________________
ઉપદેશઃ પ-સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે.
૩૫
तन्व्येण रत्नत्रयसाम्राज्योपपत्तेः, बहुश्रुतापेक्षयाऽल्पश्रुतानुष्ठानस्य देशत्वे चाऽऽकेवलिनः देशाराधकत्वाऽविश्रामप्रसङ्गात् । न चात्र निश्चयनयसूक्ष्मेक्षिकास्ति येन सर्वसंवर एव तद्विश्रामोपपत्ताविष्टापत्तिः कर्तुं शक्या, तदानीं श्रुतशीलसन्निपाताऽयोगात् ।
इतरथा च=ज्ञानाभावे च नोदेशस्तदनुष्ठानं युज्यते, यत्रैव हि विशकलिते यत्समुदायघटकरूपं प्रतीयते, तत्रैव तद्देशत्वं नान्यत्र, यथा विशकलितगुडादौ मदिराद्यवयवगतस्वादविशेषवतया प्रतीयमाने मदिरादिदेशत्वं, नान्यत्र यथा सिकतादौ, न च प्रकृते रत्नसमुदायघटकचारित्ररूपं पारतन्त्र्यलक्षणमपरतन्त्रशीले सम्भवतीति कथं तत्र देशत्वम् ?
२ इत्थं च-"तत्थ ण जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुअवं उवरए अविण्णातधम्मे, एस णं गोयमा मए पुरिसे देसाराहए पण्णत्ते ॥ भगवतीसूत्र श. ८, उ. १० सू. ३५४] इति भागवतवचनादपरतन्त्रस्याप्यनन्यगत्या चारित्रमुपेयमिति भावः ॥१५॥
[સ્વછંદવિહારીમાં દેશચારિત્ર કેમ નહીં ? તાત્પર્યાથ – શંકાકારનું તાત્પર્ય એ છે કે જે ઉદ્યત અનુષ્ઠાનસંપન્ન છે પણ પારમાર્થિક શ્રુતજ્ઞાનરહિત છે તે દેશ આરાધક એટલે કે જ્ઞાનદર્શનચારિત્ર રૂપ સમગ્ર આરાધનાના એક અંશ રૂપ ચારિત્રને પાલક છે. ગુરુપરતંત્રતા રહિત સાધુમાં શ્રતજ્ઞાન ન હોવા છતાં પણ ઉદ્યત અનુષ્ઠાન જે સ્પષ્ટ દેખાય તો તેમાં ચારિત્રને નિષેધ કરે શી રીતે વ્યાજબી ગણાય? વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે જે તેમાં શ્રુતજ્ઞાન હોય તે તેનું અનુષ્ઠાન સંપૂર્ણ એટલે કે રત્નત્રયસમુદાયથી યુક્ત જ બની જવાથી તે સર્વ આરાધક જ બની જશે; જે સ્વચ્છેદ વિહારીમાં માન્ય નથી. માષતુષ વગેરે મુનિઓમાં ઘણું શ્રુતજ્ઞાન ન હોવા છતાં પણ “મારે ગુર્વાજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ” એ જાતનું જ્ઞાન હોવાથી તેઓને સંપૂર્ણ રત્નત્રયનું સામ્રાજ્ય આબાધિત છે. જે બહુશ્રુત સાધુઓના જ્ઞાનની અપેક્ષાએ માષતુષ આદિ મુનિઓનું અનુષ્ઠાન અલ્પશ્રુતપૂર્વકનું હોવાથી તેમને સર્વ આરાધક માનવાને બદલે દેશ-આરાધક માનવામાં આવે તો તેમનાથી અધિક શ્રુતજ્ઞાનવાળા, ક્ષીણ ગુણસ્થાન પર્યાવત બહુશ્રત મુનિઓમાં પણ દેશઆરાધકતા માનવાની જ આપત્તિ આવશે. કારણ કે તેઓનું શ્રુતજ્ઞાન પણ તેમનાથી ચઢિયાતા કેવળજ્ઞાનીના જ્ઞાન કરતાં અલ્પ જ છે. કદાચિત્ નિશ્ચયનયનું અવલંબન કરીને અહીં ઈષ્ટપત્તિ કરી લેવામાં આવે, તો તે પણ શક્ય નથી. કારણ કે અહીં નિશ્ચયનયની સૂમ દષ્ટિને અવકાશ નથી. નિશ્ચયનયની દષ્ટિએ તે સર્વસંવર રૂપ ચારિત્રનું અનુષ્ઠાન ચૌદમાં ગુણસ્થાનકે છે પણ કેવળજ્ઞાનની હાજરીમાં ત્યાં શ્રુતજ્ઞાન તો છે નહિ, એટલે સર્વ–આરાધક કેાઈ રહેશે જ નહિ. સ્વતંત્રવિહારીમાં જે જ્ઞાનને સર્વથા અભાવ હોય તો તેનું ઉદ્યત અનુષ્ઠાન દેશરૂપ પણ ઘટી શકશે નહિ અને તેથી તેમાં દેશઆરાધકપણાની અવ્યાપ્તિને દોષ આવશે. સર્વથા જ્ઞાનાભાવમાં આંશિક અનુષ્ઠાન પણ ન ઘટી શકવાનું કારણ એ છે કે કોઈ પણ વસ્તુ સમુદાયથી વેગળી હોવા છતાં પણ સમુદાયના એક અંગ રૂપે સ્પષ્ટ જણાઈ આવતી હોય તો જ તેને તે સમુદાયના અંશ રૂપે કહી શકાય. २७ इत्थं च-तत्र यः स प्रथमः पुरुषजातः स पुरुषः शीलवान् अश्रुतवान् उपरतः अविज्ञातधर्मा, एष गौतम !
मया पुरुषः देशाराधकः प्रज्ञप्तः ॥