________________
૨૭
ઉપદેશઃ ૩–એકલવિહારીપણું ઈચ્છનીય નથી. સાધુને પણ લાગે. વળી કોઈ ભાવિ ભાગ્યદય સંબંધી પ્રશ્ન પૂછે અને સાથે બીજા કોઈ સાધુ ન હોય તો કીર્તિ વગેરેની કામનાથી સારો છે જે આવડે તે નિરપેક્ષપણે ઉત્તર આપવામાં મૃષાવાદનો દેષ લાગે, કારણ કે તેના કથન પ્રમાણે વર્તવા ભાવિ બંધાયેલું નથી. એ જ રીતે એકાકી વિહારમાં રસ્તા આદિ ઉપર કઈક અજાણી વ્યક્તિનું ઘરેણું વગેરે પડી ગયેલું હોય અને આજુબાજુ કોઈજ ન હોય તે ઊઠાવી લેવાની ઈચ્છા ઝટ થઈ આવે એટલે અદત્તાદાનનો દેષ લાગે.
સ્ત્રીઓનાં મુખનું નિરીક્ષણ કરવામાં કઈ રકટેક કરનાર ન હોવાથી નિર્ભય પણે નિરીક્ષણ કરે તેથી મિથુનને દોષ લાગે. તેમજ એક્લા સાધુને લોકોની સાથે ગાઢ પરિચયમાં આવવામાં અને છૂટથી વાતચીત કરવામાં કઈ અટકાવનાર ન હોવાથી સ્ત્રીઓ અને બાળકો વગેરે ઉપર સ્નેહ ઊછળી આવતા પરિગ્રહને દોષ લાગવાની પૂરેપૂરી શક્યતા છે આ બધાજ દષની પરંપરા એકાકી વિહાર સાથે ગાઢ પણે સંકળાયેલી હોવાથી, જિનશાસનમાં બીજા સાધુઓની સાથે રહીને જ વિચારવાની શાસ્ત્રજ્ઞા છે. ઘણું દીર્ઘકાળનાં લાંબા લાંબા વિહાર હોય ત્યારે તે ખાસ કરીને બીજા સાધુઓની સાથે રહીને જ વિહાર કરવો જોઈએ નહિ ત ચર લુંટારા વગેરે તથા જંગલી પશુઓના ઘર ઉપદ્રવને સામને કર પડે.