________________
૩૬
ઉપદેશરહસ્ય ગાથા-૧૬
દા.ત. ગોળ વગેરે ખાદ્ય ચીજોનાં મિશ્રણથી બનતી મદિરામાં જે એક વિશિષ્ટ પ્રકારના રસની અનુભૂતિ થાય છે તે જ વિશિષ્ટ રસને આંશિક અનુભવ મેળમાં થાય છે, કિંતુ રેતીના કણમાં થતો નથી એટલે ગોળને મદિરાનું અંગ માનવામાં આવે છે પણ રેતીના કણને નહિ. ચાલુ પ્રકરણમાં રત્નત્રયના સમુદાયને અંગભૂત ચારિત્રને ગુરુપાતંત્ર્ય સ્વરૂપ જ માનવામાં આવે તે તે ગુરુપરતંત્ર્ય સ્વાધીનવિહારીમાં છે જ નહિ, તે પછી તેમાં દેશઆરાધતા શી રીતે ઘટશે? (ચ=) સ્વાધીન વિહારીમાં ગુરુપરતંત્ર્ય સ્વરૂપ ચારિત્ર દેશ રૂપે ઘટી શકે તેમ ન હોવાથી, “તથ લે .' ઇત્યાદિ ભગવતીસૂત્ર ૮ મું શતક, ૧૦ મા ઉદ્દેશાને ૩૫૪ મા સૂત્ર વચન પ્રમાણે અનિચ્છાએ પણ, ઉદ્યતઅનુષ્ઠાનરૂપ ચારિત્ર સ્વાધીન વિહારીમાં દેશરૂપે સ્વીકારવું જ જોઈએ. જેથી તેમાં દેશ-આરાધકપણાની અવ્યાપ્તિ થાય નહિ. ‘તસ્થ 3 સે'. સૂત્રનો અર્થ આ પ્રમાણે છે
તેમાં જે પ્રથમ પ્રકારનાં પુરુષ છે તેઓ શીલવાન એટલે કે પાપવિરત છે, પણ શ્રતવાન એટલે કે ધર્મના જ્ઞાતા નથી. હે ગૌતમ ! આ પુરુષને મેં દેશ-આરાધક કહ્યા છે”. ૧૫
સમાધ– આ વિસ્તૃત શંકાને ઉત્તર નીચે મુજબ જાણ. भन्नइ दव्वाराहणमेयं सुत्तं पडुच्च दडव्वं ।
सो पुण दव्वपयत्थो दुविहो इह सुत्तणीईए ॥१६॥
શ્લેકાર્થ –ઉત્તર “દ્રવ્ય આરાધનાને ઉદ્દેશીને તે સૂત્ર સમજવું અને અહીં, સૂવનીતિએ દ્રવ્ય પદાર્થ બે પ્રકાર છે.” ૧૬
__ भण्यतेऽत्रोत्तर दीयते-एतच्छीलवतो अश्रुतवतो देशाराधकत्वप्रतिपादकं व्याख्याप्रज्ञप्तिसूत्र, द्रव्याराधनां बाह्यतपश्चरणाद्यनुष्ठानपालनाम् , प्रतीत्य आश्रित्य, द्रष्टव्यं–निर्णेयम् , समुदयनिष्पन्नस्य पारतन्यरूपस्योभयासाधारण्येऽपि बाह्यक्रियात्वस्योभयसाधारणत्वेन देशत्यानपायात्, न खलु गुडादावपि समुदयनिष्पन्नद्रवत्वविशेषादिरूपाऽभावेऽप्युभयदशासाधारणविवेच्याऽविवेच्यभाववजितस्वादविशेषभावमात्रान्मदिरादिदेशत्वं व्याहन्यते ।
[ભગવતી સૂત્રોક્ત દેશારાધતાનું રહસ્ય] સમાધાન :-શંકાને ઉત્તર એ છે કે શ્રુતજ્ઞાનરહિત શીલવાનને દેશ-આરાધક બતાવનાર ભગવતીસૂત્ર “બાહ્ય તપશ્ચર્યાદિ અનુષ્ઠાનના પાલન” અર્થાત્ “દ્રવ્ય આરાધનાને ઉદ્દેશીને કહેવાયેલું છે એમ સમજવું. રત્નત્રય સમુદાયના અંગભૂત ગુરુપરતંત્રતા ઉભય સાધારણ નથી, અર્થાત્ ભાવ ચારિત્રીમાં છે પણ દ્રવ્ય ચારિત્રીમાં નથી એટલે ગુરુપરતંત્રતાસ્વરૂપ જ્ઞાનને આશ્રયીને અમૃતવાન શીલવાનમાં દેશ આરાધકત્વ ભલે ન ઘટે, પણ બાહ્ય ક્રિયારૂપ અનુષ્ઠાન બનેમાં સાધારણ હોવાથી દેશ-આરાધતા ઘટી શકશે. ગોળ વગેરેમાં મદિરાની જેમ સમુદાયભાવનિષ્પન્ન પ્રવાહીપણું વગેરે ન હોવા છતાં પણ મદિરા અને ગેળ એ બન્નેમાં સામાન્ય એ સ્વાદવિશેષ હોવાથી અલગ ગોળમાં પણ મદિરાનું દેશપણું હણાતું નથી, ફરક માત્ર એટલે છે કે મદિરાની સરખામણીમાં “આ સ્વાદ આવા પ્રકારનો છે અથવા આવા પ્રકારને નથી” એમ ગેળના સ્વાદ માટે કશું કહી શકાતું નથી અર્થાત્ ગોળને તે સ્વાદ વિવિથ્ય-અવિવેચ્યભાવથી વર્જિત હોય છે.