનગર્ભિત હોવાથી ભાવચારિત્ર જ હોય, મૃત શબ્દનો અર્થ જ “તાવિક જ્ઞાન અને તાત્વિક દર્શન” અહીં વિવક્ષિત છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચારિત્રનું પાલન કરનાર સમ્યગ દષ્ટિ અને સમ્યગૂ જ્ઞાની હોય તે તેનું ચારિત્ર સમ્યકચારિત્રરૂપ હોવાથી ભાવચારિત્ર પ્રાપ્ત થાય છે, પરંતુ જે શ્રુતજ્ઞાની છે પણ શીલવાન નથી તેને વ્યવહારનયથી દેશ-વિરાધક કહેવામાં આવે છે. આ નયની દષ્ટિમાં કઈક જીવ ચારિત્રથી પતિત થવા છતાં પણ જે તેને તેને પશ્ચાત્તાપભાવ હોય તે તેનો શ્રુતજ્ઞાનનો પરિણામ સલામત રહે છે, જ્યારે નિશ્ચયનયના મતે ચારિત્રને ભંગ થયા પછી તે શ્રુતજ્ઞાનના પરિણામને ભંગ પણ અવશ્ય થાય છે કારણકે શ્રુતજ્ઞાનનું ફળ પાપવિરામ છે, ફળ ન આપે એવું શ્રુતજ્ઞાન હોય તે પણ વાંઝીયા આંબા જેવુ નિરર્થક છે. આગમમાં પણ કહ્યું છે કે–
નિશ્ચયનયના અભિપ્રાયથી ચારિત્રને ઉપઘાત થયા પછી જ્ઞાન અને દર્શનને પણ વિઘાત થાય છે, વ્યવહારનયના મતે ચારિત્રનો વિઘાત થવા છતાં પણ જ્ઞાન-દર્શનનો વિઘાત થવામાં ભજનાને અવકાશ રહે છે.” | ભજના એટલે વિકલ્પ. પૂર્વાચાર્યોએ આ વિકલ્પનું વિવરણ નીચે મુજબ કર્યું છે— ચારિત્રનો વિઘાત જે અભિનિવેશથી થયે હેય તે જ્ઞાન અને દર્શનનો વિઘાત અવશ્ય થાય છે. કારણકે નિષિદ્ધનું આચરણ ચારિત્રવિધી છે, પ્રતિષિદ્ધને મેહ એટલે કે અજ્ઞાન જ્ઞાનવિરોધી છે અને પ્રતિષેધમાં અશ્રદ્ધા દર્શનવિધી છે, આ ત્રણેય અભિનિવેશવાળામાં હોય છે, તેનાથી વિપરીત, અનભિનિવેશથી ચારિત્રને ભંગ થયે હેય તે જ્ઞાન-દર્શનને ભંગ નથી થતો. કારણ કે ચારિત્રને ઘાત થવા છતાં પણ જ્ઞાનાદિના કાર્યરૂપ પશ્ચાત્તાપ આદિ ભાવના ઉપલંભ થાય છે.
न चात्र प्रस्तावादुझ्योरेकरूपेणैव ग्रहणं युक्तं, अर्थापत्त्या द्रव्यशीलस्यैव ग्रहणौचित्यादिति दिक्। द्रव्यपदार्थ विवेचयितुमाह-स द्रव्याराधनाघटकः पुनः द्रव्यपदार्थः द्विविधो द्विप्रकारः ==ાતિ સૂત્રનીયા જ્ઞાતચ: દા.
શકા - સર્વઆરાધકની પરિભાષામાં દ્રવ્ય અને ભાવ ઉભય ચારિત્રનું ગ્રહણ હોવાથી દેશ આરાધકની પરિભાષાના પ્રસંગમાં પણ “શીલ' શબ્દથી સામાન્ય ચારિત્ર રૂપે તે બનેનું ગ્રહણ કરવું જોઈએ. શંકાકારને સ્વાધીનવિહારીમાં ભાવ ચારિત્રનો નિષેધ ઈષ્ટ ન હોવાથી આ પ્રકારની શંકા કરેલી છે.
ઉત્તર અથપત્તિથી અત્રે દ્રવ્યચારિત્રનું ગ્રહણ કરવામાં જ ઔચિત્ય છે. જ્ઞાનપૂર્વકનું ચારિત્ર તે જ ભાવચારિત્ર છે. દેશ-આરાધકમાં “જ્ઞાનપૂર્વકતા” રૂપ વિશેષણ ન હોવાથી તેનું ચારિત્ર ભાવચારિત્રરૂપ ન હોઈ શકે એટલે કે દ્રવ્યચારિત્ર હોઈ શકે. મૂળ લેકના ઉત્તરાર્ધમાં જણાવ્યા પ્રમાણે દ્રવ્યઆરાધનામાં પ્રયુક્ત દ્રવ્ય’ શબ્દને અર્થ બે પ્રકારે કહ્યો છે તે સૂત્ર નીતિથી એટલે કે સૂત્ર પરિશીલનથી જાણવા યોગ્ય છે. શ૧૬ાા