________________
30
ઉપદેશરહસ્ય ગાથા-૧૩
મુખ્ય કરીને પ્રવૃત્તિ કરું છું. આ રીતે સ્વઆજ્ઞારુચિમાં ભગવદ્દગારુચિપણાનું ભમ્રાત્મક સવેદન થાય છે. દા. ત. રન્નુમાં સર્પની બુદ્ધિ. એટલે ગુરુકુળવાસત્યાગીને પણ ભ્રમાત્મક ભગવજ્ઞાની રુચિનું સવેદન થતુ. હાય તે ઉપરોક્ત રીતે ઘટી શકે છે. કુળવધૂ વગેરેના દૃષ્ટાંતથી પણ તે તે શાસ્ત્રમાં ગુરુકુળવાસ ન ત્યજવા ઉપર જ ઘણા ભાર મૂકવામાં આવ્યો છે. ગુરુકુળવાસમાં રહેવાથી જ, કદાચ, શક્તિસચાગના અભાવે બાહ્ય ક્રિયાએ ન થઈ શકે તો પણ સદુપદેશના શ્રવણથી તીવ્ર સવેગ અર્થાત્ મુક્તિના અભિલાષ પ્રગટ થાય છે ક્ષમા વગેરે ગુણામાં વૃદ્ધિ થાય છે. સુવિહિત એટલે કે શુદ્ધ અનુષ્ઠાન આચરનારા મુનિની સહાયથી બ્રહ્મચર્ય અને તેની મર્યાદાએનુ પાલન વિશુદ્ધપણે થાય છે, તેમજ ગુરૂ-વડીલ વગેરેની વયાવચ્ચની મહાન નિર્જરાના લાભ પણ સભવિત છે.
[અજાતકપી-અસમાપ્તકલ્પીને અધિકારવિરહ]
વળી અજાતકલ્પી એટલે કે અગીતા, અને જાતકલ્પી એટલે કે ગીતાર્થાને પણ કાર્તિક સુદ પૂનમથી અષાડ સુદ ચૌદશ સુધીના આઠ મહિનાના ગાળામાં પાંચ સાધુથી ન્યૂન સખ્યામાં વિચરવાની મનાઈ કરેલી છે. તેમજ વર્ષાકાળ એટલે ચામાસામાં સાતથી ન્યૂન સખ્યામાં રહેવાની મનાઈ છે. વર્ષાકાળમાં પાંચને બદલે સાતની સંખ્યાના કથનનુ કારણ એ છે કે પાંચમાં બેચાર સાધુ માંદા પડે તેા બાકીના એક એ સાધુ સેવા વગેરે તમામ કાર્યમાં પહોંચી વળે નહિ, અને ચામાસામાં વિહારની મનાઈ હોવાથી બીજા ક્ષેત્રમાંથી સાધુ આવી પણ શકે નહિ. સંખ્યા વધુ હોય તેા તમામ કાર્યમાં પહોંચી વળાય માટે શાસ્ત્રકારોએ આછામાં ઓછી સાતની સંખ્યા જણાવી છે. વર્ષાકાળમાં સાત અને શેષકાળમાં પાંચથી ન્યૂન સંખ્યા હોય તેને અસમાપ્તકલ્પ કહેવાય. આ અસમાપ્તકલ્પવાળાને જે ક્ષેત્રમાં તેઓ રહ્યા હોય તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ શિષ્ય, આહારપાણી, વસ્ત્ર-પાત્ર વગેરે ચીજોની માલીકીના ઉત્સર્ગ માગે સ્પષ્ટ નિષેધ કરેલા છે. અર્થાત્ એ બધા પર તેના કેાઈ અધિકાર હોઈ શકે નહિ. આ હકીકત આગમમાં પ્રસિદ્ધ છે— શ્રી પચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે—
જાત અને અજાત એમ બે પ્રકારના કલ્પ જાણવા. તે દરેકના સમાપ્તકલ્પ અને અસમાપ્તકલ્પ એવા બે ભેદ છે. ગીતાને જાતકલ્પ કહેવાય અને અગીતાને અજાતકલ્પ કહેવાય. શેષકાળમાં પાંચ સાધુએને સમાપ્ત કલ્પ કહેવાય અને પાંચથી ઓછા સાધુઓના અસમાપ્ત કલ્પ કહેવાય. વર્ષાકાળમાં સાત સાધુઓના સમાપ્તકલ્પ અને સાતથી આછાના અસમાપ્તકલ્પ કહેવાય, અજાત કલ્પ અને અસમાપ્ત કલ્પવાળા સાધુને ઉત્સર્ગમાર્ગે માલિકી હાતી નથી' ‘ન યામિઙ્ગા' એ સૂત્રથી ‘અગીતાર્થાને પણ એકલા વિચરવાની છૂટ છે’ તે અર્થ માનવામાં આવે તે ઉપર સૂચવેલ પચાશકના કથન સાથે મેળ બેસે નહિ.
गीतेऽपि गीतार्थे ऽप्युचितमिदमुक्तसूत्रम्, तदन्यस्य = गीतार्थान्यस्य स्वाहीनगुणवतः लाभः = પ્રાપ્તિ:, તવન્તરાયે સદ્વિઘ્ન, બન્યથા સસહાયતાયા વ્ યુહ્વાત, યતોઽમિીયતે—પંચqમાવ્યું] २१ कालम्मि संकिलिट्टे छक्कायदयावरोऽवि संविग्गो ।
जयजोगीणमलंभे पणगन्नयरेण संवसर || १७४९ ॥
२१ काले संक्लिष्टे षट्कायदयापरोऽपि संविग्नः । यतयोगिनामलाभे पञ्चान्यतरेण संवसति ॥